તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસી જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે.
તકમરીયા ને અંગ્રેજી ભાષા માં બેસિલ સીડ પણ કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે તુલસીના બીજ હોતા નથી પરંતુ તેને તુલસીના બીજ જેવું નામ જ આપવામાં આવ્યું છે. તકમરીયા સાઇઝમાં ખૂબ નાના અને કાળા કલરના હોય છે, અને જો તેને પાણીમાં અડધો કલાક સુધી પલાળી દેવામાં આવે તો તે ફૂલીને દાડમના દાણા જેવડા થઈ જાય છે. તકમરિયાં માં રહેલ એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્સિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામીન્સના કારણે તેની ગણના સુપરફુડ તરીકે થાય છે.
તકમરિયાં ના આયુર્વેદિક ગુણ અને ફાયદા:
તકમરીયામાં રહેલ ફાઈબર પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે તેમજ તેનાથી પાચનક્રિયા ઝડપી થાય છે. તકમરીયા ડિટોક્સીફીકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ટેબલસ્પુન બી નાખી વાપરવાથી પાચન સુધરે છે.તકમરિયા નું સેવન કરવાથી 18 ટકા કેલ્શિયમ ની ઉણપ પૂરી થાય છે, જે દાંત અને હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે.
એનિમિયા એટલે શરીરમાંના રક્તકણોની એવી સ્થિતિ જેમાં તેઓ શરીર માટે પુરતું ઓક્સિજનનું પરિવહન કરવામાં અક્ષમ બને છે. જે શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે. આ પરિસ્થિતિ અનેક કારણોથી થઈ શકે છે પરંતુ મુખ્યપણે શરીરમાં આયર્નની ઉણપ થી થતી હોય છે. આ એમિનિયા સામે સુપર ન્યુટ્રીશનથી ભરપુર એવા તકમરીયા લાડી શકે છે. કારણકે તકમરીયામાં ભરપૂર માત્ર માં આયર્ન હોય છે. તેનાથી બ્લડ કાઉન્ટ પણ વધે છે. 2 ટેબલસ્પુન બીથી દરરોજની જરૂરિયાતનું 12 ટકા આયર્ન શરીરને મળી રહે છે.
તકમરીયા પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પ્ન થાય છે. વધારામાં, તે વિવિધ વિટામીન્સ અને મિનરલ્સથી ભરપર હોવાથી તે આખો દિવસ સ્ફુર્તિમય રાખવાની સાથે શરીરનું મેટાબોલીઝમ રેટ પણ વધારે છે. તકમરીયાના રોજિંદા વપરાશથી કોઈ સાઈડ ઈફેક્ટ વિના એક્સરસાઈઝ ના પર્ફોમન્સમાં સુધાર આવે છે. તેમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયાને પાણીમાં ભીંજવતા તે જેલ વાળા બીમાં પરિવર્તિત થાય છે જે આકાર અને વજનમાં પણ વધે છે.
તકમરીયામાં રહેલ પ્રોટીનને કારણે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સના પાચનની ક્રિયા મંદ પાડે છે જે ટાઈપ ટુ ડાયાબિટીશના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તેમજ તકમરીયા લોહીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે. રોજ 1-2 ટેબલસ્પુન તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે.વજન ઘટાડવા માટે રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ એ સારી બાબત છે.
જેનાથી પેટ જલ્દી ભરાય છે અને ઓછું ખવાય છે. તે સાથે જ તકમરીયામાં રહેલ પ્રોટીન પણ ખોરાક ઘટાડવામાં મદદ કરે છે. જયારે જરૂરી ફેટી એસિડ મેટાબોલીઝમ વધારે છે. જેથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. સલાડ, સુપ, યોગર્ટ, સ્મુથી કે કોઈ શાકભાજી સાથે ભેળવી રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ કરી શકાય. તકમરીયા એક સારું એન્ટી-એજીંગ ફુડ છે. જે ત્વચા, વાળ અને નખનું સૌંદર્ય વધારે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મને કારણે તકમરીયા પ્રિમેચ્યોર એજીંગ સામે રક્ષણ આપે છે તો તેમાં ઓમેગા 3 એસિડ કરચલીઓ, એજ સ્પોટસ વગેરે ત્વચાની સમસ્યાને નિવારી, ત્વચાને પોષણ આપે છે.
તરમરીયામાં રહેલ ઓમેગા 3 એસિડ ડિપ્રેશન તેમજ અન્ય મુડ ડિસઓર્ડર સામે લડવામાંમદદ કરે છે. માટે જ ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, એન્ઝાયટી, સ્ટ્રેસ તેમજ અન્ય મુડ અને બિહેવિયરલ ડિસઓર્ડરથી પીડિત લોકોના રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ કરવો જ જોઈએ. તે સિવાય પણ તકમરીયાનો ઉપયોગ કરવાથી મગજ ને શક્તિ મળે છે અને એકાગ્રતા વધે છે.
તકમરીયામાં કેલ્સિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે હાડકાને બટકતા અટકાવે છે અને ઓસ્ટીઓપોરોસીસનો ખતરો ઘટાડે છે. એ સિવાય આ બીમાં રહેલ ઓમેગા 3 એસિડથી બોર્ન મિનરલ ડેનસિટી વધે છે. સાંધાના દુઃખાવા, આર્થરાઈટીસ વગેરેમાં પણ રાહત આપવામાં મદદ કરે છે.તકમરીયા હૃદય માટે સારા હોય છે. ઓમેગા 3 અને ઓમેગા 6 એસિડથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે અને સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. એ સિવાય લોહીવાહિનીમાં જમા થયેલ પ્લાક ને ઘટાડે છે જેથી તમને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.
તકમરીયામાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ્ય રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોક નો ખતરો ઘટે છે. મગજની કાર્યપ્રણાલી સારી કરી, યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. ઓમેગા 3 મગજની નસોમાં જમા થયેલ પ્લાક ને સાફ કરે છે. જેથી મગજ સારી રીતે કામ કરે છે. ખુબ જ સારા ફાયદાઓ કરનારા તકમરીયા જો વ્યવસ્થિત રીતે રોજિંદા આહારમાં વાપરવામાં ન આવે તો તેનાથી ગેરલાભ પણ થઈ શકે છે. હૃદયના વિશેષજ્ઞો સુકા અને કાચા તકમરીયાને ન ખાવાની સલાહ આપે છે. તકમરીયાને હંમેશા પલળીને ફુલે એટલા પ્રમાણસરના પાણીમાં પલાળીને જ ખાવાના ઉપયોગમાં લેવા.