Site icon Ayurvedam

ચામડી અને વાળને લગતી તમામ સમસ્યાઓમાં મોંઘા-મોંઘા ખર્ચાઓ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનો ઉપયોગ, જરૂર જણી લ્યો ઉપયોગ કરવાની રીત

સંતરા ની સાથે સંતરાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણા લોકો સંતરાનો જ્યૂસ નીકાળ્યા પછી તેની છાલને ફેંકી દે છે. પરંતુ સંતરાની છાલમાં પણ ઘણું પોષણ હોય છે. સંતરાની છાલ પણ સેહતમંદ હોય છે. તેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી સંતરાની છાલ રાહત અપાવે છે.

સંતરાની છાલને ઘસીને કે પીસીને સલાડ, ડ્રેસિંગ કે બીજી કોઇપણ રેસિપીમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેના ઉપરાંત તમે સંતરાની છાલને પાણીમાં ઉકાળીને ચાની જેમ પણ પી શકો છો. સંતરાની છાલનો પાવડર ચહેરા પર રહેલી બધીજ ગંદકીને દૂર કરી શકે છે. સંતરાની છાલના પાવડરમાં થોડું ગુલાબજળ લગાવી તેને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની દરેક પ્રકારની ગંદકી સાફ થાય છે અને ચહેરો ખીલી ઉઠે છે.

મોટાપા થી હેરાન છો તો તમારે સંતરા થી વધારે તેની છાલનો ઉપયોગ કરવો જોઈએ. સંતરાની છાલનું સેવન કરવાથી ડાસ્ટોલિક બ્લડ પ્રેશરમાં કમી આવી જાય છે. એટલા માટે મોટા લોકોએ સંતરાની છાલનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.

પાચન તંત્ર અને મેટાબોલિજ્મ માટે પણ સંતરાની છાલ ફાયદાકારક હોય છે. તેનાથી વજન પણ ઘટે છે. તો જો તમે વજન ઘટાડવા વિશે વિચારી રહ્યા છો તો તમારે સંતરાની છાલને પોતાના ડાયેટમાં જરૂર શામેલ કરવી જોઈએ. સંતરામાં વિટામીન સી રહેલું છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શ્વસન સંબંધી રોગો જેવા કે શરદી, ઉધરસ, બ્રોકાઈટીશ, તાવ, અસ્થમાં અને ફેફસાનું કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રો વિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે. અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

સંતરા ની છાલ માં વિટામીન સી અને બાયોફ્લેવેનોઈડ જેવા તત્વો રહેલા હોય છે. તેનાથી માથાના તાળવાનું લોહી પરિભ્રમણ વધે છે. તેના કારણે તે વાળ ખરતા અટકાવે છે અને વધુ મજબૂત બનાવે છે. તેના માટે તેનો પાઉડર, મધ અને દૂધ ભેળવીને તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે વાળમાં લગાવી રાખવું અને પછી તેને સાદા પાણીથી અને ઓછા શેમ્પુથી ધોઈ લેવું.

સંતરાની સંતરા ની છાલ ને હાથ પગ પર ઘસવાથી સ્કિન તો મુલાયમ થશે જ અને મચ્છર પણ નહીં કરડે. નાના બાળકો ને ચોક્કસ થી કરવા જેવો આ ઉપાય છે. મોમાં થી દુર્ગંધ આવતી હોય તો સંતરાની તાજી છાલ થોડી લઇ ને ચાવી લો. વાસ જતી રહશે.

છાલમાં રહેલ ગુણ કેન્સરની કોશિકાઓની વૃદ્ધિ તેમજ વિભાજન થતું અટકાવે છે. જે કણ સ્વસ્થ કોશિકાઓમાંથી ઓક્સીજન ચોરી લે છે તેની સામે લડવાની ક્ષમતા આપે છે. માથું દુખવા નો પ્રોબ્લેમ હોય તો સંતરાની તાજી છાલ સૂંઘી લો માથું દુખતું બંધ થઈ જશે. આ એક એરોમાં થેરેપી છે. જેનાથી તમારી ચિંતા અને તાણ પણ દૂર થાય છે.

વાળમાં રહેલ ખોડો દૂર કરવો હોય તો તેના માટે તેનાં પાઉડરને આખી રાત માટે પાણીમાં પલાળી રાખવું. તેને સવારે વાળના મૂળમાં લગાવવું. તેને અડધી કલાક માટે રાખી મુકાવું અને તેને સરખી રીતે ધોઈ લેવું. તેની છાલમાં બધા એન્ટી કોલેસ્ટ્રોલ ગુણ રહેલા હોય છે. તે આપણા શરીરમાં થી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કરવા માટે મદદ કરે છે. તેથી તમારે આહારમાં સંતરાની છાલનું સેવન કરવું જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે.

દાંત પીળા પડી ગયા હોય તેના માટે પણ આ ઉપયોગી છે. તેના માટે સંતરાની અંદરનો જે ભાગ રહેલો છે તેને દાંત પર ઘસવું અથવા તેના પાઉડરને લેપ બનાવીને તેને દાંત પર પર ઘસી શકાય છે. તેનાથી દાંતને સેન્સિટીવીટી થી પણ રક્ષણ આપે છે. આ સિવાય તમે આનો ઉપયોગ સફાઈ કરવા માટે પણ કરી શકો છો. તેનો પાઉડર છાંટવાથી કીડા, મકોડા અને માખીને દૂર રાખી શકાય છે.

સંતરા ની છાલ ને ચાર પાંચ દિવસ તડકા માં સુકવી ને એકદમ સખત થઇ સુકાઈ જાય ત્યારે એને મિક્સર માં નાખી ને પાવડર કરી લો હવે જ્યારે ફેસિયલ કરો ત્યારે આનો ઉપયોગ કરવો.   સંતરા ની છાલ ને પાવડર કર્યા સિવાય ઉપયોગ કરવા માંગતા હોય તો છોતરા ને સુકવ્યા સિવાય એને પાણી માં ઉકાળી ને તે પાણી કે જ્યુસ સાથે પીવાથી માઈગ્રેન માં રાહત મળે છે, હાડકા મજબૂત કરે છે અને તે વજન ઓછું કરવા માં પણ મદદ કરે છે.

Exit mobile version