આ રીતે કરો અખરોટનું સેવન
ડ્રાઈ ફ્રૂટ્સના નામે તમે અખરોટ, બદામ, કિશમિશ, પિસ્તા અને કાજૂ જેવી ઘણી બધી વસ્તુઓ ખાતા હશો. પરંતુ અખરોટ એક એવું ડ્રાઈ ફ્રૂટ છે જેને તમે યોગ્ય રીતે ખાશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકશો.
શું છે અખરોટના ફાયદાઓ
અખરોટ ખાવાથી વજન ઓછું થાય છે. ઉપરાંત અખરોટના સેવનથી શરીર રિલેક્સ રહે છે જેના કારણે ઊંઘ સારી આવે છે. અખરોટ હાર્ટને હેલ્થી અને એક્ટિવ રાખે છે. નિયમિત રૂપે અખરોટનું સેવન ડાયાબિટીઝથી દૂર રાખે છે. અખરોટમાં વિટામિન E હોવાના કારણે તે મગજને તેજ અને તંદુરસ્ત રાખે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટના સેવનથી લાઈફ વધે છે.
ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી
ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે. સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે.
આ છે અખરોટ ખાવાની સાચી રીત
સૌથી પહેલા ધીમી આંચે એક પેનમાં 15 ગ્રામ અખરોટને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો. બાદમાં તેમાં થોડી ખાંડ અને કેસર નાખીને ફરીથી ઉકાળો. બસ તમારું અખરોટનું હેલ્થી ડ્રિંક તૈયાર છે. આ ડ્રિંકને ગરમ હોય ત્યારે જ પીવું જોઈએ.