ટી.બી. એટલે કે ટ્યુબરક્યુલોસીસ એટલે કે ક્ષય. એમ માનવમાં આવતું કે એ લો સોસિયો ઇકોનોમિક એરિયા માં જોવા મળતો રોગ છે. ઉંમર લાયક, નાની ઉંમરના વ્યક્તિઓ, ડાયાબિટીસ વાળા દર્દીઓને ટી.બી. નુ પ્રમાણ વધુ પ્રમાણમાં થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. લાંબા સમયથી તાવ આવવો, ખાંસી લાંબી ચાલવી, વજન ઘટવું, ભૂખ લાગવી, ઊંઘ ઘટવા, રાત્રે ઊંઘમાં અકારણ પરસેવો થવો, લોહીના ગળફા પડવા, એ તેના સામાન્ય લક્ષણો છે. ટી.બી. ફેફસાં અને શરીરના બીજા ભાગોમાં પણ થઈ શકે છે.
રોગના ચિન્હો ક્યાં અવયવનો ટી.બી. છે તેના ઉપર આધારિત હોય છે. જેમ કે મગજના ટી.બી. માં ખેંચ આવવી, માથું દુઃખવું, ઉલ્ટીઓ થવી, આંખે દેખવામાં તકલીફ થવી વગેરે હોય છે. પણ જો એ ટી.બી.આંતરડામાં કે પેટમાં હોય તો ભૂખ ઓછી લાગવી, ખોરાક પચવો નહીં, વજન ઘટવું, પેટમાં પાણી ભરાવવું, પેટ ફૂલવું, આંતરડા શીથીલ થવા કે સંપૂર્ણ બંધ થઈ જવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.
માઇક્રોબેક્ટેરિયા ટીબીનું મુખ્ય કારણ માઇક્રોબેક્ટેરિયન ટ્યૂબરક્યુલોસિસ છે. આ બેક્ટેરિયા દર સોળ થી વીસ કલાકે વિભાજિત થાય છે જે અંદાજે એક કલાક કરતાં ઓછા સમયમાં વિભાજિત થતા અન્ય બેકટેરિયા કરતા બહુ ધીમો દર હોય છે.
પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે નેવું ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે તેના ચિહ્નોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે.
અંદાજે પચીસ ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી પડી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી જાય છે. ગંભીર ટીબીમાં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.
એકસ્ટ્રાપલ્મોનરી પંદર થી વીસ ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે જેનાથી અનેક પ્રકારની ટીબી થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.
આ પ્રકારની ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. એચઆઇવી ધરાવતા લોકોમાં પચાસ ટકાથી વધુ લોકોમાં આ રોગ થાય છે. ટીબીના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યૂબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે દસ ટકા છે.
ટીબી ના આયુર્વેદિક ઉપાય :
અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચ થી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય છે.
અજમો આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સંકોચ વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, ચાંદાં-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર અને કૃમિને નાશ કરે છે. અજમાનું અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સિંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફો દૂર થાય છે.
પાકુ અનનાસ મૂત્રલ, કૃમિનાશક અને પિત્તશામક છે. તે ગરમીના વિકારો, પેટના રોગો, બરોળવુદ્ધિ, કમળો, પાંડુરોગ વગેરે મટાડે છે. સગર્ભાને તથા ભૂખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે. પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી, બળતરા શાંત થાય છે.
આદુ ચોંટી ગયેલા મળને તોડનાર, ભારે, તીક્ષણ, ઉષ્ણ, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હિતાવહ છે. રસ તથા પાકમાં શીતળ ગણાય છે.