લીલા શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. આવું જ એક શાક છે ટીંડોરા. ટીંડોરાનું શાક ભોજનમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ટીંડોરાનું શાક ખાવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કેટીંડોરા વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વળી, ટીંડોરામાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
ટીંડોરાના ફાયદા:
વજન ઘટાડવું હોય તો ટીંડોરાનું સેવન કરવું જોઈએ. કારણ કે ટીંડોરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેથી જો તમે ટીંડોરાનું સેવન કરો છો, તો તેનાથી વજન નિયંત્રણ થાય છે. જ્યારે પાચન સંબંધિત સમસ્યા હોય ત્યારે ટીંડોરાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટીંડોરામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળે છે, જે કબજિયાત, અપચા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે.
ટીંડોરાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટીંડોરામાં એન્ટી હાઇપરગ્લાયસેમિક અસર હોય છે, જે લોહીમાં શુગરના લેવલને બેલેન્સમાં રાખવાનું કામ કરે છે, જે ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલ કરી શકે છે. ટીંડોરામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તો જો તમે તમારા ડાયટમાં ટીંડોરાનો સમાવેશ કરો છો તો તેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેના દ્વારા તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
જ્યારે નબળાઇ અને થાક લાગે ત્યારે ટીંડોરાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટીંડોરામાં ખૂબ આયર્ન હોય છે, જે થાક અને નબળાઇ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ટીંડોરાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ટીંડોરામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમને ઓછું કરવામાં મદદગાર છે.
ટીંડોરામાં પોટેશિયમની માત્રા ભરપુર હોય છે. તેનું સેવન હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે. પોટેશિયમ શરીરમાં રક્તના પ્રવાહ ને બરાબર કરે છે. જેના લીધે બ્લડ પ્રેશર વધતું કે ઘટતું નથી. બ્લડ પ્રેશરનું વધવું જ બધા રોગોનું મૂળ કારણ છે. તેથી બ્લડપ્રેશરના દર્દીઓ એ ખાસ ટીંડોરા નું સેવન કરવું જોઈએ.
ટિંડોરાનાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પ્રાચીન કાળથી ડાયાબિટીઝની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ટિંડોરા આયુર્વેદમાં દવાઓના રૂપમાં લેવામાં આવતા. તેને ગ્રાઇન્ડ કરીને સૂપ બનાવવામાં આવતું, ટિંડોરાના પાંદડા બ્લડ શર્કરાનું સ્તર ઘટાડવામાં અસરકારક છે.