ધાર્મિક શાસ્ત્રોમાં કોઈ પણ શુભ કાર્ય હોય કે ભગવાનની પૂજા કરતા હોઈએ કે આરતી કરતા હોઈએ અથવા તો કોઈ ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોઈએ તો તાલી પાડીએ છીએ. તાળી પાડવાથી ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ થાય છે. એટલે જ ધાર્મિક શાસ્ત્રોમાં તાળીઓ પાડવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હશે.
જાણીએ કે તાળી પાડવાથી શરીરમાં કેવા કેવા ફાયદા થાય છે. તાળી પાડવાની મેડીકલ વિજ્ઞાનની ભાષામાં ક્લેપીંગ થેરાપી કહે છે.
શરીરમાં દરેક સાંધાઓ હાથની હથેળી અને આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. એટલે જો તાળી પાડવામાં આવે તો સાંધા સંબંધિત દુખાવા માં ખૂબ જ રાહત મળે છે.
રોજ જમ્યા પછી 400 તાળીઓ પાડવા થી તંદુરસ્ત રહીએ છીએ. વાળ ખરતા હોય તો તે બચાવવા માટે તાળીઓ ખૂબ જ ફાયદાકારક બને છે. કારણ કે હાથની અને અંગૂઠાની આંગળીઓ ની નસ મગજ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય છે. માથા સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય છે.
નાના બાળકો માટે તાળી પાડવી તે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. નાનપણથી જ તાળી પાડવામાં આવે તો કોઈ પણ રોગ શરીરમાં પ્રવેશશે નહી. જો તમને પેટની સમસ્યા જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો થતો હોય તો જમણા હાથમાં ડાબા હાથની ચાર આંગળીઓ વડે તાળી પાડવાથી રાહત થાય છે.
બંને હાથથી તાળી પાડવાથી ફેફસાં, પિત્તાશય, યકૃત, મૂત્રપિંડ, મોટા આંતરડા જેવા અનેક બિંદુઓ હાથમાં આવેલા હોય છે. જેના કારણે શરીરના લોહીનો પ્રવાહ સારી રીતે શરૂ રહી છે. જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના દ્વારા શરીરમાં લોહી નું પરિભ્રમણ થાય છે. અને માંસપેશીઓ મજબૂત બને છે. માસપેશીયા સક્રિય બને છે.
જયારે શુભ પ્રસંગે કે આરતીના સમયે તાળી વગાડવાથી અવાજ ઉત્પન્ન થાય છે. તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તાળી પાડવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જ્યારે તાળીઓ પાડીએ છીએ ત્યારે લોહીનું પરિભ્રમણ વધે છે. જેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં તાળી પાડવાથી ખૂબ જ ફાયદો થાય છે.
રોજ તાળીઓ પાડવાથી સંધિવામાં ખૂબ જ ફાયદો થાય છે. સતત ત્રણ થી ચાર મહિના સુધી સવાર-સાંજ તાળી પાડવાથી લોહીનો પ્રવાહ ઝડપી દોડે છે. જેના કારણે સાંધાનો દુખાવો અને તેના જેવા બીમારી પણ મટે છે. દરરોજ તાળીઓ પાડવાથી માનસિક તાણનો અનુભવ કરી રહેલા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે, કારણ કે તે આપણા મગજમાં સકારાત્મક સંકેતો મોકલે છે. જે આપણા તાણને ઓછું કરે છે. તાળીઓથી શરીરમાં હેપી હોર્મોન છૂટી પડે છે. જે એકંદરે આરોગ્ય માટે પણ સારું છે. તાળીઓ પાડવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
તાળીઓ પાડતી વખતે તમારા હાથમાં સરસવ અથવા નાળિયેર તેલ રાખવું સારું છે. જ્યારે પણ તાળીઓ પાડતા હોય ત્યારે ધ્યાન રાખો કે, તમારી હથેળી અને આંગળીઓની ટોચ એકબીજાને સ્પર્શે છે. સવારે ક્લેપિંગ થેરાપી કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. એક માહિતી અનુસાર દિવસમાં લગભગ 1500 વખત તાળીઓ પાડવી જોઈએ જે સ્વાથ્ય માટે લાભદાયક છે. તાળી વગાડતા સમયે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, જેથી શરીરના નકામા પદાર્થ બહાર નીકળી જાય છે. આથી આ પ્રાકૃતિક રીતે શરીરને ડિટોક્સિક કરે છે .