“Tomato a day keeps the doctor away’ રોજ એકાદ બે ટમેટાં ખાઓ તો ડોક્ટર તમારાથી દુર ને દૂર રહેશે. (અર્થાત ડોકટરની જરૂર જ નહીં પડે.)પોષકતત્વોથી ભરપૂર ટમેટા મૂળ તો અમેરિકાના વતની છે. અત્યારે તો દુનિયાભરમાં ટમેટાંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે, બટાટા અને શક્કરિયાં પછી સમગ્ર વિશ્વમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ટમેટાંનો નંબર આવે છે.ટામેટાંમાં ખોરાક માટેના પોષક તત્વો સારા પ્રમાણમાં હોવાથી એ લીલા શાકભાજીમાં તેમજ ફળ તરીકે સર્વશ્રેષ્ઠ ગણાય છે.
ટમેટાં ભારતમાં સર્વત્ર થાય છે. એ રેતાળ માંથી માંડી બધી જાતની જમીનમાં થાય છે. પરંતુ તેને કઠણ, ખાર કે ઉસ વાળી જમીન માફક આવતી નથી. ટમેટાં સખત ઠંડીને સહન કરી શકતા નથી. ભારે વરસાદ વાળી અને ઠંડી ઋતુ ને છોડી ગમે તે ઋતુમાં તેનાં બીનું ધરુ કરીને એ વવાય છે.સામાન્ય રીતે એ વર્ષમાં બે વાર ચોમાસામાં અને શિયાળામાં ટમેટાં વવાય છે. જોકે બજારમાં તો એ ધણુંખરું બારે માસ મળે છે.ટામેટાના છોડ બેથી ચાર ફૂટ થાય છે. છોડની ડાળી ને આંતરે પાન બેસે છે. તે રીંગણ નાં પાન થી નાનાં હોય છે. ટમેટા નાં બી રીંગણી કે મરચાંના બીને મળતાં હોય છે. તેના છોડ ઝાંખા મેલા રંગના દેખાય છે. તેમાંથી કંઈક ઉગ્ર અને સહેજ ખરાબ વાસ આવે છે. ટમેટાં ની ઘણી જાતો થાય છે. તેમાં ઘાટ, રંગ અને સ્વાદ જુદાંજુદાં હોય છે. ટમેટાં જેટલા મોટા હોય છે તેટલા જ ગુણ માં ઉત્તમ હોય છે.
કાચાં ટમેટાં રંગે લીલાં, સ્વાદે ખાટાં અને પચવામાં હલકા હોય છે, પરંતુ જયારે એ પાકવા માંડે છે ત્યારે ચળકતા તેજસ્વી લાલ રંગના થાય છે. બટાકા કે શક્કરીયાં ના શાકમાં ટમેટાં નાખી કરેલું મિશ્રણ શાક સ્વાદિષ્ટ બને છે. ગોળ કે ખાંડ નાખી બનાવેલું ટમેટાનું શાક ખટમધુર સ્વાદવાળું, ખૂબ સ્વાદિષ્ટ, રુચિકર અને પાચક બને છે. તેના શાકમાં થોડો ગોળ નાખી ધાણા-જીરાનો વઘાર આપવાથી પણ તે સ્વાદિષ્ટ બને છે.શાક ઉપરાંત ટામેટાનો ઉપયોગ કચુંબર થાય છે વળી ટામેટા સેન્ડવિચ બનાવામાં પણ વપરાય છે પશ્ચિમ ના દેશો માં ટામેટા માં લીંબુ ખાંડ વગેરે મસાલા નાખી જેલી જામ ચટણી ઇત્યાદિ બનાવાય છે. પાકાં ટમેટાંના ૨સમાં ફુદીનો, જીરું અને બીજા મસાલા મેળવીને ઉકાળવાથીઅતિસ્વાદિષ્ટ ચટણી બને છે પાકા ટામેટા ના કકડા શાકભાજી માં તેમજ દાળ માં નાખવામાં આવે છે, પાકા ટમેટાં સ્વાદ માં ખટમધુરાં હોય છે.
ટામેટાં ના લક્ષણો
ટામેટાનો રસ અને વિપાક માં ખાટાં, રુચિકર, અગ્નિ પ્રદીપક, પાચક, સારક અને રક્ત શોધક છે. અગ્નિમાંદ્ય, ઉદરશૂળ, મેદવૃદ્ધિ અને લોહી વિકાર માં તે હિતાવહ છે. એ હરસ, પાંડુ અને જીર્ણ જવર ને દૂર કરે છે. તે સારક હોવાથી કબજિયાત મટાડે છે.ટમેટાં ઉત્તમ વાયુનાશક છે. એ રોકાઈ ગયેલ, અટકી ગયેલા વાયુનું અનુલોમન કરે છે. એ હૃદયને તૃપ્ત કરનાર, લઘુ, ઉષ્ણ તથા સ્નિગ્ધ છે. લોહી તથા પિત્તની વૃદ્ધિ કરે છે. વાત-કફ પ્રકૃતિ વાળા માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે.
