પ્રેગ્નેન્સી પછી સ્ટ્રેચ માર્ક્સ થવા સામાન્ય છે. જો તમારું પણ પેટ વધારે છે અને તમે પણ વજન ઓછુ કર્યુ છે તમને સ્ટ્રેચ માર્ક્સ થઇ શકે છે. ઝરિન ખાને બોલ્ડલી સ્વીકાર્યુ કે આ સ્ટ્રેચ માર્ક્સ છે, એક્ટ્રેસની સપોર્ટ માટે ફેન્સ અને સેલિબ્રેટીઝ આગળ આવ્યા. આમ તો સ્ટ્રેચ માર્ક્સ થવા નેચરલ છે, જો તમે પણ વજન ઉતારવા માંગો છો તો તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઇએ, જેનાથી વજન ઉતાર્યા પછી સ્ટ્રેચ માર્ક્સ ના દેખાય. સ્ટ્રેચ માર્ક્સ સ્ત્રી અને પુરુષો બંનેને હોય છે. મોટેભાગે સ્ટ્રેચ માર્ક્સ પેટ, કમર, સ્તન, જાંઘ અને બટ પર હોય છે. આ સ્ટ્રેચ માર્ક્સને તમે ઘરેલૂ ઉપાયથી દૂર કરી શકો છો.
મધ એન્ટીસ્પેટિક છે અને સ્ટેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને મોઇશ્ચરાઇઝરના ગુણ છે અને તે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. મધ, મીઠું અને ગ્લિસરિનને મિક્સ કરીને એક સ્ક્રબ બનાવો અને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તે સૂકાઇ જાય પછી તેણે હુંફાળા પાણીથી ધોઇ લો. તમે કાપડ પર મધ લગાવી તેને સ્ટ્રેચ માર્ક્સવાળા ભાગ પર લગાવી શકો છો. કપડૂ સૂકાઇ જાય પછી તે ભાગને હુંફાળા પાણીથી ધૂઓ.
લીંબુનો રસ સ્કિનને ગોરી બનાવે છે. સ્ટ્રેચ માર્ક્સને કારણે સ્કીનનો કલર બદલાઇ જાય છે. લીંબુમાં રહેલા એસિડિટ તત્વોને કારણે સ્ટ્રેચમાર્ક લાઇટ થઇ જાય છે અને પહેલી નજરે દેખાતા નથી. લીંબુની સ્લાઇસ કરીને સ્ટ્રેચમાર્કવાળી જગ્યા પર લાગવી દો. 10 મિનિટ રહેવા દો અને હુંફાળા પાણીથી ધોઇ નાંખો. જલ્દીથી પરિણામ મળે તે માટે આ ઉપાય રોજ કરો.
બટાકાનો રસ સ્કીન પરથી ડાઘા અને કાર્ડ સ્પોટ ઘટાડવામાં અને સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. તેમાં પોલિફેનાલ, કારોટેનોઈડ્સ, ફાઈટોકેમિકલ્સ હોય છે જેને કારણે સ્કિનના ટેક્સચરમાં સુધારો થાય છે અને સ્ટ્રેચમાર્ક ઘટી જાય છે. આ માટે બટેકાના 2 ભાગમાં સુધારો અને સ્ટ્રેચમાર્ક પર ઘસો. જ્યુસને સ્કીનમાં શોષાવા દો અને સૂકાઇ જાય પછી હૂંફાળા પાણીમાં ધૂઓ. થોડા દિવસ આ ઉપાય કરવાથી ચોક્કસથી રિઝલ્ટ મળશે.
સ્ટ્રેચ માર્ક માટે સૌથી સારી ટ્રીટમેન્ટ એટલે એસેન્શિયલ ઓઇલ્સ. ઓલિવ ઓઇલ, વિટામિન E, એરંડિયુ, કોપરેલુ, બદામનું તેલ વગેરે સ્ટ્રેચમાર્ક હટાવવામાં મદદ કરે છે. પ્રેગનેન્સી દરમિયાન આ તેલ લગાવવામાં આવે તો ઘણા ઓછા સ્ટ્રેચમાર્ક્સ આવે છે. આ ઓઇલથી સ્ટ્રેચમાર્ક વાળા ભાગ પર જો મસાજ કરવામાં આવે તો તેને સ્કિનમાં શોષવા દો. રોજ ઉપયોગ કરશો તો જરૂરથી પરિણામ મળશે. એક કરતા વધારે ઓઇલનું મિશ્રણ કરો જેથી તમારી સ્કિનને બધાને લાભ મળશે.
