સોપારી નો ઉપયોગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. ઘણા લોકો સોપારીએ ને સ્વાસ્થય માટે હાનીકારક માને છે. પરંતુ તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે. ડાયાબિટીસ વાળા લોકોનું મોં વારંવાર સુકાઈ જતું હોય છે અને ઉપર ચીરા પડી જતા હોય છે . એ લોકોની જ્યારે પણ મોં સુકાઈ જતું હોય છે ત્યારે એક સોપારી નો ટુકડો રાખવો જેથી તમારે મોઢું જલ્દી સુકાય નહીં કારણકે સોપારીની ચાવવાથી વધારે માત્રામાં મો માં લાળ ઉત્પન્ન થાય છે
સોપારી મા એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે એટલા માટે સોપારીને બાળી ને તેનો પાવડર બનાવી લો પછી રોજ તેને દંતમંજન તરીકે ઉપયોગ કરવાથી દાંતના રોગોથી બચી શકાય છે અને તમારા દાંત પણ સફેદ રહેશે. સોપારીનું કાવો બનાવીને અથવા સોપારીનો પાવડરને આપણા શરીર પર કોઈ જગ્યા પર ચોટ લાગી હોય ત્યાં લગાવી લો તો લોહી નીકળવાનું બંધ થઈ જશે અને થોડા જ દિવસોમાં ખાવ રુજવા લાગશે .
સોપારી ખાવામાં આવે તો તણાવ પણ ઓછો થાય છે . તેનાથી ડિપ્રેશનની બીમારીથી દૂર રહી શકશો .સોપારીમાં એન્ટીઓક્સિડેન્ટ શૈલ પદાર્થ હોય છે જેનાથી આપણું શરીર બીમારીઓથી દૂર રહે છે. હાઈ બ્લડપ્રેશર લોકોને સોપારી ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે . મગજની બીમારી વાળા લોકો પણ સોપારી ખાવી એ ફાયદાકારક છે સોપારી ખાવાથી મગજની અમુક બીમારીઓ ના લક્ષણો દૂર રહે છે .
સોપારી આયુર્વેદમાં અનેક પેટના રોગો જેવા કે ગેસ , સોજો ,કબજિયાત ,પેટના કિડા વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે . સોપારી માં કાર્બોહાડ્રેડ ,ફેટ અને પ્રોટીન ની સાથે જ મિનરલ્સ પણ હોય છે. સોપારી નો ઉપયોગ ઘણી બીમારી મા કરવામા આવે છે. દાતોની પીળાશ દૂર કરી દાંત ચમકાવવા માટે : 3 સોપારીને શેકી લો પછી શેકેલી સોપારીને પીસીને પાવડર બનાવી લો આ પાવડરમાં લીંબુના રસના પાંચ ટીપા નાખો અને એક ગ્રામ કાળું મીઠું મિક્સ કરો રોજ દિવસમાં બે વાર આ મિશ્રણથી પોતાના દાંતની સફાઈ કરો .
એક અઠવાડિયામાં દાત ચમકવા લાગશે સુપારી પચવામાં મારે ઠંડી રોક્સ મને અને તુરી હોય છે. જૂની અને પાકેલી સોપારી કફ અને પિત્ત દુર કરે છે કામોત્તેજક તેમજ પેશાબની વિકૃતિમાં લાભકારક છે શેકેલી સોપારી ત્રણેય દોષ દૂર કરે છે . ચીકણી સોપારી નું દોઢ ગ્રામ ચૂર્ણ સવારે મીઠા મા લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે.સોપારી ના ચુર્ણ વડે પકાવેલા તેલની માલિસ કરવાથી કટીવાત મટે છે.
ખાવામાં સોપારીની માત્રા ½ થી 1 ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમિ રોગમાં થોડી વધુ લઈ શકાય છે.કૃમિ થયાં હોય તો સોપારી નો ભૂકો ગરમ પાણી સાથે દિવસ મા ત્રણ ચાર વાર લેવો .ધ્યાન રાખવું વધુ પડતી સોપારી પણ ન ખાવી જોઈએ. ડાયાબિટીસમાં-ડાયાબિટસને કારણે અનેક લોકો વારંવાર મુખ સુકાય જાય છે.જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સુકાઈ જાય ત્યારે સોપારી નો એક ટુકડો મુખ મા રાખો .
એવા લોકો ને આ સ્થિતિ થી બચવા માટે સોપારી ખૂબ મદદ કરે છે. કારણકે ચાવવાથી મોટી માત્રામાં સ્લઈવા બહાર આવે છે. દાંતને સડાથી બચાવવા માટે -સોપારી મા એન્ટી – બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને કારણે તેનો ઉપયોગ દાંત નો સડો રોકવા માટે પણ મંજન ના રૂપમાં કરવામાં આવે છે. દાંતમાં કીડા થઈ ગયા હોય ત્યારે સોપારીને બાળીને તેનું મંજન બનાવી લો.
રોજ તેનાથી મંજન કરો ફાયદો થશે. હાઈ બ્લડ પ્રેશર-સોપારી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. સોપારી મા રહેલ તત્વ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં ઉપયોગી છે.ડિપ્રેશન દૂર થાય છે-સોપારી ખાવાથી તંત્રિકા તંત્ર ઉત્તેજિત થાય છે.સોપારી ચાવવાથી તણાવ મહેસૂસ થતો નથી . ઘા ભરી દે છે-સોપારી નો ઉકાળો બનાવી ને ઘાવ ઉપર લગાવો .તેનું બારીક ચૂર્ણ બનાવી ને લગાવવાથી પણ લોહી આવવાનું બંધ થાય છે.
થોડીવાર મા ઘાવ પણ રૂજવા લાગે છે. સ્કીન પ્રોબ્લેમ રામબાણ છે – સોપારી સ્કીન પ્રોબ્લેમ ને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે.દાદર , ખુજલી ,ખાજ ,અને ચકામા થાય ત્યારે સોપારી ને પાણી ની સાથે ઘસી ને લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ જ વધુ ખંજવાળ આવી રહી હોય તો સોપારી ની રાખને તલના તેલમાં મેળવી ને લગાવવાથી લાભ થાય છે.