પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ.પાણી માનવ શરીર ને સ્વસ્થ તેમજ સુડોળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. માનવ શરીર મા પાણી નું પ્રમાણ ૫૦ થી ૬૦ ટકા જેટલું હોવું જોઈએ. તે શરીર ના અંગો માટે રક્ષા કવચ નું કામ કરે છે. તેમજ સાથોસાથ કોશિકાઓ સુધી પોષક તત્વ અને પ્રાણ વાયુ પહોંચાડવામા મદદરૂપ થાય છે. આ સિવાય શરીર ના તાપમાન ને નિયંત્રણ મા રાખે છે.પણ તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શુ થાય?
સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી મોઢાની લાળ શરીરમાં જાય છે અને તે કેટલાય રોગો થી બચાવે છે.મોઢાની લાળ ગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેન્ટીક જેવુ કામ કરે છે અને રોગ સામે લડે છે,જેથી શરીર ને સ્વસ્થ રાખે છે.પાણી આરોગ્ય માટેખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર કોઈ બીમારીથી પીડિત થવાથી ડોકટર ચોક્કસ પૂછે છે કે, તમે દિવસ દરમિયાન કેટલું પાણી પીવો છો? અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ પણ આપે છે.
કહેવાનો અર્થ એ છે કે, જો પૂરતા પ્રમાણમાં પાણીનો વપરાશ કરીએ તો ઘણા રોગોનો શિકાર થવાથી બચી શકાય છે. આ સાથે, તે પણ જરૂરી છે કે ક્યારે અને કેટલું પીવું, જેમ કે ખાવું હોય ત્યારે પાણી પીવું પ્રતિબંધિત છે. કારણ કે તેની પાચનમાં ખરાબ અસર પડે છે. જ્યારે સવારે ઉઠ્યા પછી, ખાલી પેટ પર પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.સવારે ખાલી પેટ પર પાણી પીવું હૃદયની સમસ્યાઓ, સંધિવા, દમ, ટીબી, કિડની અને પેશાબની સમસ્યાઓથી રાહત માટે ઉપચાર તરીકે કામ કરે છે.
આ વોટર થેરેપી ટ્રીટમેન્ટ મા સવારે ઉઠતાંની સાથે જ 1 થી 2 લિટર વાસી મોઢે પાણી પીવું. શરૂઆતમાં તે મુશ્કેલ લાગે પરંતુ ધીમે ધીમે તેની આદત પડી જે છે. જો દરરોજ આવું કરવામાં આવે તો પછી એસિડિટી, ઝાડા, હરસ, આંખની સમસ્યાઓ, કેન્સર, માસિક અનિયમિતતા અને ગળાના રોગોની સમસ્યાઓ સાથે હૃદયની સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી શકાય છે. તો ચાલો જણાવીએ કેટલુ અને કયારે પીવુ જોઈએ પાણી.
વાસી મોઢે પાણી પીવાના ચમત્કારી ફાયદા:
સવારે નહાવાથી પહેલા એક ગ્લાસ પાણી પીવાથી હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી છે. તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. અને સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પણ અચંબિત થઇ જશો.
પેટની ચરબી ઘટાડવામાં :
જાડાપણું એ પોતામાં એક મોટું દુઃખનું કારણ છે, સાથે સાથે શરીરની આસપાસના અન્ય ઘણા રોગો થાય છે. તેથી પેટની ચરબી ઘટાડવા માટે ઘણી દવાઓ અને ઉપાયો છે, પરંતુ દરરોજ સવારે ખાલી બે ગ્લાસ નવશેકું પાણી મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થાય છે હકીકતમાં, જ્યારે સવારે ગરમ પાણી પીવામાં આવે ત્યારે તે શરીરના ચયાપચયમાં 24% વધારો કરે છે. આમ વજન નિયંત્રિત થાય છે.
ત્વચાને સારી લગાવવા માં મદદ કરે:
સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે. જલ્દી કામ કરે છે. શરીરની બધી ગંદકી દૂર કરે છે અને લોહીને સંપૂર્ણ રીતે ચોખ્ખું કરે છે. જે ત્વચાને સ્વસ્થ બનાવે છે અને તેની સુંદરતા ચહેરા પર દેખાય છે.
માનસિક થાક માંથી રાહત:
સવારે ખાલી પેટે પાણી પીવાથી માત્ર શારીરિક ફાયદો જ થતો નથી, પરંતુ તે માનસિક ફાયદા પણ આપે છે. હકીકતમાં, સવારે પુષ્કળ પાણી પીવાથી મગજ સક્રિય રહે છે અને દિવસભર ઝડપી કામ કરે છે. આ માનસિક થાક અને તણાવને પણ દૂર કરે છે.
અન્ય ફાયદાઓ:
સવારે જાગીને તરત પાણી પીવા થી લાલ રક્ત કણ મા ઝપડી વધારો થાય છે જેથી લોહી ની ઉણપ નો પ્રશ્ન રેહતો નથી.વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદર ની ગંદકી સાફ થઈ જાય . છે .બરાબર પેટ ની સફાઇ થઇ જાય છે ને પેટ ના રોગો દૂર થાય છે .