Site icon Ayurvedam

100% ગેરેન્ટી માત્ર 3 દિવસમાં ઉધરસ,મસા અને ડાયાબિટીસ જડમૂળથી જીવનભર ગાયબ

આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. સુકા ધાણા ખાવાના  કયા કયા ફાયદા સંકળાયેલા છે તેની જાણકારી આ મુજબ છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. પાચનપ્રક્રિયામાં પહેલાથી જ ધાણા બહુ ઉપયોગી સાબિત થયા છે. સૂકા ધાણા ખાવાથી બાઈલ એસિડ બને છે. જે પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તેના સેવનથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

માસિક ધર્મ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનીજ અને વિટામિન ભરપૂર હોવાથી વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે.જો તમને થાઇરોડ ની સમસ્યા છે  તો ધાણા ના બીજ નું સેવન કરવું જોઈએ તેની અંદર રહેલ વિટામિન્સ, ખનીજ અને એન્ટીઓક્સીડેંટ મળી રહે છે જે થાઇરોડ ની સાથે તમારા શરીર ના હોર્મોન ને સંતુલન કરવામાં મદદ કરે છે.

ધાણા, જીરું, ફુદીનો, સિંધા નમક, કાળા મરી, દ્રાક્ષ, એલચી આ બધું સરખા પ્રમાણ માં લઇ ને ચટણી બનાવી ને તેમાં થોડો લીંબૂ નો રસ મિક્ષ કરી ને  ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે.તાવ માં વારંવાર તરસ લાગે છે, ત્યારે આખા ધાણા ને પાણી માં પલાળી, મસળી અને ગાળી ને તે પાણી માં મધ, દ્રાક્ષ અને સાકર નાખી ને પીવાથી તાવ માં લાગતી તરસ શાંત થાય છે.

સાકર અને ધાણા ને ભેગા કરી ને ચોખા ના ઓસામણ માં નાખી ને પીવડાવવાથી બાળકો ની ઉધરસ અને તેનો શ્વાસ મટે છે.ધાણા ને રાત્રે પાણી માં પલાળી રાખી, સવારે ગાળી ને તે પાણી પીવાથી અથવા કોથમીર નો રસ પીવાથી ઝાડા માં અને મસા માંથી પડતું લોહી બંધ થાય છે.ધાણા નું ચૂર્ણ અને સાકર દહીં માં મેળવી ને પીવાથી માદક પદાર્થો નું જોશ ઓછું થાય છે.

ધાણા ને જવ ના લોટ ની સાથે વાટી તેની પોટીસ બાંધવાથી ઘણા દિવસો નો સોજો ઉતરી જાય છે.આખા ધાણા એક ચમચી, એક ચમચી મધ, થોડીક હળદર અને એક ચમચી મુલતાની માટી આ બધુ મિક્ષ કરી ને ફેસપેક જેવું બનાવી ચહેરા પર લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.વાળ ખરવાની સમસ્યા હોય તો તમેં જે હેર ઓઈલ વાપરો છે તેમાં ધાણા નો પાવડર નાખી ને અઠવાડિયા માં બે વાર આ તેલ નાખવાથી ફાયદો થાય છે.

ધાણાનું પાણી તૈયાર કરવા માટે તમે ધાણા કચડી નાખો. પછી તેને પાણીમાં ઉકાળી નાખો. જ્યારે આ પાણી સારી રીતે ઉકળી જાય તો આ પાણીને ઠંડુ કરી ગાળી લો. આ પાણી ને આખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુઃખવો અને પાણી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.એક મુઠ્ઠી ધાણા ને રાત્રે પાણી માં પલાળી ને સવારે મસળી ને ગાળી ને આ પાણી પીવાથી, ડાયાબીટીસ, હૃદયરોગ માં ફાયદાકારક સાબિત થાય છે.

અનિયમિત માસિકધર્મ ની સમસ્યા માં ધાણા ખુબ જ ફાયદેમંદ છે. તમારે અડધા લીટર પાણી માં ૬ ગ્રામ જેટલા ધાણા નાખી ને પાણી ને ઉકાળો. જયારે પાણી અડધું રહે ત્યારે તેમાં એક ચમચી સાકર નાખી ને નવસેકું રહે ત્યારે પીવું. દિવસ માં ત્રણ વાર આ પાણી પીવું.

Exit mobile version