સૂર્યમુખી ફૂલ ના બીજમાંથી સૂર્યમુખી ના બીજ મળે છે. આ બીજ માથી તેલ કાઢવામાં આવે છે. તેમા વિટામિન ‘ઈ’ વધારે માત્રામાં આવેલુ હોય છે. તેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે રીતે ડ્રાયફૃટ અને બીજાં બીજ માં પણ એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધારે હોય છે. આ બીજ માં વિટામિન ‘ઈ’ અને એન્ટીઓક્સીડેન્ટ છે. કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ રાખવા માટે કાયમી આ બીજ ખાવાથી ફાયદો થાય છે તથા હાઇપરટેન્શન અને હદય ના રોગોને દૂર રાખે છે. વિટામિન ‘ઈ’ જેવા વિટામિન્સમને પાચન થવા માટે ફેટની જરૂરી પડે છે.
આ બીજમાં વિટામિન ઈ તેમજ એસેન્સિયલ ફેટી એસિડ પણ સારી માત્રામા હોય છે. સૂર્યમુખીમાં રહેલાં પોષકતત્ત્વો કેન્સરની બીમારીને વધવા દેતાં ન હોવાથી તે બી શરીરને કેન્સર ની બીમારી સામે રક્ષણ આપે છે. આમા રહેલાં એન્ટીઓક્સીડેન્ટ શરૂઆતના સ્ટેજના કેન્સરને વધતું રોકે છે તથા લંગ્સના કેન્સરને પણ થવા દેતુ નથી.
સેલેનિયમ નામક મિનરલની ખામીથી થાઇરોઇડ થવાનું પ્રમાણ વધે છે. સનફ્લાવર સીડ્સ માં સેલેનિયમ પૂરતી માત્રામાં હોય છે. આ બી ખાવાથી શરીરનું તાપમાન તથા હદયના ધબકારા થાઇરોઇડને કારણે જળવાઇ રહે છે. થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ કરે તે માટે આ બી નો નિયમિત ઉપયોગ કરવો હિતાવહ છે. દરરોજ ૧ થી ૨ ટેબલ સ્પૂન સૂર્યમુખી ના બીજ ખાય શકાય છે. ભૂખ લાગે ત્યારે આ બીજ ને મુખવાસની જેમ પણ ખાય શકાય છે. ઝીણા દળી તેને લોટમાં મિક્ષ કરી ને અથવા તો તેનો શીરો બનાવીમા દળેલા બીજ નાખીને નાના બાળકોને ખવરાવી શકાય છે.
ફોસ્ફરસ અને ઝીંક હાડકાં તથા દાંત માટે મહત્વના છે. તે બીજમા આ બન્નેનુ પ્રમાણ વધુ માત્રામા રહેલું હોય છે. ફોસ્ફરસની માત્રા હોવાથી આ બીજ હૃદયની સ્નાયુઓને ફૂલતા અટકાવે છે તથા કિડનીના કાર્યોને કંટ્રોલ કરવામાં પણ મદદગાર છે.
ઝીંક ઘા રુજવવા, પિંપલ્સ અને રોકવા, ઇમ્યુનિટી વધારવા, વાયરલ ચેપને દૂર કરવા, ટેસ્ટ અને સ્મેલની શક્તિ પ્રદાન કરવા આ ખૂબ જ મહત્વપૂર્ણ પદાર્થ છે. ઝીંક સનફ્લાવર સીડ્સમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. સનફ્લાવર સીડ્સ માં રહેલા વિટામિન બી 6 ની સાથે, તે લો ડાયાબિટિશ અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે ઉપયોગી છે.
સનફ્લાવર ઓઈલમાં વિટામિન ઇ હાર્ટ, રક્તવાહિની, મગજ અને નર્વસ સિસ્ટમ નું નિયમન કરે છે, વિટામિન ઇ અને ફોલેટથી સંપન્ન હોવાથી વેસ્ક્યુલર તથા સ્વાસ્થ્યને સુધારવા માટે લાભકારક છે. હૃદય રોગના ખતરાને અટકાવવા માટે આ બીજમા નુ સેવન કરવુ જોઇએ. તેમા રહેલા અગત્યના જરૂરી વિટામિનના કારણે આ ખતરાથી દુર રાખે છે. વિટામિન ઇ એન્ટી ઓકસીડન્ટની જેમ પોતાની કામગીરી ને લીધે શરીરને થતાં અન્ય નુકશાન સામે રક્ષણ પૂરું પાડે છે. આમ, તે સેલ મેમ્બરેન અને જ્ઞાનતંતુ તંત્રની હેલ્થ ને સલામત રાખે છે. બીજી તરફ, ફોલેટ સીધી રીતે વેસ્ક્યુલરની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય છે. મેટાબોલીસ્મની યોગ્ય ભૂમિકા માટે તે અગત્યનું કારણ છે. તેના મૂળમાંથી મળેલા નૈસર્ગિક ફોલિક એસિડ અને ફેટી એસિડ્સ બ્લડ વેસેલના આરોગ્યને સ્વસ્થ રાખે છે.
લોહી પરિભ્રમણ વધારીને અને ચામડી પરની કરચલીઓ ઓછી કરીને ચામડીને પુનઃ સુંદર બનાવે છે. જ્ઞાનતંતુ તંત્રના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જ્યારે એમીનો એસિડવાળા ખાધપદાર્થનો ઉપયોગ કરવાથી, ત્યારે જ્ઞાનતંતુ તંત્ર અસરકારક રીતે સેરોટોનિન નું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન એક શક્તિશાળી ન્યુરોટ્રાન્સમીટર છે તથા તે તણાવમાં ઘટાડો કરે છે. સૂર્યમુખીના બીજમાં કોલીન સામગ્રી મગજશક્તિ અને આંખોની જોવાની શક્તિના કાર્યોમાં વધારો કરે છે. સૂર્યમુખીના ફૂલમાં મેગ્નેશિયમ નામનો એક પદાર્થ હોય છે જે ખુબ લાભદાઇ છે, તે સ્વસ્થ મનોભાવ અર્પણ કરે છે.
હતાશ રોગીઓને મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે છે. મેગ્નેશિયમની નિપુણતા અને સુરક્ષાએ તેને એક કિમતી ઓપ્શન પસંદ કર્યો છે. માનસિક તન્દુરસ્તી માટે હોમિયોપેથીક સરવારમાં આજે પણ મેગ્નેશિયમ અગત્યનું કાર્ય નિભાવે છે. આ બીજ નૈસર્ગિક રીતે મુખ્યત્વે લોહીના દબાણને અસર કરે છે અને ભારે લોહીના દબાણને ઓછું કરી શકે છે. આમાં રહેલ ક્રિયાશીલ ઘટકો જે પાચનક્રિયામાં મદદ કરે છે. બીજ વિટામિનસ અને ખનિજોથી સંપન્ન છે જે મૂળ રીતે વાળની વૃદ્ધિમાં ખૂબ જ જરૂરી છે. આ બીજને મુઠ્ઠી ભરીને ખાવાથી તમારા વાળ ઝીણા અને ચમકીલા બને છે અને જરૂરી પ્રોટીનનો આધાર આપે છે, આમ વાળ કુદરતી રીતે મજબૂત બને છે. આમ આ બીજ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી તેમજ ફાયદાકારક કુદરતી સંસાધન છે.