Site icon Ayurvedam

માત્ર આ કંદમૂળથી વર્ષોથી વારંવાર થતાં હરસ-મસા અને ડાયાબિટીસ જીવો ત્યાં સુધી નહીં થાય, 100% ગેરેન્ટી મસાનું ઓપરેશન નહીં કરાવવનું પડે

સુરણ જમીન માં થતું એક પ્રકાર નું કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીન માં થાય છે. સુરણ માં બે જાતો થાય છે. એક મીઠી અને બીજી ખંજવાળ આવે એવી. ખંજવાળ વાળું સુરણ ખાવાથી શરીરે ખંજવાળ આવે છે અને શરીર સોજી જાય છે. આવી સુરણ નો કંદ લીસો હોય છે અને તેનું સંવર્ધન કંદના નાના નાના કટકા કરીને થાય છે.

મીઠી જાત ની સુરણ ગુણવત્તા માં વધારે સારી છે. તેના ગર્ભ નો રંગ સફેદ અથવા આછો ગુલાબી હોય છે. મીઠી જાત શાક માટે વપરાય છે. અને ખુજલીવાળી જાત ઔષધી તરીકે વપરાય છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તેમજ સારા પ્રમાણ માં વિટામીન એ મળી રહે છે.

જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સુરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે. અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સુરણ ખાવુ ફાયદાકારક છે.

બાળકો ઝડપથી વિકાસ કરવા માટે તેમને નિયમિત રીતે સુરણ ખવડાવવામાં આવે છે. બાળકોને નિયમિત રીતે સુરણ ખવડાવવાથી તેમનો વિકાસ માં વધારો થાય છે. તેના કારણે તેમના હોર્મોન્સમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થાય છે. તેમનો બાંધો સુદૃઢ બને છે. તેમની ઊંચાઈ માં વધારો થાય છે. તે સારી રીતે ખૂબ જ મજબૂત થાય છે.

સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે.
સૂરણ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે. અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યાનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ સુરણ કંદમૂળ રામબાણ ઇલાજ છે.

જો કોઈપણ વ્યક્તિની ઉંમરમાં વધારો થતાં તે વ્યક્તિની ઉંમર તેમના ચહેરા ઉપર દેખાવા માંડી હોય ચહેરા ઉપર કરચલી પડતી હોય તો તે વ્યક્તિ માટે પણ સૂરણ ખૂબ જ ફાયદાકારક છે. સુરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે. જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.

સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, લીવરના રોગોમાં ખુબ જ ફાયદાકારક નીવડે છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે. છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે. આંખોને વધારે તેજ બનાવવા માટે સુરણ ખૂબ જ ઉપયોગી બને છે. સુરણ ની અંદર વિટામિન એ હોય છે. જો આંખના નંબર હોય તો આહારમા સુરણ ખાવું જોઇએ.

સુરણમાં એન્ટીઓકિસડન્ટ, વિટામિન સી જેવા ગુણધર્મો હોય છે, તે કેન્સર પેદા કરનારા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદરૂપ બને છે. ડાયાબિટીઝવાળા લોકો માટે સૂરણ એ એક મહાન દવા તરીકે ગણવામાં આવે છે. જો સતત તેનું સેવન કરવામા આવે તો લોહીમાં સુગરનું લેવલ ઘટશે અને તમે ડાયાબિટીઝ જેવા જોખમી રોગથી બચી શકશો.

સુરણ રક્તસ્ત્રાવી મસાને પણ મટાડે છે. રક્તસ્ત્રાવી મસામાં સુરણ અને કડાછાલ સરખા વજને લઈ બનાવેલું ચૂર્ણ અડધી-અડધી ચમચી સવાર-સાંજ છાશ સાથે પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવી મસામાં ફાયદો થશે. હાથીપગામાં પગે સોજો ચઢે છે અને ધીમે ધીમે તે વધતો જઈ હાથીના પગ જેવડો થાય છે. આ વિકૃતિમાં સુરણનો લેપ કરવાથી ઘણાં સારા પરિણામ આપે છે. સુરણના ટુકડા સાથે ઘી લઈ તેને મધમાં વાટીને સવાર-સાંજ તેના સોજા પર લેપ કરવો. આહારમાં પણ સૂરણનો ઉપયોગ કરી શકાય છે.

Exit mobile version