Site icon Ayurvedam

રાત્રે સૂતા સમયે મોઢા માંથી નીકળતી લાળ આપી શકે છે આ બીમારીઓ નો સંકેત

ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધનોમાં મળી આવ્યું છે કે પેટમાં એસિડિટી અથવા પેટ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓથી પણ મોઢામાં લાળનું નિર્માણ થાય છે. લાળ જાગતા સમયે ઓછી અને સૂતા સમયે મોઢામાંથી વધારે નીકળે છે, લાળ વહેવાની સમસ્યાને સિલોરીઆ કહે છે. શરીરમાં લાળ બનાવતા ઘણા ગ્લેડ્સ મળી આવે છે અને જાગતા સમયની તુલનામાં સૂતા સમયે આ ગ્લેડ્સ વધારે લાળ બનાવે છે.

સાઇનસ એક પ્રકારની શ્વાસ સંબંધી બીમારી હોય છે જે ઉપરની શ્વાસ નળીઓમાં મળી આવે છે. જેના લીધે વ્યક્તિને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. આ બીમારી હોવાને કારણે વ્યક્તિના મોઢામાંથી સૂતા સમયે લાળ નીકળે છે. કારણ કે આ દરમિયાન શ્વાસ લેવાના કારણે લાળ જમા થવા લાગે છે અને સૂતા સમયે તે વહેવા લાગે છે. આ સિવાય શરદી હોવા પર નાક બંધ થવાને કારણે જ્યારે આપણે મોઢાથી શ્વાસ લઈએ છીએ તો મોઢામાંથી લાળ વહેવા લાગે છે.

જાગતા સમયે લાળ વહેતી નથી કારણ કે  તેને ગળી જવામાં આવે છે. પરંતુ સૂતા સમયે ઊંઘમાં શરીરના બધા જ અંગો આરામની અવસ્થામાં હોય છે અને ઇન્દ્રિયો લાળ ગળવાનું ભુલી જાય છે, જેને કારણે મોઢામાંથી લાળ વહેવા લાગે છે. જ્યારે પડખું ફરીને સૂવો ત્યારે અથવા તો પેટ ઉપર સૂતા હો ત્યારે લાળ વધુ પ્રમાણમાં વહે છે. સીધા સુતા હોય ત્યારે લાળ બહુ ઓછી માત્રામાં વહે છે. કારણકે સીધા સુતા હોવાના કારણે લાળ પોતાની જાતે જ ગળાની નીચે ઉતરી જાય છે. જ્યારે પડખું ફરીને સુતા હોય અથવા ઊંધા સુતા હોઈએ ત્યારે આવું થઈ શકતું નથી. નાના બાળકો માં આ સમસ્યા વધુ જોવા મળે છે.

લાળ પડવાના કારણો:

વધુ પડતી લાળ નાકથી સંબંધિત એલર્જી અને અમુક ખાદ્ય ચીજોની એલર્જીને કારણે ઉત્પન્ન થાય છે. ઘણી વાર એસિડિટી થવાના કારણે પણ લાળ પાડે છે. કાકડા માં વારંવાર સોજો આવી જતો હોય તો તે આ સોજો આવવા થી ગળા નો ભાગ નાનો થઇ જાય છે અને લાળ બહાર આવે છે. શ્વસન માર્ગ ના ઇન્હેલેશન થી શ્વાસ લેવામાં અને લાળ ગળી જવાની સમસ્યાઓ થાય છે જેના કારણે લાળ એકઢી થાય છે અને મો માંથી વહેવા લાગે છે.

ઘણા લોકો ને રાત્રે સુતા હોઈ તો ભૂત ના કે કોઈ સપના જોઈ લીધા હોવા થી  રાત્રે ખુબ બીક લાગે છે, આ સમસ્યાનું એક લક્ષણ એ પણ છે કે ધ્રૂજવું. આ સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક કારણોસર યુવાનોમાં થાય છે. આ ભાવનાત્મક તાણ, દવાઓ અથવા આલ્કોહોલનો વધુપડતો ઉપયોગ અને ઊંઘ નો અભાવને કારણે પણ હોઈ શકે છે. તો પણ તે મોઢું ખુલ્લું રહે છે, અને તે લાળ બહાર આવવા લાગે છે.

લાળ પાડવાની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાયો :

જો કોઈ વ્યક્તિને મોઢામાંથી સૂતા સમયે લાળ વહેતી હોય તો તેણે લાંબા સમયે પચતો ખોરાક લેવાનું બંધ કરવું જોઈએ, જેનાથી તેમનું પેટ સાફ રહે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તેઓએ દરરોજ બે થી ત્રણ તુલસીના પાનને ચાવીને પાણી પીવું જોઈએ. સુતા સમયે લાળ વહેવાની સમસ્યાને રોકવા માટે પાણીમાં ફટકડી મિક્સ કરીને કોગળા કરવા. આવું કરવાથી આ સમસ્યામાંથી છુટકારોમળે છે. મધ થી પણ લાળ ઓછી થાય છે તે, 500 મિલી પાણીમાં 125 ગ્રામ મધ  ઉમેરીને કોગળા કરવા.દિવસમાં 3-4 વખત આ કરવું. તે લાળ, કબજિયાત અને ગેસના પતનથી રાહત આપે છે.

લાળ વહેવાની સમસ્યા થવા પર તજ વાળી ચા પીવાથી પણ છુટકારો મળી શકે છે. તે સિવાય તજને પાણીમાં મિક્સ કરીને સારી રીતે ઉકાળી લેવા અને પછી ગાળીને તેને મધમાં નાખીને પી લેવું.સુતા સમયે મોઢામાંથી લાળ પડવાની સમસ્યા થવા પર ભોજન લીધા બાદ તુરંત બાદ નવશેકા પાણીમાં આમળાનો પાવડર મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે અને લાળ પડવાની સમસ્યા દૂર થાય છે.લાળ પડવાની સમસ્યા દૂર કરવા માટે ૫૦૦ મી.લી. પાણીમાં ૧૨૫ ગ્રામ સોડિયમ ટેટ્રાબોરેટ નાખીને કોગળા કરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.

 

Exit mobile version