Site icon Ayurvedam

શું તમે પણ આ આયુર્વેદિક નિયમો નું ઉલ્લંઘન કરી ને અનેક બીમારીઓ ને નોતરી તો નથી કરી રહ્યા ને ? ? ?

આજે અહી આપણે કેટલાક જીવન માં અપનવવા જેવા સોનેરી સૂત્રો જોશું. જીવન માં થતાં બધા રોગ નું સમાધાન દવા લેવાથી નથી થતું. અમુક રોગો અહી દર્શાવ્યા મુજબ ના સૂત્રો નું પાલન કરવાથી પણ માટી જાય છે. ડોક્ટર બધા દર્દી ઓ માટે અલગ અલગ દવા લખી આપે છે. પરંતુ આજે તમે જે વાંચવા જય રહ્યા છો એ બધા પ્રકાર ના દર્દીઓ માટે અને તમામ પ્રકાર ના રોગો થી બચવા માં અને ઉગારવા માં વધતાં ઓછા પ્રમાણ માં મદદ કરશે.

તો ચાલો આપણે જોઈએ જીવન માં આપનવવા જેવા સોનેરી સૂત્રો:

દિવસ દરમિયાન ઓછા માં ઓછા ત્રણ વ્યક્તિ ના ચહેરા પર સ્મિત લાવવા માટે તમે જવાબદાર બનો. મનગમતા કે અજાણ્યા કોઈ પણ વ્યક્તિ નો ખુશ ચહેરો જોઈ ને તમને મજા આવશે. અન્ય લોકો ની ચર્ચા નિંદા-કુથલીમાં સમય ન બગાડો. ભૂતકાળ માં શું થઇ ગયું છે એ ભૂલી જાય. વર્તમાનકાળ નો સંપૂર્ણ આનંદ લો.

દરેક દલીલ સામે તમે જીતી શકવાના નથી એટલે મતભેદ સ્વીકારી લો. બીજા સાથે બધી વસ્તુ ની સરખામણી કરવાનું છોડો, કારણ કે તમારા સુખનું કારણ ફક્ત તમે છો. દરેકને સ્મિત સહ માફી આપો. જતું કરવાની ટેવ પાડો. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.તમને ગમતી જિંદગી જીવો. જો ગામ શું વિચારે છે એ જોવા રેશો તો જિંદગી માણવાની રહી જશે.

ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર. માંદા પડો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે. માટે મિત્રોના સંપર્કમાં રહો. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે. ઉત્તમ હજી આવવાનું બાકી છે માટે દરરોજ સવારે ઊઠીને ઈશ્વરનો આભાર દરરોજ દસથી ત્રીસ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ.

દરરોજ સાત કલાક ઊંધો અને રોજ ઓછામાં ઓછી દસ મિનિટ માટે એકાંતમાં બેસો. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.પુષ્કળ પાણી પીઓ. જોશ, ઉત્સાહ અને કરૂણા- આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

સિત્તેર થી વધારે ઉંમરના વૃધ્ય અને સાતથી ઓછી ઉંમરના બાળકો સાથે રોજ થોડો સમય જરૂર ગાળો.જાગતાં સપનાં જુઓ. આ  બધા સોનેરી વિચારો જડીબુટ્ટી સમાન છે તો તેનું કાયમ સેવન કરો અને મનથી સદા કાળ માટે યુવાન રહો!

Exit mobile version