Site icon Ayurvedam

લોટમાં મિક્સ કરો આ એક વસ્તુ અને રહો ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા 50થી વધુ બીમારીઓથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાના કારણે તે પોષણયુક્ત વધુ હોય છે. પ્રોટીનની સાથે સાથે તેમાં વિટામીન અને ખનીજ અને વિટામીન ‘બિ’ કોમ્પ્લેક્ષ અને વિટામીન ‘ઈ’ વધુ પ્રમાણમાં હોય છે, જે શરીર નિર્માણ માટે જરૂરી એમીનો એસીડ પૂરું પાડે છે.

સોયાબીન પ્રોટીન અને આઈસોફ્લેબોસથી ભરપુર આહારનું સેવન રજોનિવૃત મહિલાઓમાં હાડકાને નબળા હોવા અને હાડકાના ક્ષારણ સાથે જોડાયેલ બીમારી ઓસ્ટીયોપોરોસીસના ભયથી બચાવી શકે છે. સોયાબીન ખાદ્ય ઉત્પાદનોમાં આઈસોફ્લેવોસ નામનું રસાયણ હોય છે, જે સંરચનામાં ઈસ્ટ્રોજન હાર્મોન જેવા હોય છે. અને મહિલાઓના ઓસ્ટીયોપોરોસીસના ભયથી બચાવી શકે છે.

માત્ર સોયાબીન લેતી મહિલાઓની સરખામણીમાં આઈસોફ્લેવોસ સાથે સોયા લેતી મહિલાઓમાં હ્રદય રોગનો ભય પણ ઓછો જોવા મળેલો. સોયાબીનમાં ફોસ્ફરસ એટલુ હોય છે કે તે મસ્તિક અને જ્ઞાન તંતુઓની બીમારી, જેવી કે મીર્ગી, હિસ્ટીરિયા, યાદશક્તિની નબળાઈ, સુકા રોગ, અને ફેફસા સબંધી બીમારીઓમાં ઉત્તમ પથ્યનું કામ કરે છે.

સોયાબીનના લોટમાં લેસીથીન નામનો એક પદાર્થ તપેકિન અને જ્ઞાન તંતુની બીમારીમાં ઘણો ફાયદો પહોચાડે છે. ભારતમાં જે લોકો ગરીબ છે. કે જે લોકો મચ્છી વગેરે નથી ખાઈ શકતા, તેમના માટે આ મુખ્ય ફાસ્ફોરસ આપતો ખાદ્યપદાર્થ છે.

સોયાબીન માં ૨૦ થી ૨૨ ટકા ચરબી જોવા મેળે છે. સોયાબીનની ચરબીમાં લગભગ ૮૫ ટકા અસન્તૃપ્ત ચરબી અમ્લ હોય છે, જે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. તેમાં ‘લેસીથીન’ નામનું પદાર્થ હોય છે, જે હ્રદયની નળીઓ માટે જરૂરી છે. તે કોલેસ્ટ્રોલને હ્રદયની નળીઓમાં જમવાથી અટકાવે છે.

તે લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. ખાસ કરીને હ્રદયના રોગોમાં લોહીમાં અમુક પ્રકારની ચરબી વધી જાય છે, જેને ટ્રાયગ્લીસરોઇડસ, કોલેસ્ટ્રોલ અને એલડીએલ, જો કે ફાયદાકારક ચરબી એટલે એચડીએલ ઓછી થઇ જાય છે.

રોજ ઓછા મીઠામાં શેકેલ અડધો કપ તેનું ૮ અઠવાડિયા સુધી સેવન કરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી પણ નાખી શકાય છે. માત્ર અડધો કપ રોસ્ટેડ સોયાબીન ખાવાથી મહિલાઓનું ૧૦ ટકા સીસ્ટોલિક પ્રેશર, ૭ ટકા ડાયસ્ટોલિક અને સામાન્ય મહિલાઓના ૩ ટકા બ્લડપ્રેશર ઓછું થઇ જાય છે. તો પણ સોયાબીનને ૮ થી ૧૨ કલાક પાણીમાં પલાળીને રાખી દો અને સવારે જ ગરમ કરીને ખાવ.

