દેશી ઘી શરીર માં જમા થયેલ ફેટ ને બાળી ને વિટામીન માં પરિવર્તિત કરવા નું કાર્ય કરે છે, જેનાથી ભોજન જલ્દી પચી જાય છે. અને વજન મેઇન્ટેઇન રહે છે. એ સિવાય અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયા માં કોઈ પણ પ્રકાર ની પરેશાની થવા પર દેશી ઘી ખુબ જ પ્રભાવશાળી સાબિત થાય છે.
સવારે ઘી ખાવાની રીત :
જો રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડમાં જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે. અને શરીર નિરોગી બની શકે છે. પણ ધ્યાન રાખવું કે ઘી લીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવું નહીં. ઘી ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે. અને સ્કિન હેલ્ધી રહે છે. ઘી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
સાંધાના દુખાવા માટે ફાયદાકારક :
જે લોકોને સાંધાના દુઃખાવાની સમસ્યા હોય તો રોજ ખાલી પેટે ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા 3 હોય છે. જે કુદરતી લુબ્રિકેંટથી ભરપૂર હોય છે, જેનાથી સાંધાના દુખાવાથી આરામ મળે છે. સાથે જ આ તત્વ ઓસ્ટીયો-પાયરોસિસ થવાની સંભાવનાને પણ ઘટાડે છે. અને હાડકાને સ્વસ્થ રાખે છે. જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ.
વાળ ને મજબૂત અને મુલાયમ બનાવવા માટે :
આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે. અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે. કારણ કે એનાથી પોષક તત્વો મળે છે, જેનાથી વાળ મજબૂત બને છે, સાથે જ વાળ ખરતા પણ અટકે છે. ઘણાં લોકોને ભારે ખોરાક ખાધાં બાદ ગેસ, અપચાની સમસ્યા થઈ જતી હોય છે. અને પાચન નબળું હોવાથી પણ ખાધેલો ખોરાક પચતો નથી. જેથી રોજ સવારે ૧ ચમચી ઘી ખાવાથી આ સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર એકદમ મજબૂત બને છે.
કેન્સર સામે રક્ષણ મેળવવા :
ઘીમાં એન્ટીકેન્સર તત્વ હોય છે. ખાલી પેટ ઘી ખાવાથી તે બોડીમાં કેન્સર સેલ્સ વધતાં રોકે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. હથેલી અને પગના તળિયામાં બળતરા થાય તો ઘી નું માલીશ કરવાથી બળતરામાં આરામ મળે છે. ઘી શરીરની બધી જ કોશિકાઓને મજબૂતી આપવાનું કામ કરે છે. એટલે આને રાસા કહેવામાં આવે છે. રાસા એક એવા અપ્રકારનું પોષકતત્વ છે કે જેને જો ખાલી પેટે લેવામાં આવે તો એ શરીરની બધી જ કોશિકાઓના પોષણમાં મદદ કરે છે અને શરીરના સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે.
સ્ક્રીન પ્રોબ્લેમ માટે :
ગાયનું ઘી એક કુદરતી એન્ટીઓક્સીડેન્ટ છે, જે ફ્રી રેડિકલ્સ ખતમ કરે છે. અને ઓક્સીકરણ પ્રક્રિયાને રોકે છે. આ પ્રકારે આ શરીરમાં આવતા અપરિવર્તનીય બદલાવને રોકે છે. અને સમય કરતા પહેલા ઉંમર વધવાથી અટકાવે છે અને અલ્ઝાઈમરના રોગથી બચાવે છે. ઘી ના સેવનથી કોશિકાઓ પુનર્જીવિત થાય છે. અને મજબૂત બને છે, જેનાથી ત્વચામાં પણ કુદરતી ચમક આવે છે અને ત્વચા સ્વસ્થ બને છે.
ઘી ત્વચાના કુદરતી ભેજને બનાવીને રાખે છે અને તેને શુષ્ક બનતા અટકાવે છે. જો સવારમાં ખાલી પેટે ઘી ખાઓ છો, તો મગજની કોશિકાઓ પણ એક્ટિવ રહે છે. અને એને કારણે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પણ વધે છે. એના સેવનથી અલ્ઝાઇમર જેવી બીમારી પણ દૂર રહે છે.
કોલેસ્ટ્રોલ ના દર્દી માટે ફાયદાકારક :
ઘીના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટ પર ઘીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ સાથે ઘીમાં રહેલા ઓમેગા -3 ફેટી એસિડ્સ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જે હાર્ટ હેલ્થને સ્વસ્થ રાખે છે. અને હાર્ટ ને લગતી સમસ્યા માંથી રાહત મળે છે.
આંખ ની કમજોરી દૂર કરવા માટે :
ઘી ખાવાથી આંખોના તેજ પર સારી એવી અસર પડે છે. ઘી ખાવાથી આંખોની રોશની વધે છે. જે લોકોનું આંખોનું તેજ કમજોર છે. તે લોકોને એક ચમચી ઘી નું સેવન કરવું જોઈએ. એક ચમચી ઘીમાં પીસેલી સાકર અને કળામરચા મેળવી ને આ મિશ્રણ રોજ સવારે ખાલી પેટ પીવો. ઘી માં આ બન્ને વસ્તુ મેળવીને પીવાથી આંખની રોશની વધે છે. આ મિશ્રણ નું સેવન રાત્રે સુતી વખતે પણ કરી શકો છો અને તેના પર દૂધ પી લેવું જોઈએ.