સૂરણનું નામ સાંભળતા આપણા સૌ ના મનમાં ઉપવાસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણ એક ખૂબ ફાયદાકારક શાક છે. તે દેખાવમાં માટી જેવા રંગનું હોય છે કારણ કે તે જમીનની નીચે ઉગાડવામાં આવે છે. સૂરણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ શાકભાજી છે.
સૂરણ આયુર્વેદમાં દવા તરીકે પણ વપરાય છે. આ સિવાય જો તમારી યાદશકિત નબળી છે તો તેનો ઉપયોગ કરીને તમે તમારી મેમરી પાવર પણ ઝડપી કરી શકો છો. સૂરણથી બીજા અનેક ફાયદાઓ પણ થાય છે. ચાલો જાણીએ તેના ફાયદા :
સુરણ કેન્સર જેવા ગંભીર રોગો સામે પણ રક્ષણ આપે છે. આ શાકભાજીમાં ફાઈબર, વિટામિન, વિટામિન બી6, ફોલિક એસિડ મળી આવે છે. આ સાથે સૂરણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન જેવા અન્ય પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે.
સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે. શરીરના બાહ્ય કે આંતરિક ભાગના સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યા માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે.
ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક નીવડે છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.
સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, લીવરના રોગોમાં ખુબ જ ફાયદાકારક નીવડે છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે. છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.
સૂરણમાં એન્ટીઓકિસડન્ટ, વિટામિન સી જેવા ગુણધર્મો હોય છે, તે કેન્સર પેદા કરનારા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદરૂપ બને છે. ડાયાબિટીઝવાળા લોકો માટે સૂરણ એ એક મહાન દવા તરીકે ગણવામાં આવે છે. જો સતત તેનું સેવન કરવામા આવે તો લોહીમાં સુગરનું લેવલ ઘટશે અને તમે ડાયાબિટીઝ જેવા જોખમી રોગથી બચી શકશો.
હાથીપગામાં પગે સોજો ચઢે છે અને ધીમે ધીમે તે વધતો જઈ હાથીના પગ જેવડો થાય છે. આ વિકૃતિમાં સૂરણનો લેપ ઘણાં સારા પરિણામ આપે છે. સૂરણના ટુકડા સાથે ઘી લઈ તેને મધમાં વાટીને સવાર-સાંજ તેના સોજા પર લેપ કરવો. આહારમાં પણ સૂરણનો ઉપયોગ કરી શકાય છે.
સાંધાના સોજા, ગાંઠો વગેરે પર પણ આ રીતે સૂરણનો લેપ કરવાથી લાભ થાય છે. અવાર-નવાર બરોળ વધી જતી હોય તેમનાં માટે સૂરણનું શાક આહાર નહીં પણ ઔષધ સમાન ગણાય છે. બરોળ વધી ગઈ હોય તેમણે રોજ થોડા દિવસ ઘીમાં શેકેલા સૂરણનાં શાકનું સેવન કરવું જોઈએ. તેનાથી આરોળમા અવશ્ય લાભ થાય છે.
સૂરણ રક્તસ્ત્રાવી મસાને પણ મટાડે છે. રક્તસ્ત્રાવી મસામાં સૂરણ અને કડાછાલ સરખા વજને લઈ બનાવેલું ચૂર્ણ અડધી-અડધી ચમચી સવાર-સાંજ છાશ સાથે પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવી મસામાં ફાયદો થશે.
જો આંખોને વધારે તેજ બનાવવા માટે સુરણ ખૂબ જ ઉપયોગી બને છે. સુરણ ની અંદર વિટામિન એ હોય છે જો આંખના નંબર હોય તો આહારમા સુરણ ખાવું જોઇએ. આ સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે. મધુપ્રમેહ ના રોગ માટે સુરણ એક ઉત્કૃષ્ટ દવા છે તેનો ઉપયોગ આહારમાં સતત કરવામાં આવે તો રક્ત માં ગ્લુકોજ નું પ્રમાણ ઘટે છે અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે.
જે લોકોને કમર પર વધુ ચરબી હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો ફાંદ ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.