પ્રોટીન શરીરના વિકાસ માટે જરૂરી છે. ત્વચા, માંસપેશીઓ, નખ, વાળ વગેરેની રચના પ્રોટીનથી થાય છે. તે ઉપરાંત મસ્તિક, હ્રદય, ફેફસા વગેરે મનુષ્યના શરીરના આંતરિક અંગોની રચનામાં પ્રોટીનનો સ્ત્રોત સોયાબીન, અંકુરિત ઘઉં, બીનોલનો લોટ, ચણા, મસુર, વટાણા, સેમ અને જુદા જુદા પ્રકારની દાળ, મગફળી વગેરેમાં છે.

સોયાબીન હાડકા સાથે જોડાયેલ રોગ જેવા કે નબળાઈને દુર કરે છે. તે અપનાવીને આપણે વ્યસ્ત જીવન પસાર કરી શકીએ છીએ. હાડકા ક્ષારતા એક એવો રોગ છે જેમાં હાડકા નબળા થઇ જાય છે અને તેમાં ફેકચર થઇ જાય છે. હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઇ જાય છે.  તેની છાશ પીવાથી પેટની જીવાત મરી જાય છે.

સોયાબીન મોટા ભારે ભરખમ શરીર વાળાના મધુમેહ (ડાયાબીટીસ) વાળા લોકો માટે ઉત્તમ પથ્ય છે. સોયા લોટની રોટલી ઉત્તમ આહાર છે. સોયાની રોટલી ખાવા તથા દૂધ પીવાથી ગઠીયા (સાંધાનો દુ:ખાવો) રોગ દુર થાય છે. દૂધ પીવરાવતી સ્ત્રીઓ જો સોયા દૂધ (સોયાબીનનું દૂધ) પીવી તો બાળકને પીવરાવવા માટે તેમના સ્તનમાં દૂધનું પ્રમાણ વધી જાય છે.

તેનું રોજ સેવન કરવાથી મધુમેહ (ડાયાબીટીસ) ના રોગીનો મૂત્રરોગ (વારંવાર પેશાબ આવવાનો રોગ) ઠીક થઇ જાય છે. સોયાબીન અથવા સોયાબીનથી બનેલા ખાદ્ય પદાર્થોમાં આઈસોફ્લેવોન નામનું ફાઈટોરસાયણ ઉપસ્થિત થાય છે. આ રસાયણ જુદા જુદા મહત્વ જોવા મળે છે. તે શરીરમાં કેન્સરનું પ્રતિકારકનું કાર્ય પણ કરે છે. ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરમાં.

મહિલાઓમાં ૪૫ થી ૫૦ વર્ષની ઉંમર પછી રજોનિવૃત્તિ (મોનીપોજ) ની તકલીફ શરુ થઇ જાય છે. જેના લક્ષણ છે એકદમથી રાત્રે પરસેવો આવવો, ચીડિયાપણું બની જવું, મોઢાનું લાલ કે ગરમ થઇ જવું વગેરે. પચાસ ગ્રામ સોયાબીન રોજની ગણતરીએ ઉપયોગમાં લેવાથી મહિલાઓ આ તકલીફમાં ઘણે અંશે ઓછી કરી શકે છે.

સોયાબીનમાં કેલ્શિયમ અને લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેને લીધે આ મહિલાઓ માટે ખુબ ઉપયોગી છે. ગાય અને ભેંશના દુધમાં લોહ ન બરોબર મળી આવે છે. સોયાબીનનું સેવન તે મહિલાઓ માટે ઘણું સારું છે, જેઓ એનીમિયા (હોમોગ્લોબીન ની ઉણપ) કે ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા થવા) નામની બીમારીઓથી પીડિત હોય છે.

Exit mobile version