આજકાલ ઘણાં બાળકોની આંખો ત્રાંસી જોવા મળતી હોય છે. ત્રાંસી આંખની તકલીફ એક રીતે જોઇ તો વ્યક્તિની પર્સનાલિટી સાથે સંકળાયેલી હોય છે. અનેક લોકોની વચમાં ત્રાંસી આંખવાળા ઘણીવાર લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. ઘણાની આંખ સાવ ત્રાંસી હોય છે, તો ઘણાની આંખ જરા ત્રાંસી દેખાતી હોય છે. આવા લોકોને મલાખી આંખવાળા કહે છે. મલાખી આંખ ખાસ કરીને યુવતીઓમાં ઘણીવાર ચહેરાની સુંદરતા વધારી દેતી હોય છે.
આયુર્વેદમાં દર્શાવવામાં આવેલી જુદી જુદી ૮૦ જેટલી સમસ્યાઓમાં એક ત્રાંસી આંખની સમસ્યા પણ છે, જેને ‘અક્ષિવ્યુદાસ’ કહે છે. આંખની કીકી એટલે કે નેત્ર ગોલકને અક્ષિ કહે છે, જે વિરુદ્ધ અથવા ઊર્ધ્વ દિશામાં સ્વયં ખેંચાય છે, તેને ‘અક્ષિવ્યુદાસ’ કહે છે.
ત્રાંસી આંખ કેવી રીતે થાય?
આંખમાંની પેશીઓ નબળી પડે ત્યારે ડોળો એક તરફ ખેંચાઇ જતો હોય છે. આંખનો ડોળો પોતાના ચોક્કસ સ્થાન સાથે નાની નાની પેશીઓથી જોડાયેલો હોય છે. જે ખેંચાયેલો હોય એવી સ્થિતિમાં હોય છે. તેનું સ્થાન પણ ચોક્કસ હોય છે.જે પોતાના મૂળ સ્થાનને છોડતો નથી.
પરંતુ આમાંની એકાદ પેશી વિકૃત થઇને નિર્બળ થાય તો તેની સામેની પેશી કે જે તંદુરસ્ત છે, તે નેત્રના ગોળાને પોતાની તરફ ખેંચી લે છે અને આંખની કીકી એ બાજુ ફરી જાય છે. પરિમામે આંખ મલાખી કે ત્રાંસી લાગે છે. ત્રાંસી આંખ માટે જવાબદાર પેશીની નબળાઇ ઘણીવાર માંસ ધાતુની શિથિલતા કે માંસધાતુના ક્ષયને કારણે પેદા થઇ હોય છે. આ પ્રકારની સ્થિતિ ખાસ કરીને બાળક અવસ્થામાં વિશેષ શરૂ થતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાએ જંકફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવાની વધુ રુચિ રાખી હોય, ઉજાગરા બહુ કર્યા હોય, કબજિયાત જેવાં કારણોથી વાયુ દોષ વધી ગયો હોય તો પણ બાળક માટે ત્રાંસી આંખની સ્થિતિ સર્જાતી હોય છે. પ્રસૂતિ પછી ગુંદર, ગાયનું ઘી, ટોપરું, સૂંઠ વગેરે જેવી વાયુશામક વસ્તુઓનું સેવન ન કર્યું હોય તો તે બગડેલો વાયુ ધાવણ દ્વારા પણ બાળકની માંસધાતુની યોગ્ય વૃદ્ધિ થતી નથી. તેની અસર આંખની પેશીઓ પર પડતી હોય છે. જે આંખમાં પરિણમે છે.
પેશીઓની નબળાઇ દૂર કરવા માટે માંસધાતુ પુષ્ટ થાય તેવા ઉપચારો કરવા જોઇએ. ઉપરાંત ઉત્તેજિત થયેલા વાયુને પ્રાકૃત બનાવવા માટે આ ઔષધો ઉપયોગી થાય છે. બૃહતવાત ચિંતામણિ: સુવર્ણભસ્મ, ચાંદીભસ્મ, અબ્રક ભસ્મ, લોહ ભસ્મ, પ્રવાલભસ્મ, મોતીની ભસ્મ, પારદ ભસ્મને કુંવારપાઠાના રસમાં ઘૂંટીને આ ઔષધિ તૈયાર કરવામાં આવે છે.
વાયુ દોષની તમામ વિકૃતિ દૂર કરવાનું સામર્થ્ય આ ઔષધોમાં રહેલું છે. ઉપરાંત તેના બલ્ય-બળ આપનાર ગુણથી શિથિલ થયેલી માંસપેશીઓ દૃઢ થાય છે. જેથી અક્ષિ ગોલક તેના પ્રકૃત સ્થાને ગોઠવાઇ રહે છે.
અશ્વગંધા ક્ષીરપાક:
અશ્વગંધાનું ચૂર્ણ ત્રણ ગ્રામ –અડધી ચમચી જેટલું લેવું. એક કપ પાણી લઇ તપેલીમાં નાખીને ધીમે તાપે ઉકાળવા મૂકવું. એમાંથી પાણીનો ભાગ બળી જાય એટલે કે એક કપ બાકી રહે ત્યારે તેમાં થોડી સાકર ને એકાદ ઇલાયચી નાખીને ગાળી લેવું. તેને રોજ સવારે અને સાંજે બે ટાઇમ લેવું.
અશ્વગંધા: તેનો ગુણ માંસ પુષ્ટિનો છે. તેનાથી માંસ પેશીઓ વધારે સુદૃઢ થાય છે. માંસપેશીમાં જોર આવે છે.વળી અશ્વગંધાનો ગુણ વાયુને શાંત કરવાનો પણ હોય છે. ત્રાંસી આંખ માટે ઉપરનો ઉપચાર લાંબા સમય સુધી ધીરજ રાખીને કરવામાં આવે તો જ ફાયદો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.