વગર ખર્ચે મગજની નબળાઈ, તાવ, ચામડી અને વાળના દરેક રોગનો દવા કરતાં વધુ અસરકારક ઘરેલુ ઉપાય છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તકમારીયાના વિશે બહુ ઓછાં લોકો જાણકાર હશે. તકમારીયાના ખુબ જ નાના દાણા હોય છે પરંતુ તે શરીરના રોગોથી રક્ષણ પુરૂ પાડવામાં મદદરૂપ થાય છે. તકમારીયા શરીરને લગતા રોગો અને ઘણી એવી બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. તકમરીયામાં વિટામીન, કેલ્શિયમ, આયરન, એન્ટિ ઓકસીડન્ટ વગરે ગુણો જોવા મળે છે. તેના રોજિંદા સેવન કરવાથી શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. આજે અમે તમને જણાવીશું તકમારીયાથી આપણાં શરીરને મળતા લાભ વિશે વિગતવાર.

તકમરીયા પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પ્ન થાય છે. તે વિવિધ વિટામીન્સ અને મિનરલ્સથી ભરપર હોવાથી તે તમને આખો દિવસ સ્ફુર્તિમય રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલીઝમ રેટ પણ વધારે છે. એક અભ્યાસમુજબ તકમરીયાના રોજિંદા વપરાશથી કોઈ આડ અસર વિના તમારી એક્સરસાઈઝના પર્ફોમન્સમાં સુધાર આવે છે.

રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી તકમરિયા નાખીને અડધા કલાક પછી પીવાથી કબજિયાતની બીમારીમા ખૂબ લાભ થાય છે તેમજ આંતરડા માં રહેલા ઝેરી દ્રવ્યો અને ખરાબ કચરાને દૂર કરી આંતરડાને સ્વચ્છ રાખે છે. તકમરિયામા ફાઈબરનું પ્રમાણ વધારે છે એટલે કે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે તેના સેવનથી લોહીમાંથી ચરબીના કણો દૂર થાય છે અને હાર્ટ સબંધી રોગોમાં સારો ફાયદા થાય છે જેથી હાર્ટ ના દર્દી માટે તકમારીયા ખુબજ ફાયદાકારક છે.

તકમરીયા ઘણી બધી મગજની પરેશાનીઓ જેમ કે ટેન્શન, ડિપ્રેશન, મગજનો થાક પણ દૂર કરે છે. તેનું સેવન કરવાથી મુડ પણ ખૂબ જ સારો રહે છે. તકમરીયાનાં બીજ પ્રોટીન તથા આયરન થી ભરપૂર હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી વાળ મજબૂત, ચમકદાર, લાંબા અને ઘાટા બને છે અને ઝડપથી ગ્રોથ થાય છે. તકમરીયાનાં બીજમાં ઘણા પાચક એન્ઝાઇમ્સ હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

તકમરિયાંમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. આથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પેટ ભરાયેલું લાગે છે. વારંવાર ખાવાની ઈચ્છા ઘટે છે. આમ, વજન ઉતારવા માટેનો એક તંદુરસ્ત ઉપાય ગણાય છે. ટાઈપ-ટુ ડાયાબિટીસના દર્દી માટે તકમરિયાંનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી કરી કાર્બ્સને ગ્લુકોઝમાં બદલતી પ્રક્રિયાને તે નિયંત્રણમાં રાખે છે.

તકમરીયા હૃદય માટે સારા હોય છે. ઓમેગા 3 અને ઓમેગા 6 એસિડથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે અને સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. એ સિવાય લોહીવાહિનીમાં જમા થયેલ પ્લાક ને ઘટાડે છે જેથી તમને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે. તાસીરે તકમરિયા ઠંડા હોવાથી શરીરની આંતરિક ગરમી ઘટાડે છે અને શરીરને અંદર ઠંડક પુરી પાડે છે ગરમીમાં થતી પેશાબની બળતરા મા પણ તકમરીયા ના બીજ થી રાહત મળે છે, જો તમને ઉનવા ની સમસ્યા હોય તો જરુર તકમારીયા ઉનવા દૂર કરશે.

તકમરીયાનાં બીજમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનો ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરદી, તાવ અને ખાંસી ખૂબ જ જલદી દૂર થાય છે. એન્ટિ ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર તકમરીયા ડાયાબિટીસ કંટ્રોલ પણ કરે છે. તકમરીયાનાં સુકાયેલા બીજને પીસીને નારિયેળ તેલમાં ઉમેરીને સ્કિન પર લગાવવાથી એક્ઝિમાં સોરાયસીસ રોગ દૂર થાય છે. તકમરિયા ને રોજ ખાધા પછી જરૂરી પોષણ મળે છે સાથે જ શરીરનું તાપમાન પણ ઠીક રહે છે. આ ગુણોથી વ્યક્તિની અંદરની શક્તિને જાળવી રાખવા અને સુધારવામાં મદદ મળે છે.

તકમરીયા એક સારું એન્ટી-એજીંગ ફુડ છે. જે ત્વચા, વાળ અને નખનું સૌંદર્ય વધારે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મને કારણે તકમરીયા પ્રિમેચ્યોર એજીંગ સામે રક્ષણ આપે છે તો તેમાં ઓમેગા 3 એસિડ કરચલીઓ, એજ સ્પોટસ વગેરે ત્વચાની સમસ્યાને નિવારી, ત્વચાને પોષણ આપે છે. એક ચમચી તકમરીયાના બીજને એક ગ્લાસ દૂધ કે પાણીમા ઉમેરી પંદર થી ત્રીસ મિનિટ રહેવા દેવું ત્યારબાદ તેને પીવાથી તે શરીરને કેલ્શિયમ અને આયર્ન પુરુ પાડે છે જેથી તે હાડકાને મજબૂત બનાવે છે અને કોઈ ને બોર્ન કેન્સર હોય તો તેના માટે ખુબજ ફાયદાકારક છે.

ઘણા બધા લોકોમાં યાદશક્તિ ઓછી થવાની સમસ્યા જોવા મળે છે. તેની સાથે જ ધુમ્રપાન દારૂ વગેરેનું સેવન કરવું પૌષ્ટિક ખોરાકને યોગ્ય માત્રામાં ન લેવો વગેરેના કારણે મગજ નબળું પડે છે. એવામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, તેનાથી બચવા માટે તકમરીયા ખાવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે યાદશક્તિને વધારવામાં મદદરૂપ નીવડે છે માટે તેનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top