Site icon Ayurvedam

વજન ઘટાડવાથી લઈને પેટ અને હાર્ટ ની દરેક સમસ્યા માથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

પ્રાચીન સમયથી આપણા વડવાઓ કોપરું અને ગોળ ખાતા આવ્યા છે અને એજ કોપરાને આપણે તરછોડી દઈએ છીએ. જેમ કે તમે બધા જાણો છો કે પૂજા પાઠ દરમ્યાન હંમેશાં જે નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમજ પૂજા હોય કે હોમ દરમિયાન ભીના અને સુકા નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે.

ટોપરું માં વિટામિન, ખનિજ, એમિનો એસિડ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન સહિતના પોષક તત્વ રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ટોપરુંથી કેટલાક પ્રકારની વાનગી, દૂધ અને તેલ બનાવવામાં આવે છે.

રાત્રે સૂતા પહેલા ટોપરું નો થોડોક ટૂકડો ખાવાથી અઢળક ફાયદા મળે છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિની સાથે મગજ તેજ કરવામાં પણ મદદ કરે છે. ગરમીમાં તેને ખાવાથી ઠંડક મળે છે અને પાણીની ઉણપ દૂર થાય છે. જેનાથી શરીર હાઇડ્રેટ રહે છે.

ટોપરું માં ફાઇબર વધારે પ્રમાણમાં રહેલું છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો સવારે તમારું પેટ યોગ્ય રીતે સાફ નથી થતું તો તમે રાત્રે સૂતા પહેલા ટોપરા નો એક ટૂકડો ખાઇને સૂઇ જાવ.

જે લોકોને ગરમીમાં નસકોરી ફૂટવાનો ખતરો રહે છે. તે લોકો માટે ટોપરું દવાની જેમ કામ કરે છે. જેના માટે તમે ટોપરું ને ખાંડની સાથે સેવન કરો. જો તમને ઉલટી થઇ રહી છે તો ટોપરાના ટૂકડાને થોડીક વખત મોંમાં રાખીને ચાવો. જેથી ઉલટીની સમસ્યાથી રાહત મળી શકે છે.

ટોપરું  હૃદયના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે.આમ તો સુકા ટોપરું એવા લોકો માટે ખૂબ ફાયદાકારક કે જેમને હાર્ટને લગતી સમસ્યાઓ હોય છે, જેમ કે પુરુષોના શરીરમાં 38 ગ્રામ ડાયેટ ફાઇબરની જરૂર પડે છે અને સ્ત્રીના શરીરને 25 ગ્રામ ડાયેટ ફાઇબરની જરૂર હોય છે, તેમ આવી સ્થિતિમાં ટોપરું આપણા શરીરમાં આ ઉણપને પૂર્ણ કરે છે જે તમને હૃદય સંબંધિત અનેક રોગોથી બચાવે છે.

ટોપરાના સેવનથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. ગર્ભાવસ્થા દરમિયાન HIV, ફ્લૂ, વગેરે જેવી બીમારીઓથી બચવા માટે ટોપરું ખાવું જોઈએ. ટોપરા માં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ તત્વ હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની રક્ષા કરી શકે છે.

ટોપરાના સેવનથી વજન પણ ઓછું કરી શકાય છે. કારણકે તેમા ચરબી હોતી નથી. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે. જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી. ટોપરું એક એન્ટિબાયોટિક છે, જેનાથી દરેક પ્રકારની એલર્જી દૂર થાય છે. ટોપરા નું તેલ એક સનસ્ક્રીન છે. તડકામાં જતા પહેલા તે લગાવીને જશો તો મોંઘા સનસ્ક્રીનની જરુર નહીં પડે.

ઘણી યુવતીઓને તેની ઉંમરના પ્રમાણમાં સ્તનોનો વિકાસ કે બરાબર પૃષ્ટ થયા હોતાં નથી. જેને કારણે તે મૂંઝવણ અનુભવે છે. આવી યુવતી સ્તનપુષ્ટિ  માટે સૂકું કોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે.

સૂકા નારિયેળના છોતરાં કાઢી, એ છોતરાને સૂડીથી નાની કતરણ કરી એક ચલમમાં ભરવા. ચલમમાં ભર્યા પછી એને સળગાવી જે દર્દીને હેડકી આવતી હોય એને આ ચલમ પીવા માટે આપવી. ચલમમાંના નાળિયેળનો ધુમાડો અંદર જઈને વાસુદોષની વિકૃત, ગતિને પૂર્વવત કરે છે. જેનાથી હેડકીના વેગ ધીમેધીમે બંધ થઇ જાય છે.

Exit mobile version