અત્યારની દોડધામભરી જિંદગીમાં આપણે જે લાઇફસ્ટાઇલ અપનાવી છે તેના કારણે એસિડિટીના પ્રોબ્લેમ વધી જાય છે. તો ચાલો જાણીએ તેને દુર કરવાના ઘરેલું ઉપાયો.
એસિડીટી થવાના કારણ: સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે હોય શકે છે.
કાચુ દૂધ: રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ, કાચુ દૂધ માં ભરપૂર કેલ્શિયમ હોવાથી એસિડીટીને ખતમ કરે છે.
ફૃદીનાની ચા: ફુદીનો એસિડીટીની સમસ્યા માટે કારગર ઉપાય છે. જમ્યા પછી 1 કપ ફુદીનાની ચા પીવાથી એસિડીટીથી છુટકારો મળશે.
ઈલાયચી: 2 ઈલાયચીને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો, પાણી ઠંડુ કરી પીવાથી તરત જ એસિડીટીથી રાહત મળશે.
મેથી દાણા: 1 ચમચી મેથીદાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળો, સવારે ગાળીને પીવાથી ઘણી રાહત મળશે.
તુલસી: સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે.
કેળા: કેળું પેટમાં એસિડ બનવા દેતુ નથી, એસિડીટીની સમસ્યામાં રોજ સવારે કેળા ખાવ.
વરિયાળી: વરિયાળીમાં એંટી અલ્સર ગુણ હોય છે, એસિડીટીમાં વરિયાળી અથવા વરિયાળીનું પાણી પણ પી શકાય.
વારંવાર થતી એસિડીટી
બની શકે તેટલું પાણી વધુ પીઓ. સવારની શરૂઆત ઓછામાં ઓછા ૨ ગ્લાસ પાણી પીને કરો. એસિડિટીના પેશન્ટે બહુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. માટલાનું પાણી પીવું. રાત્રે 1 ચમચી વરિયાળી, 5-6 કિશમિશ પલાળી રાખો. સવારે નયણા કોઠે આ પાણી પી જાવ. વરિયાળી, કિશમિશ ચોળીને ખાઈ જાવ. પછી સાદું પાણી પી લો.
બને ત્યાં સુધી કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. કબજિયાત કરતો ખોરાક જેમ કે, મેંદાની વાનગીઓ અને તીખા-તળેલા નાસ્તાથી દૂર રહો. ભોજનમાં દાળ, કઠોળને બાફતા પહેલાં 3-4 કલાક પલાળી રાખો. પછી તેનું પાણી કાઢી નાખો. ત્યાર બાદ બીજું પાણી ઉમેરીને બાફો અને ઉપયોગમાં લો.
વધુ પડતા કાચા ખોરાકને બદલે બાફેલો ખોરાક ખાઓ. કાચાં શાકભાજી ખાસ કરીને કાકડી, કાંચા કાંદા વગેરે ખાવાનું ટાળો. સાંજના ભોજનમાં વધુ પડતા મસાલેદાર ખોરાકથી દૂર રહો. ભજિયાં, ભાજીપાઉં, પિઝા વગેરે રાત્રે મોડેથી ખાવાથી એસિડીટી થશે.
બને ત્યાં સુધી વહેલું જમવાનું રાખો. તે ઉપરાંત ખોરાક હળવો લો. જેમ કે, રોટલી, દૂધીનું શાક, ભાખરી, દૂધપૌંઆ વગેરે લેવાથી પેટ હળવું રહેશે. એસિડીટી થશે નહીં. જમ્યા પછી 3 થી 4 કલાક સુધી ઊંઘવાનું ટાળો. જમીને તરત જ આડા પડવાથી કે સૂવાથી ખોરાકનું પાચન બરાબર થતું નથી અને એસિડીટી થાય છે. વધુ પડતા કેફીનવાળા પદાર્થોથી દૂર રહો. જેમ કે ચા-કોફી વગેરે વધુ પડતાં પીવાથી એસિડીટી થાય છે.
એસિડીટી માટે એપલ સિડર વિનેગરને આજકાલ ઘણું મહત્ત્વ અપાય છે. એપલ સિડર વિનેગર એ એપલમાંથી બનાવાતો વિનેગર છે. જે સવારે નયણા કોઠે 1 કપ પાણીમાં 1 ચમચી વિનેગર નાખીને પીવાય છે. આ વિનેગરને પાણીમાં ભેળવ્યા પછી જ પીવો હિતાવહ છે. તેને સીધો પીવાથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.