Site icon Ayurvedam

જો તમે પણ સીજેરિયનથી બચીને નોર્મલ ડિલિવરી કરવા ઇચ્છો છો, તો જરૂર અપનાવો આયુર્વેદ મુજબના આ ઉપાય

પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલા એવું જ ઈચ્છતી હોય છે કે તેની ડિલિવરી નોર્મલ થાય. પરંતુ ક્યારેક મહિલા અને બાળકના સ્વાસ્થ્યને જોઇને સિઝેરીયન ડિલિવરી કરવાની ડોક્ટરને ફરજ પડે છે.

ક્યારેક એવું પણ બને છે કે ખુદ મહિલા જ ડોક્ટરને સિઝર કરવાનું કહી દે છે કારણકે તે મહિલા દુખાવો સહન કરવા માંગતી ના હોય. અત્યારની લાઇફ સ્ટાઇલ જોતા પણ લગભગ વધારે પડતી મહિલાઓ સિઝર ડિલિવરી જ કરાવે છે.

સિઝેરીયન ડિલિવરી કરવા માટે મહિલાના પેટ પર ચિરો મુકીને બાળકને ગર્ભાશય માંથી બહાર કાઢવામાં આવે છે. નોર્મલ ડિલિવરી માં મહિલાને ૨૪ કલાકમાં હોસ્પિટલ માંથી રજા મળી જતી હોય છે. પરંતુ સિઝેરીયન ડિલિવરીમાં મહિલાને ઓછામાં ઓછાં ૪ થી ૫ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે.

ગર્ભવતી મહિલા નું બ્લડ પ્રેશર વધવાને કારણે અથવા તો દૌરા પડવાની સ્થિતિમાં સીઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે. જો આ સ્થિતિમાં નોર્મલ ડિલિવરી કરવામાં આવે તો મગજની નસ ફાટી શકે છે અથવા તો લીવર અને કિડની પણ ખરાબ થવાની શક્યતા રહેલી હોય છે.

નાના કદવાળી મહિલાનું નીતંબનું હાડકું નાનું હોવાના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ ખુબ જ ઓછા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે દવાઓના લીધે બચ્ચે દાનીનું મોઢું નથી ખુલી શકતું જેના લીધે પણ સર્જરી કરવામાં આવે છે.

વધારે પડતું લોહી નીકળી જવા પર પણ સિઝેરીયન ડિલિવરી કરવી પડતી હોય છે. બાળકના ધબકારા ઓછા હોવાના લીધે અથવા તો ગર્ભનાળ બાળકમાં વીંટળાયેલા હોવાથી, બાળક આડું કે ઊંધું થઈ જવાથી, કમજોરી અથવા લોહી ઓછું હોવા ના લીધે પણ ઓપરેશન કરવું પડે છે. જ્યારે સિઝર માં ડિલિવરી સમયે કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી. જો કે ડિલિવરી થઈ ગયાના થોડા સમય બાદ દુખાવો થાય છે પરંતુ તેની દુખાવાની દવા લેવાથી થોડા સમયમાં જ દુખાવો બંધ થઈ જાય છે.

ગર્ભવતિ સ્ત્રીઓ માટે આરામ જરૂરી છે પણ તેનો અર્થ તમારા કામથી દૂર ન ભાગવુ જોઈએ. કોશિશ કરો કે તમે ઓફિસ અને ઘરના કામ નોર્મલ રીતે જ કરો.  પગપાળા ચાલવુ અને વોક કરવી તમારા માટે સારુ રહેશે. રોજ થોડી વાર ચાલવાની ટેવ પાડો.

બાળકને જન્મ આપતી વખતે તમને ખૂબ પીડા સહન કરવી પડતી હોય છે અને આ સહેલુ નથી હોતુ. જો તમે કમજોર છો અને તમારામાં લોહીની કમી છે તો તે ખૂબ મુશ્કેલ હશે. તેથી તમારા સ્વાસ્થ્યનુ પુરેપુરુ ધ્યાન રાખો જેથી તમને એ સમયે ઓછામાં ઓછી તકલીફ પડે.

નોર્મલ ડિલીવરીમાં તમારા શરીરમાં બે થી ચાર સો એમ.એલ બ્લડ જાય છે. તેથી તાકત અને પોષણ માટે ખાવામાં વધુ પોષક તત્વ ખાવ. પ્રેગનેંસીમાં આયરન અને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. તેથી જેટલુ પણ બની શકે તમારા ખોરાકમાં તેનો સમાવેશ જરૂર કરો.

તમારા ગર્ભાશયમાં શિશુ એક તરલ પદાર્થથી ભરેલી થેલી એમનિયોટિક ફ્લયૂડમાં રહે છે. જેનાથી બાળકને ઉર્જા મળે છે.  તેથી તમારે માટે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવુ ખૂબ જરૂરી છે.  તેનાથી તમારા શરીરમાં પાણીની કમી નહી રહે.

જો તમે પ્રેગનેટ થતા પહેલા જ રોજ એક્સસસાઈઝ કરતા આવ્યા છો તો નોર્મલ ડિલીવરી થવાના ચાંસ વધી જાય છે.  ગર્ભાવસ્થા દરમિયાન તમે કોઈ ફિટનેસ એક્સપર્ટની સલાહ લઈને જ સીમિત માત્રામાં યોગા વગેરે કરો.  તેનાથી તમે ફિટ રહેશો અને ડિલીવરી નોર્મલ થશે.

Exit mobile version