Site icon Ayurvedam

દરરોજ સવારે ખાલી પેટ આના સેવનથી થાય છે ગજબના ફાયદા, આજથી જ કરી દયો શરુ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ જેવા ભલભલા રોગોથી છુટકારો

લસણનું સેવન ભારતમાં વર્ષોથી થાય છે, સામાન્ય રીતે તો લસણ દરેક ઘરમાં જોવા મળતું જ હોય છે. શાકમાં સ્વાદિષ્ટ ટેસ્ટ લાવવા કે પછી ચટણીનો સ્વાદ વધારવા માટે લસણ કારગર સાબિત થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ ઉપરાંત પણ લસણનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે.

લસણ ખાવાના ફાયદા:

લસણ માં એંટિ બેક્ટેરિયા અને એંટિ ફ્લેમેટ્રી ગુણ હોય છે.જો તમે દરરોજ રાત્રે એક લસણ નું સેવન કરો છો તમને સદી ,જુકામ અને તાવ જેવી સમસ્યા થસે કેમકે આ તમારી પ્રતિસેધક ક્ષમતાને મજબૂર બનાવે છે. લસણની કળીઓને તેલમાં શેકી લો, ત્યારબાદ રોજ રાત્રે સુતા પહેલા પાંચથી છ ખાવાથી આપણા શરીરને ઘણા લાભ મળે છે. શરીરમાં રહેલા તત્વોને મળ વાટે અથવા પેશાબ વાટે બહાર કરે છે. આ રીતે શરીરમાં રહેલું ટોક્સિન દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

આ નુસખો અજમાવવાથી આપણા શરીરમાં ઉર્જા બની રહે છે. અને આપણા શરીરમાં આળસ ખત્મ થઈ જાય છે. આથી આ ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. આપણા શરીરનું મેટાબોલિઝમ વધારવા માટે લસણની કળીઓનો આ ઉપાય મદદ કરે છે. આથી આપણા શરીરની ચરબી પણ ઝડપથી ઘટે છે અને આપણું શરીર દુબળું બને છે. આથી વજન ઘટાડવામાં પણ લસણ મદદગાર સાબિત થઇ શકે છે.

શેકેલા લસણમાં શરીરમાં ઉત્પન્ન થતી કેન્સરની કોશિકાઓને નાશ કરવાની શક્તિ રહેલી હોય છે. હૃદય માટે પણ લસણ અત્યંત જરૂરી તેમજ ફાયદાકારક છે. ઘણી વખત આપણને જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તેમાં પણ લસણ રહેલું હોય છે. આથી લસણને ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

આપણા શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ લસણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે તમને ભૂખ ઓછી લાગતી હોય તો કહ્યું તે પ્રમાણે લસણનું સેવન કરવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી ભૂખ નિયમિત પણે લાગે છે. આ સિવાય લસણ બ્લડ પ્રેશરમાં પણ ફાયદાકારક હોય છે. બ્લડપ્રેશરને કન્ટ્રોલ રાખે છે.

સવારે લસણ ચાવીને ખાવાથી હાઇપર ટેન્શન ઘટે છે અને શરીરના લોહીના ગઠ્ઠા જામવાની શક્યતા ઘટી જાય છે. લસણ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે જેને કારણે લોહીનુ પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે. લસણમાં સેલેનિયમ અને વિટામિન એવા તત્ત્વ હોય છે જેના થી પુરુષો ના સ્પર્મ ની સમસ્યા માં સારો ફાયદો થાય છે. કેટલાક પુરુષો માં ફર્ટિલિટી ની સમસ્યા હોય છે તેમાં ધીમા તાપે લસણને પૂરું શેકીને વહેલી સવારે ખાવાથી પુરુષો ની સ્પર્મ નો વધારો થાય છે તેથી ફર્ટિલિટી સારી થાય છે.

Exit mobile version