Site icon Ayurvedam

દરેક પ્રકારના તાવ, માથાના દુખાવા અને શરદી-ઉધરસ જેવી રોજીંદી સમસ્યાનો 100% સચોટ અને અસરકારક ઉપચાર છે આ..

બદલાતા વાતાવરણ ના લીધે કે કોઈ બીજા કારણસર વ્યક્તિને તાવ આવી શકે છે. સામાન્ય તાવ જલ્દીથી સારો થઈ જાય છે પરંતુ ઘણા તાવ જીવલેણ પણ સાબિત થાય છે. માટે તેનો ઉપચાર જરૂરી છે. આજે અમે એવાજ તાવના ઘરેલુ ઉપચાર આ લેખ દ્વારા જણાવવાના છીએ. જાણવા માટે આ લેખ વાંચો.

મેલેરિયાના ઘરેલુ ઉપચાર વિશે જાણો: શેકેલી ફટકડી ૪૦ ગ્રામ અને અફીણ ૧૦ ગામ, ખૂબ ઘૂંટી લેવું. મેલેરિયા તાવના ૧ કલાક અગાઉ ૨ થી ૪ ગ્રામ દવા બે યા ત્રણ પતાસાંના ભૂકા સાથે આપવુ અને ઉપરથી પાણી પીવું આ ઉપાયથી મેલેરિયા તાવ માં રાહત મળે છે અને દર્દીને રાહત મળે છે.

તાવના સામાન્ય લક્ષણો : શરીરનું 37.5˚ સેન્ટીગ્રેટ અથવા 100˚ ફેરનહીટ કરતા વધારે તાપમાન, માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડે, સાંધાનો દુખાવો, ભૂખ મરી જાય, કબજિયાત, અને થાક લાગે છે.

તાવ દરમિયાન ચોખ્ખું અને ઉકાળેલું પુષ્કળ પાણી પીવું, શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, આરોગ્યપ્રદ પીણાં, ફળોના રસ, વગેરે લેવાની સલાહ છે. ચોખાની રાબ, સાગોની રાબ, જવનું પાણી, વગેરે જેવો સરળતાથી પચે તેવો આહાર લેવો ઇચ્છનીય છે, દૂધ, રોટલી અને બ્રેડ, માંસ, ઇંડા, માખણ, દહીં તેમજ તેલમાં તૈયાર કરેલો આહાર ટાળવો જોઇએ.

તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્‍યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં, પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.

કોઈપણ જાતનો તાવ આવ્‍ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.

વાતાવરણ અને વાયરસના ચેપને કારણે થતાં સામાન્ય તાવના ઘરેલુ ઉપચાર વિશે જાણો: તુલસીનાં પાન અને તીખા સમભાગે લઈ, બારીક પીસી ૧-૧ ગ્રામની ગોળી કરવી. રોજ દિવસમાં સવાર, બપોર અને સાંજ ૧-૧-૧ આપવી. આનાથી પરસેવો વળી તાવ ઊતરી જાય છે. આ ઉપરાંત તાવમાં શ્વાસકુઠારની ૧ ગોળી મધ સાથે મેળવીને તેનું સેવન કરવાથી લાભ મળે છે.

તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. ફલૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જય છે. તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે. પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ-બેચેની મટે છે. ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે.

એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્‍યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version