Site icon Ayurvedam

ફક્ત આ આયુર્વેદિક ઉપાયથી માત્ર થોડા દિવસમાં શ્વાસ-કફ અને ફેફસાના રોગ માંથી 100% છુટકારો મેળવવાનો ઉપચાર છે આ..

શ્વાસના રોગને  ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. શ્વાસની તકલીફમાં એવી સ્થિતી હોય છે જેમાં શરીરમાં આવનાર હવાનો માર્ગ સંક્ષિપ્ત થઈ જાય છે અને વધારે મ્યૂકસ (બલગમ) બનવા લાગે છે. તેનાથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ જાય છે અને તેના સાથે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફનું સામાન્ય કારણ કેટલાક વિશેષ પ્રકારના એલર્જીવાળા તત્વ હોય છે.

પરંતુ સામાન્ય કેશમાં તમે શ્વાસ માટે કેટલાક ઘરગથ્થું ઉપાય અપનાવીને તેને નિયંત્રણમાં રાખી શકો છો. તેમાંથી મોટાભાગના શ્વાસની તકલીફ  ઉત્પન્ન કરનાર તત્વોને રોકે છે કે આ કારકોને આપણા શરીર પર થનાર પ્રભાવને ઓછા કરે છે.

 

જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે  છે તો તમારે ઘણી વસ્તુઓથી વધારે સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે જેમાં તમારા ખાન પાનની આદતોથી લઈને તમારા કામ કરવાની જગ્યા પણ શામેલ છે.

શ્વાસની તકલીફ  માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. એક ટીસ્પૂન પીસીલા આદુને ડોઢ કપ પાણીમાં મેળવો. તેને સૂતા પહેલા પીવો. આ શ્વાસ લેવાની તકલીફથી થનાર માંસપેશિયોની શિથિલતાના પ્રવાહને વધારી દે છે.

સરસોના તેલથી માલિશ કરવી દાદીમાંનો સૌથી સારો ઘરગથ્થું ઉપાય છે. આ પ્રકારની માલિશથી શ્વસના માર્ગ સાફ થાય છે અને તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. બાફ લેવાથી શ્વસન માર્ગ સાફ થાય છે ઑક્સીજન લેવામાં તકલીફ ઓછી થાય છે. નાસ બલગમને ઓછી કરે છે અને હવાના માર્ગને સાફ કરે છે

કફ નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દૂર કરીને ઑક્સીજન લેવાલને નિયંત્રિત કરી શકાય છે. અંજીર તેમાં ઘણું પ્રભાવી હોય છે. ત્રણ સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પી લો. આ લાંબા સમય સુધી પ્રભાવ કરનાર ઉપાય છે.

આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં મેળવો. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી તમને શ્વાસ લેવાના રાસ્તાનો સોજો ઓછો થાય છે અને વાયુમાર્ગને અટકવાથી રોકી શકાય છે.

જો તમે શ્વાસ ન લઈ શકવાની પ્રારંભિક અવસ્થમાં છો તો તમારા માટે લસણ એક સારો વિકલ્પ છે. તે ફેફસામાં થયેલ જમાવને દૂર કરે છે અને હવા માર્ગને સાફ કરે છે. એક ચોથાઈ કપ દૂધમાં લસણની ત્રણ કળીયો ઉકાળો. તેને સૂતા પહેલા પીવો.

મેથીમાં ફેફસાને સાફ કરવાનો ગુણ હોય છે. એક કપ પાણીમાં એક ટેબલસ્પૂન મેથીના બીજ ઉકાળો. તમે તેમાં એક ચમચી આદુંનો રસ અને એમ ચમચી મધ મિક્સ કરી શકો છો. તેને દિવસમાં બે વખત પીવો.

કોફી પ્રેમીઓ માટે સારી ખબર! ગરમ કોફી પીવાથી વાયુમાર્ગ સાફ થાય છે અને તેનાથી તમને શ્વાસ લેવામાં સરળતા થાય છે. કોફીનો બ્રોંકોડાયલેટર ગુણ અહી સહાયતા કરે છે. પરંતુ કેફીનનો ઉપયોગ ખૂબ વધારે માત્રામાં ના કરો.

ઑક્સીજન  નિયંત્રણ કરવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમે સરસોના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. સરસોના તેલમાં થોડું કપૂર નાંખીને ગરમ કરો અને આ તેલથી છાતીમાં અને પીઠના ઉપરના ભાગમાં માલીશ કરો.

શ્વાસ લેવાની તકલીફ માં રાહત મેળવવા માટે લસણ ખૂબ અસરકારક ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે 30 મિલિ દૂધમાં લસણની 5 કળીઓ ઉમેરી ઉકાળી લો. રોજ તેનુ સેવન કરો. શ્વાસ લેવામાં તકલીફ થવા પર પાણીમાં અજમો મિક્સ કરીને તેને ઉકાળો અને તેનાથી નાશ (વરાળ) લો. તેનાથી શ્વાસ લેવાથી કોઇપણ પ્રકારની મુશ્કેલી થશે નહીં.

 

શરદી-ઉધરસ કે ખાંસી  થવા પર લવિંગનો ઉકાળો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે 125 મિલિ પાણીમાં 4-5 લવિંગ ઉમેરી 5 મિનિટ સુધી ઉકાળી લો. ત્યાર પછી તેને ગાળીને એક ચમચી શુદ્ધ મધ ઉમેરી ગરમ-ગરમ પીઓ. આ ઉકાળો રોજ 2-3 વખત પીઓ. થોડાક સરગવાના પાનમાં 180 મિમી પાણીમાં 5 મિનિટ ઉકાળી લો અને તેને ઠંડુ કરીને એક ચપટી મીઠું, કાળામરી અને લીંબુનો રસ મિક્સ કરીને દર્દીને પીવડાવો. જેથી દરેક સમસ્યાથી રાહત મળી શકે છે.

એક પાકેલા કેળાને છાલ સાથે  ઉભો કાપી તેમાં ,એક નાની ચમચી કે બે ગ્રામ કાળી મરી(બારીક કપડાંથી ચાળેલી)  ભરી દો .પછી તેને છોલ્યા વગર જ તેને કેળાના પાનમાં સારી રીતે લપેટીને દોરાથી બાંધીએ 2-3 કલાક માટે મુકી દો. પછી કેળાના પાન સાથે તેને ભઠ્ઠીમાં શેકો  એવી રીતે શેકો ઉપરનું પાંદળું બળે. ઠંડુ કરી કેળાનું છાલ કાઢીને કેળુ ખાઈ લો. રોજ સવારે કેળામાં કાળા મરીનો પાવડર ભરો  અને સાંજે પકવો. 15-20 દિવસ આ રીતે કરવાથી લાભ થશે.

 

Exit mobile version