Site icon Ayurvedam

સ્કીન પ્રોબ્લેમ થી લઈ ને વજન ઘટાડવા સુધીની દરેક તકલીફ નો ઉકેલ છે આ કંદમાં જરૂર જાણો તેના અન્ય ફાયદા

સૂરણને જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધિ તરીકે વાપરવામાં આવતા સૂરણની તીખાશ ખોરાકને પચવામાં મદદ કરે છે. તેને થોડું ખાવાથી તમારું પેટ ભરાયેલું હોય તેવી ફિલીંગ આપશે અને તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમને ક્લિન કરવામાં મદદ કરે છે.

બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.

સૂરણ એ જમીનની અંદર થનાર કંદ છે. રેતાળ જમીનમાં તેનો પાક ખૂબ સારો થાય છે. આયુર્વેદ પ્રમાણે સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણ સર્વોત્તમ, સ્વાદમાં (સફેદ સૂરણ) તીખું અને તૂરું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, મળછેદક અને મળને રોકનાર, વાયુ-કફનો નાશ કરનાર તથા કબજિયાત, મંદાગ્નિ, આમવાત, ઉદરશૂળ, ખાંસી, શ્વાસ વગેરેને દૂર કરનાર છે.

લાલ સૂરણ ભૂખ લગાડનાર, પાચક, હળવું, ખંજવાળ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર, મેદ, કફ, કૃમિ, ઉધરસ, ઊલટી અને હરસને મટાડનાર છે. જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે.

સ્કીન પ્રોબ્લેમ માટે ફાયદાકારક :

સૂરણમાં આઈસોફલેવોનીસ આવેલું છે, જે સ્કીનની ઘણી મુશ્કેલીઓ જેવી કે પીગમેન્ટશન, સેગીંગ અને રફ સ્કીન માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેને પોતાના ડાયેટમાં રાખવાથી તમારી સ્કીન સોફ્ટ અને સ્મૂધ થશે.

પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે. જીમીકંદ યુવાન અવસ્થામાં પ્રવેશતા છોકરા અને છોકરી બંને માટે ઘણું સારું ફૂડ છે. સૂરણ તેમને મજબૂત, લાંબા અને પાતળા થવામાં મદદ કરે છે

વજન ઘટાડવા માટે :

સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક

આ સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.

સૂરણની બાહરની સ્કીન થોડી સખત હોવાન લીધે તેને કાપવામાં મુશ્કેલી પડી શકે છે. તેને પહેલા હંમેશા પાણીથી ધોઈને વધારાની માટી કાઢીને જ કાપવું જોઈએ. પછી તમને જોઈતા શેપમાં તેને કાપી લો. કાપી લીધા પછી તેને વિનેગર, લીંબુ અથવા આમલીના પાણીમાં બાફી લો. પછી કોઈ પણ ફોર્મમાં તેને ખાઈ શકો છો.

જંગલી જાતના સુરણમાં કેલ્શિયમ ઓકલેટ નામનો રાસાયણિક પદાર્થ વધુ પ્રમાણમાં રહેલો છે જેને લીધે આવું સુરણ ખાવામાં આવે તો મોં તથા ગળામાં ચળવળાટ થાય છે.

Exit mobile version