કોલેસ્ટર, વાળ અને સાંધા તેમજ અન્ય ઘણી બીમારી માં ઉતમ અને ગુણકારી છે તલ નું સેવન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તેલી જેવા તેલીબિયાંનો પાક લાંબો ઇતિહાસ ધરાવે છે. તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે.તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શક્તિવર્ધક અને કાર્યક્ષમ છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને કોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

સો ગ્રામ સફેદ તલ માંથી 1,000 મિલિગ્રામ કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. બદામની અપેક્ષાએ તલમાં છ ગણા કરતા વધારે કેલ્શિયમ હોય છે. તલમાં ઘણા પ્રકારના સોલ્ટ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ હોય છે, જે હૃદયના સ્નાયુઓને સક્રિય રૂપથી ઘટાડવામાં મદદ કરે છે. તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટશ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત કરનાર, બળ આપનારા, વાળ માટે હિતકર, ધાવન વધારનારા, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી તેમજ મળને બાંધનારાછે
વહેલી સવારે એકાદ મુઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબૂત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુ:ખતા કે પડતા નથી .

તલ ખાવાના ફાયદા:

તલ માં પ્રોટીન, કેલ્શિયમ, ખનિજો, મેગ્નેશિયમ, આયર્ન અને તાંબુ જોવા મળે છે. તલ એ માનસિક શક્તિમાં વધારો કરે છે. તેથી તલ ખાવાથી માનસિક શક્તિ વધે છે. દરરોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી નથી બનતી અને મગજ પર વૃદ્ધાવસ્થાની અસર થતી નથી. તલની અંદર જે વિટામિન મળી આવે છે તે સારી નીંદર લેવામાં અતિશય ઉપયોગી છે. આ ઉપરાંત આ સેસમીન નામનું તત્વ તણાવ તેમજ હતાશાને પણ ઘટાડે છે. તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.

કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર ગોળ અથવા સાકર ભેળવીને ખાવું. શિયાળો આવતાની સાથે લોકોને હાડકાં અને સાંધામાં દુઃખાવો શરૂ થઈ જાય છે. તલ માં જસત, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો જોવા મળે છે. જે શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. તે નવા હાડકાં બનાવવા, હાડકાંને મજબૂત બનાવવામાં અને તેને સુધારવામાં પણ મદદ કરે છે. બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી ખવરાવવો. તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવાથી ખાંસી દૂર થઈ જાય છે.

તલનું તેલ  હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે. રક્તવાહિની તંત્ર પરનો તણાવ પણ તલથી ઓછો થાય છે. તે હૃદયની સમસ્યાઓથી બચાવે છે. આ સિવાય મેગ્નેશિયમ પણ હાઈપરટેન્શનને ઘટાડે છે. મિનરલ પણ તલની અંદર જોવા મળે છે.  શરીરને તલમાંથી 25 ટકા જેટલું મેગ્નેશિયમ મળે છે. કાળા તલ શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તલમાં સેસામીન અને સેસમોલીન નામના બે પદાર્થ મળે છે. આ બંને લીંગ્લાસ નામના ફાઇબરના જૂથો હોય છે. લિગ્નાન્સની અસરથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તલના આહારમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.

વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરવું. દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાઈ ને હુંફાળું પાણી પીવું . નિયમિત આનું સેવન કરવાથી હરસ- મસા ઠીક થઈ જાય છે. તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને દાજેલી જગ્યાએ આનો લેપ કરવાથી રાહત મળે છે. એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.

શિયાળામાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલમાં મોનો-સેચુરેટેડ ફેટી એસિડ હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તલમાં સેસમીન નામનું એન્ટીઑકિસડન્ટ મળી આવે છે, જે કેન્સર કોષોને વધતા અટકાવે છે. પોતાની આ ખાસીયતને કારણે લંગ કેન્સર, આંતરડાનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર થવાની આશંકાને ઘટાડે છે. તલનું સેવન કરવાથી ભૂખ વધે છે. સાથે જ આ વાત, પિત્ત અને કફ જેવા રોગોને પણ નષ્ટ કરે છે. તલના તેલનો કોગળો મોંમા તલનું તેલ ભરી થાકી જવાય ત્યાં સુધી મોં ફૂલાવી રાખવાથી જડબાં બળવાન બને છે, સ્વર ગંભીર-દૂર સુધી સાંભળી શકાય તેવો સુસ્પષ્ટખ તથા મુખપ્રદેશ ભરાવદાર થાય છે.

તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે. તલ અને ખાંડના પાણીને જયારે ઉધરસ આવે ત્યારે ઉકાળીને પીવાથી જમા થયેલ ફક નીકળી જાય છે. તલ, આદુ, મેથી, અશ્વગંધા બધાને સમાન માત્રામાં મેળવીને પાવડર (ચૂરણ) તૈયાર કરવો. રોજ સવારે આ ચૂરણનું સેવન કરવાથી સંધિવાની સમસ્યા દુર થાય છે. વાળના સ્વાસ્થ્ય માટે તેલનું તેલ ફાયદેકારક છે. જો રોજ વાળમાં તલના તેલથી માલીશ કરવામાં આવે તો વાળ સ્વાસ્થ્ય રહે છે અને ખરતા પણ બંધ થાય છે.

તલના ફાયદા ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માસ્ટોપથીના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, હોર્મોન્સનું નિયમન કરે છે અને બરોબર બનાવે છે.ઉચ્ચ કેલરી સામગ્રી હોવા છતાં, વજન ઘટાડવા માટે તલનો સક્રિય રીતે ઉપયોગ થાય છે.યુવાન સ્તનપાન કરાવતી માતા સ્તન આરોગ્ય જાળવી શકે છે અને સ્તન રોગના જોખમને ઘટાડી શકે છે. દરરોજ 50 ગ્રામ બીજ ખાવાથી, સ્ત્રી તેના આંતરસ્ત્રાવીય સ્તરમાં નોંધપાત્ર સુધારો કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top