ટામેટાં ના ફાયદા
પેટને લગતા રોગો માં ફાયદો
ટામેટાના રસમાં ચોથા ભાગે સાકર નાખી, એક બે રતી એલચીના દાણા નું ચૂર્ણ મેળવી, સહેજ લવિંગ અને મરીનું ચૂર્ણ મેળવી પીવાથી ઉલટી મટે છે, જીવ ખોટો થવો બંધ થાય છે અને પેટનો ચૂંથારો પણ મટે છે. પાકા ટમેટાનો એક પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો સૂકો મળછૂટો પડે છે અને જુના વખતની કબજિયાત દૂર થાય છે. ટામેટાના રસમાં હિંગ નો વઘાર કરીને પીવાથી કૃમિ રોગમાં ફાયદો થાય છે. પાકા ટમેટાનો એક-બે ચમચી રસ દિવસમાં ત્રણ વાર પીવાથી થોડા જ દિવસોમાં રક્તપિત્ત અને દાંતનાં પેઢાં શિથિલ થઈ તેમાંથી થતો રક્તસ્ત્રાવ મટે છે.
પાક ટમેટાંના તાજા રસમાં પાણી અને થોડું મધ મેળવી પીવાથી રક્તપિત્ત તથાલોહીવિકાર મટે છે.તાજાં પાકાં ટામેટાં લઈ પાણીથી ધોઈ સાફ કરી, ભોજન લેતાપહેલાં છાલ સહિત ખાવાથી અને એ રીતે રાત્રે સૂતાં પહેલાં નિયમિત ખાવાથી ધીમે ધીમે કાયમી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. ટામેટાના રસમાં અર્જુન વૃક્ષ-સાજડ ની છાલ અને સાકર મેળવીને તેનો અવલેહ-ચાટણ બનાવી ખાવાથી હૃદયનો દુખાવો તથા હૃદય રોગમાં ફાયદો થાય છે.
ચામડી ના રોગો માં ફાયદો
સવાર-સાંજ પાકા ટમેટાનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થનારા લાલ લાલ ચાઠાં, ચામડી ની શુષ્કતા, ચળ-ખુજલી, ચામડી પર થતી નાની ફોડલીઓ વગેરે લોહીવિકાર માં ફાયદો થાય છે. ટમેટાના રસથી બમણું કોપરેલ લઈ બંનેને એકત્ર કરી શરીર પર માલિસ કરવાથી અને થોડી વાર પછી કોકરવર્ણા પાણીથી સ્નાન કરવાથી ખુજલી-ખસ મટે છે. માથામાં થયેલા ખોળામાં પણ તેની માલિશ થી ફાયદો થાય છે.
નાના બાળકો ના રોગ માં ફાયદો
પાકાં ટામેટા તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પિવડાવવાથી બાળકો નીરોગી, બળવાન ને હૃષ્ટપુષ્ટ બને છે.ટામેટાના રસમાં કોડી ભસ્મ મેળવીને આપવાથી બાલશોષ-બાળકોનું ગળી જવું, સુકાઈ જવું, દુબળા પડી જવું વગેરે રોગો મટે છે. ટમેટાનો એક બે ચમચી રસ દૂધ પીવડાવતા પહેલા આપવાથી બાળકોને થતી દૂધની ઉલટી મટે છે. તેમાં શરીરને પોષનારાં કીમતી તત્ત્વો રહેલાં છે, તેના સેવનથી લોહીમાં ૨ક્તકણો વધે છે અને શરીરની ફિક્કાશ દૂર થાય છે. પાકાં ટમેટા ભોજન વખતે લેવાથી રુચિ ઉત્પન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પાચનશક્તિ વધે છે અને અનેક પ્રકારના રક્ત સંબંધી તથા પિત્ત સંબંધી રોગો દૂર થાય છે. તેનો રસ તન-મનને તાજગી આપે છે.
સ્ત્રીઓ માટે ઉપયોગી
સગર્ભા સ્ત્રીઓ માટે તેમજ પ્રસૂતિ થયા બાદ શારીરિક-માનસિક શક્તિ વધારવા માટે ટમેટાંનો રસ ઉત્તમ છે. સ્ત્રી ના વિવિધ રોગો માટે પણ તેનો રસ રામબાણ છે.અલ્પ વજન વાળા લોકો ખોરાકની સાથે દરરોજ પાકાં ટામેટાં ખાય તો લાંબા ગાળે તેમનું વજન વધે છે. ફિક્કા શરીરવાળા લોકોએ પણ ભોજનમાં ટમેટા લેવા જરૂરી છે.ટમેટાંમાં જે ખાટો રસ છે તે મનુષ્યના જઠર માટે ઉપયોગી, રુચિકર અને પાચક છે. ટામેટાંમાં નારંગી જેટલી જ પોષક તત્વો છે.
ટામેટાં કોને ન ખાવા જોઈએ ?
જેને શીતપિત્ત (શીળસ-એલર્જી) થતું હોય તેમણે પણ ટમેટાં ન ખાવાં. જેમના શરીરમાં ગરમીનું પ્રમાણ સવિશેષ હોય, હોજરી, આંતરડાં કે ગર્ભાશયમાં ચાંદા પડી જતાં હોય તેમના માટે પણ ટમેટાંનું સેવન ફાયદાકારક નથી. જેમને ઝાડા થતા હોય તેમણે ટમેટા ખાવા નહિ કે તેનું સુપ પીવું નહિ. જે લોકોની પ્રકૃતિ ને ખટાશ માફક આવતી ન હોય તેમણે ટમેટાં ન ખાવાં જોઈએ. ટમેટાં ગુણકારી હોવા છતાં પથરી, સોજા, સંધિવા, આમવાત અને અમ્લપિત્તના રોગીઓને માફક આવતાં નથી, માટે તેમણે ટમેટાં નું સેવન ન કરવું.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.