શું તમારામાં પણ ક્યાંક આ જીવલેણ બીમારીના સંકેત તો નથી ને? જાણો શું છે એ સંકેત અને તેનો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે.

થાઈરોઈડને સાઈલેંટ કિલર માનવામાં આવે છે, કેમ કે તેના લક્ષણ વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે.  અને જ્યારે બીમારીનું નિદાન થાય છે ત્યાં સુધીમાં મોડું થઇ ગયેલ હોય છે. ઈમ્યુન સીસ્ટમમાં ગડબડથી તેની શરૂઆત થાય છે. થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ખોરાકમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે. જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવું. અઠવાડિયામાં એકવાર નારિયળ પાણી પીવાથી પણ સારુ રહેશે. આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે. પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરવું.  જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી.

આ રોગ માટે કાળા મરીનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરી ભલે તે કોઈપણ પ્રકાર ના હોય પણ તેનો ઉપયોગ કરવાથી આ રોગ માં લાભ થાય છે. એક ચમચી અળસી ને થોડા કરકરું વાટી ને દહીંમાં નાખીને તેની સાથે તુલસીના પાન નાખીને ખાવાથી પણ ફાયદો થાય છે. તે ઉપરાંત બ્રાહ્મી, આંબળા, ગુગળ અને શિલાજીત પણ ખુબ ફાયદાકારક હોય છે.

અખરોટ અને બદામ માં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે આ રોગની સમસ્યા ના ઉપચાર માં ફાયદાકારક સાબિત થાય છે. ૧ આખી અખરોટ માં ૫ માઈક્રો.ગ્રામ. સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામ ના સેવન થી થાઈરોઈડ ના કારણે ગળા માં થતા સોજા માં પણ કેટલાક અંશે ઓછુ કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ હોય છે. થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવી.

નારીયેલના તેલમાં મળી આવતા ફેટી એસીડથી ઘણો ફાયદો મળે છે. તે શરીરના અંગો અને મસ્તિકને ઘણો ફાયદો પહોચાડે છે. તેની સાથે જ આ હાઈપોતથેરાદીજ્મ નામના રોગને દુર કરે છે. જેના દ્વારા થાઈરોઈડ ફેલાય છે. થાઈરોઈડની તકલીફ થાય તો આલ્કોહોલનું સેવન કરવાથી પણ મોટાપો વધી જાય છે. તે ઉપરાંત તેનાથી  એનર્જી લેવલ ઓછું થઇ જાય છે, અને રાત્રે ઊંઘ ન આવવી, બેચેની અને ગભરામણ જેવી તકલીફો થઇ જાય છે.

જો હળદરવાળુ દૂધ ન પીવી હોય તો હળદર સેકીને તેનુ સેવનકરવું. રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કાઇ પણ ખાવાનું કે પીવાનું નહી. બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ . આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે.  લાલ ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી, રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરવો.

થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો. આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો.  એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે. રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરવાથી ઘણો જ ફાયદો થાય છે.  રોજ અડધો કલાક એક્સરસાઈઝ કરવાથી થાઈરોઈડ વધતો નથી અને કંટ્રોલમાં રહે છે.

૧૧ થી ૨૨ ગ્રામ જળકુમ્ભીની પેસ્ટ બનાવીને થાઈરોઈડ વાળી જગ્યા ઉપર લગાવાથી ઘણો ફાયદો થાય છે. આ આયોડીનની ઉણપને પણ પૂરી પાડે છે. જળકુમ્ભીનો ઉપાય ખુબ અસરકારક છે. સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધ (કુદરતી મધ) માં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો, ખુબ સરળ ઉપાય છે પણ ચોક્કસ અસરકારક છે. જે મોટાપાને પણ કન્ટ્રોલ કરે અને થાઈરોઈડ ને પણ મટાડે છે .

થાઈરોઈડની દવા નિયમિત અને યોગ્ય સમયે લેવાથી વજન વધતું નથી. ઘણા લોકો થાઈરોઈડની તકલીફને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દે છે. તેમાં આપવામાં આવતી એંડરએક્ટીવ દવાઓથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેથી તેનું સેવન જરૂર કરો. થાઈરોઈડમાં ચા નું વધુ સેવન કરવાથી મોટાપો વધી જાય છે. તેના બદલે રોજ બીટ, અનાનસ અને સફરજન માંથી બનેલ જ્યુસ પી શકો છો. રોજ તે પીવાથી મોટાપો પણ ઓછો થઇ જશે અને  એલર્જી પણ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top