ઘણા લોકો ને ઠંડુ ખાવા ને લીધે કે ઋતુ બદલવાના લીધે શરદી કે કફ થવાની શક્યતાઓ રહે છે. ઘણી વખત જો બીજાને શરદી અને કફ હોય અને તકેદારી નો રાખવામાં આવે તો આપણને પણ શરદી અને કફ થવાની શક્યતા ઓ રહે છે .અહીં તેનાથી બચવા માટે અને તેનાથી મુક્તિ મેળવવા માટે ના અમુક દેશી નુસ્ખાઓ આપવામાં આવ્યા છે .
- રેતી ને ગરમ કરી કપડાં ની મદદ થી તે ગરમ રેતી નો શેક લેવાથી શરદી માં રાહત થાય છે.
- સુંઠ, કાળા મારી અને તુલસી ના પાન નો ઉકાળો પીવાથી શરદી માટે છે.
- નાગરવેલ ના બે ચાર પાન ચાવી જવાથી કફ માં રાહત થાય છે.
- રાત્રે સૂતી વખતે ગરમ પાણી માં લીંબુ નાખી ને એ પાણી પીવાથી શરદી માં રાહત અનુભવાય છે.
- રાય ને વાટી ને સાકાર ની ચાસણી માં મેળવી ને ખાવાથી કફ માટે છે.
- અજમા ને વાટી ને તેની પોટલી સૂંઘવાથી શરદી માં રાહત થઈ છે.
- ગરમ ગરમ ચણા સુંઘવા અને ખાવાથી શરદી માટે છે.
- ગરમ દૂધ માં મરી ની ભુકી અને સાકર નાખી ને પીવાથી શરદી માં રાહત મળે છે.
- કાળા મરી અને શેકેલી હળદર ની ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી અને કફ માં રાહત મળે છે.
- પાણી માં સુંઠ નાખી ને ઉકાળી એ પાણી ગળી લઇ ને પીવાથી શરદી માં રાહત થાય છે
- તુલસી ના પાન વાળી ચા પીવાથી સળેખમ મટે છે.
- તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળ નો ઉકાળો કરી ને દિવસ માં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.