Site icon Ayurvedam

શરદી, પાચન અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી દૂર રહેવા ઘરે જ બનાવો આ સૂપ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ…

શિયાળાના દિવસો શરુ થવાની સાથે જ બાળકોમાં શરદી, કફ અને વાયરલ ફીવર થવાનું જોખમ રહે છે. જો વાત બાળકોના સ્વાસ્થ્યની આવે તો દરેક માતા-પિતાની ચિંતા વધી જાય છે. તેથી ઠંડીના દિવસોમાં તમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે તેમના ખાવા-પીવાની થોડી કાળજી લેવી જરૂરી છે.

બાળકોને ઋતુ અનુસાર ખાવાની કેટલીક વિશેષ ચીજો આપો. જેના દ્વારા તેઓ રોગોથી તો સુરક્ષિત રહેશે જ સાથે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. શિયાળાના દિવસોમાં ખાવા પીવાની ઘણી નવી ચીજો મળે છે. ફળોથી લઈને શાકભાજી સુધીના ઘણા વિકલ્પો હોય છે. તેથી બાળકોને ઋતુની વસ્તુઓ ખવડાવો.

શિયાળાની ઋતુમાં બ્રોકોલી ખૂબ તાજી હોય છે. કોબી જેવી દેખાતી દરેક લીલી શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો હોય છે. તેમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી તે બાળકોના શારીરિક વિકાસ માટે ખૂબ આરોગ્યપ્રદ છે. બાળકોને બ્રોકોલી સૂપ પણ આપવું જોઈએ.

તમે રોટલીની સાથે બાળકને બ્રોકોલીનું શાક પણ ખવડાવી શકો છો. જોકે તેમાં તેલ-મસાલા ના ઉમેરશો, તે પોષક તત્વોનો નાશ કરી શકે છે. બ્રોકોલી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. બ્રોકોલી આંખોની દ્રષ્ટિ વધારવા માટે પણ ફાયદાકારક છે.

શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની શાકભાજી આવે છે. ટમેટા, ગાજર, પાલક વગેરેને ભેળવીને બાળકને મિક્સ વેજ સૂપ આપવું જોઈએ. તેમાં કાળા મરી, આદુ અને લસણ વગેરે ઉમેરવાથી આ સૂપનો સ્વાદ વધશે. તેમજ તે શરીરને ગરમ રાખવામાં મદદ કરશે. સૂપ પીવાથી શ્વસન માર્ગમાં થતી અવરોધ પણ દૂર થશે. કારણ કે તેને ગરમ-ગરમ પીવાથી શરીરમાં તાજગી મળશે. આ સૂપ્નું સેવન કરવાથી શરીરમાં થતી પાણીની ઉણપ પણ દૂર થશે.

શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને ખાંસી જેવી સમસ્યાઓ આ ઋતુમાં સામાન્ય છે. તેનાથી બચવા માટે દરરોજ ગરમ સૂપ પીઓ. જો તમને ગળામાં કફ આવે છે, તો પછી સૂપમાં થોડી મરી ઉમેરો.

સૂપ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શારીરિક નબળાઇ દૂર કરે છે. આ સિવાય જો તમને તાવ આવે તો કોઈપણ સૂપ પીવો. આ તમને શક્તિ આપશે અને તાવ પણ દૂર થશે.

ભૂખ ન લાગે, તો દરરોજ 1 કપ વેજીટેબલ સૂપ પીઓ. આ ધીમે ધીમે તમારી ભૂખ વધારશે.સૂપમાં તમામ ખનિજો અને વિટામિન હોય છે, તેથી તેનું સેવન બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. શિયાળામાં પાણી ન પીવાને કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. પરંતુ સૂપનું દૈનિક સેવન શરીરને ડિહાઇડ્રેટ થવા દેશે નહીં, જે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે.

તે રોગોમાં પણ પીવામાં આવે છે કારણ કે તે સરળતાથી પાચન થાય છે. તે રોગથી ઝડપથી સારા થવામાં પણ મદદ કરે છે.સૂપનું સેવન તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે, પરંતુ વૃદ્ધ કે માંદા વ્યક્તિએ એવા સૂપ પીવા જોઈએ, જેમા પાચનમાં કોઈ સમસ્યા થતી નથી. બાળકોને શિયાળાની વેજીટેબલ સૂપ આપવા યોગ્ય છે. 5 વર્ષથી નાના બાળકો માટે, દરરોજ 50 મિલી સૂપ આપવું જોઈએ, જ્યારે તંદુરસ્ત વ્યક્તિ દરરોજ 200 થી 300 મિલી સૂપનું સેવન કરવું જોઇએ.

ટોમેટો સુપમાં વિટામીન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબુત રાખે છે. શરીરમાં લાઇકોપીનની કમીથી હાડકા પર સ્ટ્રેસ પડે છે. ટામેટામાં મોટાપ્રમાણમાં લાઇકોપીન હોય છે જે હાડકા માટે સારું છે.

સુપમાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ હોય છે, તેનાથી નર્વસ સિસ્ટમ ઠીક રહે છે અને મગજ પણ મજબુત રહે છે. મગજની તંદુરસ્તી માટે ટામેટા બેસ્ટ છે. સુપમાં વિટામીન એ અને સીની સારી એવી માત્રા હોય છે. વિટામીન એ, ટિશ્યુના વિકાસ માટે જરુરી છે. શરીરમાં રોજ 16 ટકા વિટામીન એ અને 20 ટકા વિટામીન સીની જરુર હોય છે અને ટોમેટો સુપ આ જરુરિયાતોને પુર્ણ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ટોમેટો સુપ જરુર લેવો જોઇએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં સહાયક હોય છે. ટામેટામાં સેલેનિયમ પણ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે અને તેનાથી એનિમિયાનો ખતરો પણ ઘટે છે.

Exit mobile version