એલો વેરા જેલ સ્ટ્રેચ માર્કસ માટે અત્યંત લાભદાયી છે. આનાથી માર્કસ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. પછી સ્કીન પરથી એકદમ ગાયબ થઈ જાય છે. એલોવેરા જેલ બનાવવા માટે તમે એક કપ ઓલિવ આઈલ, 10 વિટામીન ઇ ના કેપ્સૂલ અને 5 વિટામીન એ ની કેપ્સુલ જરૂરી છે. આ બધાને ભેગા કરી એક પેસ્ટ બનાવો આ પેસ્ટને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. પેસ્ટને સ્કિન પર ત્યાં સુધી રાખી મુકો જ્યાં સુધી સ્ટ્રેચ માર્કસ પેસ્ટને શોષી ન લે.
ખીરાનો રસ પણ સ્ટ્રેચ માર્કસ માટે અત્યંત લાભદાયી છે. સ્ટ્રેચ માર્કસમાંથી શીઘ્રતાથી છુટકારો મેળવવા ખીરાના રસમાં લીંબુ રસના ટીપા મિક્સ કરી આ પેસ્ટ બનાવો અને તેને ત્વચા પર જ્યાં સ્ટ્રેચ માર્કસ હોય ત્યાં ઘસો .પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો.
ઈંડાનો સફેદ ભાગ સ્ટ્રેચ માર્કસ પર લગાવો અને સૂકાય જતા ધોઈ લો. આ સ્ટ્રેચ માર્કસને આછા કરી દે છે. ઈંડાના સફેદ ભાગમાં એમિનો એસિડ અને પ્રોટીન હોય છે. આથી સ્ટ્રેચ માર્કસ જલ્દી દૂર કરે છે. સ્ટ્રેચ માર્કસમાંથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે વિટામીન ઇ તેલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન ઇ ની ગોળીઓ ખાઈ શકો છો.
સૌપ્રથમ એક ચમચી કોફી લો અને તેને બારીક રીતે ખાંડી નાખો.ત્યારબાદ આ કોફીના બારીક પાવડર મા અડધી ચમચી બદામ નો પાઉડર અને ૩ ચમચી નારિયેળ નુ તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને ૧૦ મિનિટ માટે સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર યોગ્ય રીતે લગાવી દો.સપ્તાહમા બે વખત આવુ કરવાથી તમને શરીર પરના સ્ટ્રેચ માર્ક્સ થી જરૂર ફરક જોવા મળશે.
સ્ટ્રેચ માર્ક્સના નિશાન દુર કરવા માટે જૈતુનનુ તેલ, લીંબુ અને કોફીનો પણ ઉપયોગ કરી શકાય છે.એક ચમચી ખાંડેલી કોફીમા એક ચમચી જૈતુનનુ તેલ, અડધી ચમચી લીંબુનો રસ મિશ્ર કરી લો.હવે આ પેસ્ટને ૨૦ મિનિટ લગાવ્યા પછી નવશેકા ગરમ પાણીથી ધોઇ નાખો.નિયમિત આ ઉપાય કરવાથી થોડાક મહીનામા જ જરૂર ફરક જોવા મળશે.
રાત્રે સૂતી વખતે ટ્રિટીનોઈન 0.025% વાળું ક્રીમ અને બાયો ઓઈલના મિશ્રણને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. ફરક નજરે પડવામાં કદાચ બે-ચાર મહિના જેટલો સમય લાગશે. આ ઉપાય ત્યારે જ કારગત નીવડશે જો તમારા સ્ટ્રેચ માર્ક્સ છેલ્લા છ મહિના દરમિયાન જ ઉભર્યા હોય. જૂના સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે તમારે લેસર ટ્રીટમેન્ટના આઠથી દસ સેશન્સની જરૂર પડશે, જેનાથી સ્ટ્રેચ માર્ક્સ 60% થી 70% જેટલાં ઓછા થશે.