લીંબુ એ એવી વસ્તુ છે. જે દરેકના રસોડા માંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે. અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીર માં બીજાં ઘણાં ફાયદા સાબિત થઈ શકે છે.
લીંબુના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. લીંબુના રસમાં ઘણા પોષક તત્વો અને વિટામિન રહેલા હોય છે. લીંબુ ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને બીટા કેરોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. ઘણા લોકો જાણતા હશે કે લીંબુ ફ્રિઝમાંથી ખરાબ ગંધને શોષી લે છે, નખને મજબૂત બનાવે છે.
આજકાલ લોકોના ભાગદોડ જીવનને કારણે માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની રહી છે. અને જો તમે પણ આ સમસ્યાથી પીડિત છો, તો તમારે સૂતી વખતે પલંગ પર લીંબુનો નાનો ટુકડો રાખવો તેનાથી તમને માથા ના દુખાવા માં રાહત મળે છે. જો તમે તણાવથી પીડિત છો અને દિવસભર સૂતા પહેલા તમારા માટે વધુ સારો સમય શોધી શકતા નથી? આ સમસ્યાને કારણે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર પડે છે, એની માટે પલંગ પાસે લીંબુના થોડા ટુકડા રાખવા અને ઊંડા શ્વાસ લેવાથી તમને સરળતાથી ઊંઘ આવી જશે, કારણ કે આ ફળ મગજને આરામ આપે છે. લીંબુની સુગંધ મનને શાંત કરશે અને તમને ઊંઘવામાં મદદ કરશે. લીંબુમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ મગજને શાંત કરે છે. અને ઊંઘમાં મદદ કરે છે.
જે લોકો ખુબજ ડીપ્રેશનમાં માં રેહતા હોય છે. તે લોકો માટે લીંબુ ખુબજ ફાયદા કારક હોય છે. જે લોકો ને ડીપ્રેશન ની બીમારી હોય તે લોકો રાત્રે સુતી વખતે તેના બેડ ની નજીક એક લીંબુ નો કટકો રાખી દો. લીંબુ નો કટકો રાખવાથી તમને ડીપ્રેશન ના કારણે થતી ઘબરાહટ દુર થઇ જશે.
જે જગ્યાએ લીંબુની ગંધ આવે છે, તે જગ્યાએ કોઈ જંતુ આવતું નથી અને રહેતું પણ નથી. એટલા માટે રાત્રે સૂતા પહેલા લીંબુનો ટુકડો કાપીને બેડ પાસે થોડીવાર રાખો અને લાઈટ બંધ કરી દો. લીંબુની સુગંધ અને અંધકારને કારણે, બધા જંતુઓ અને જીવાત ભાગી જશે અને તમે આરામથી ઊંઘી શકશો. તમે ઈચ્છો તો લીંબુમાં લવિંગ નાખીને પણ રાખી શકો છો.
લીંબુનો ઉપયોગ બ્લડ પ્રેશર ઘટાડવા માટે થતો હતો કારણ કે તે રક્ત પરિભ્રમણને વધારે છે. જો કે લીંબુના ટુકડા એ આવશ્યક નથી, પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. કેમિકલ વગર તેના ફાયદા મેળવવા માટે થોડા થોડા સમયે લીંબુને શ્વાસમાં લો એટલે કે લીંબુ મોં આગળ રાખીને શ્વાસ લો .જો લો બ્લડ પ્રેશરના દર્દીઓ રાત્રે સૂતી વખતે તેમના પલંગની બાજુમાં લીંબુનો ટુકડો રાખે તો તેઓ સવારે તાજગી અનુભવે છે.
લીંબુમાં શક્તિશાળી સુગંધ હોય છે. તેની વાસ તીવ્ર હોય છે. જ્યારે તમે તેને રાત્રે તમારા પલંગની નજીક રાખો છો ત્યારે તે તમને થોડી સારી લાગણી આપે છે. આ ફળ એક ડિટોક્સિફાયર પણ છે. જે તાજું અને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરીને હવાની ગુણવત્તાને અસર કરે છે.
તે એકાગ્રતામાં સુધારો કરવામાં મદદરૂપ છે. તમારા પલંગની બાજુમાં લીંબુ રાખવું અને દરરોજ તેની સુગંધ શ્વાસમાં લેવાથી તે જાદુ જેવું કામ કરે છે, કારણ કે તે તમારી એકાગ્રતા, યાદશક્તિ અને મગજની પ્રવૃત્તિમાં સુધારો કરે છે.
શરદી થી મુક્તિ મેળવવા માટે લીંબુ ખુબજ ઉપયોગી છે. શરદી હોવાથી લગભગ બધાજ લોકો નું નાક બંધ થઇ જતું હોય છે. જો તમારું નાક બંધ થઇ જાય તો એક લીંબુ નો કટકો બાજુ માં રાખો. લીંબુ ની સુગંધ થી તમારું નાક તરત જ ખુલી જશે. આ ઉપરાંત તમે એક ટીપું તમે નાકમાં નાખીને તાત્કાલિક રાહત પણ મેળવી શકો છો અને તમને શરદી ની સમસ્યા થી મુક્તિ મળી જશે.