Site icon Ayurvedam

જાણો ડાયાબિટીસ વિશે ખાસ મહત્વની બાબતો, આયુર્વેદિક ઉપચારથી કંટ્રોલ કરી કાયમી છુટકારો મેળવવાની રીત

શુગરને કન્ટ્રોલ કરવા માટે જેટલું મહત્વ દવાનું અને કસરતનું છે એટલું જ મહત્વ આહાર અને ડાયટ નું છે. માનવામાં આવે છે કે શુગરનો દર્દી સામાન્ય જીવન નથી જીવી શકતો તેથી તેમને એકદમ સાદું ડાયટ લેવું જોઈએ.

શુગર રોગીને જમતા પહેલા લગભગ ૧ કલાક પહેલા ખુબ ઝડપથી પગપાળા ચાલવું જોઈએ અને સાથે જ કસરત અને યોગા પણ કરવા જોઈએ. યોગ્ય સમયે ઇન્સ્યુલીન અને દવાઓ લેતા રહો. નિયમિત રીતે ડોક્ટર પાસે તપાસ કરાવો. રોટલીનો લોટ દળાવ્યા પહેલા ઉપયોગમાં લેતા પહેલા તેની ગુણવત્તા વધારવા માટે તેમાં સોયાબીન ભેળવી લો. ઘી અને તેલનો આખા દિવસમાં ઓછામાં ઓછો ઉપયોગ કરો.

શુગરના દર્દીને રોજ સવારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મેથીનો પાવડર નાખીને પીવો. એક કપ શુગર ફ્રી ચા, સાથે ૧-૨ હળવા સાકરવાળા બિસ્કીટ લઇ શકો છો.નાસ્તા સાથે અડધો વાટકો અંકુરિત અનાજ અને એક ગ્લાસ વગર મલાઈનું દૂધ. એક નાનું ફળ કે પછી લીંબુ પાણી.

શુગરના દર્દીને પ્રોટીન સારા પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા લેવા જોઈએ. તેના માટે દૂધ, દહીં, પનીર, સોયાબીન વગેરે નું સેવન વધુ કરવું જોઈએ.શુગરના દર્દી એ ભોજન યોગ્ય સમયે લેવું જોઈએ. આમ ન કરવાથી હાયપોગ્લાઇસીમિયા થઇ શકે છે. તેને લીધે નબળાઈ, વધુ ભૂખ લાગવી, પરસેવો આવવો, જોવામાં ઝાંખું કે ડબલ દેખાવું, હ્રદયની ગતી ઝડપી થવી, ઝટકા આવવા અને ગંભીર સ્થિતિ થવાથી કોમામાં જવા જેવી તકલીફ નો સામનો પણ કરવો પડી શકે છે.

શુગરના દર્દીએ  હમેશા ડબલ ડોન્ટ દુધનો ઉપયોગ કરવો. ઓછી કેલેરી વાળા ખાદ્ય પદાર્થો નું સેવન કરો જેવા કે ફોતરા વાળા શકેલા ચણા, પરમલ, અંકુરિત અનાજ, સૂપ, સલાડ વગેરેનું વધુ સેવન કરો. દહીં અને છાશ નું સેવન કરવાથી ગ્લુકોઝ નું સત્ર ઓછું થાય છે અને શુગર નિયંત્રણ માં રહે છે.

શુગર રોગીએ તુલસીના બીજ, જેતુનનું તેલ, અળસી,  બદામનું સેવન કરવું જોઈએ.જાડા વાટેલાં મેથીના દાણા એક કે અડધી ચમચી ખાવાના ૧૫-૨૦ મિનીટ પહેલા લેવાથી શુગર કન્ટ્રોલમાં રહે છે અને તેનાથી બીજા પણ ઘણા અંગોને ફાયદો મળે છે. શુગરના દર્દી એ દરરોજ લીલા શાકભાજી અને એક પ્લેટ સલાડ. માખણ વગર અને ખાંડ વગર એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. આમ કરવાથી અચાનક રાત્રે શુગર ઓછું થવાનો ડર નહી રહે.

એક ખાસ સલાહ મધુમેહના દર્દીએ ઉપવાસ ન કરવો જોઈએ. તે ઉપરાંત ભોજન વચ્ચે વધુ ગેપ પણ ન રાખવો જોઈએ અને રાત્રે ભોજનમાં હળવું ભોજન કરવું જોઈએ. તે ઉપરાંત નિયમિત રીતે યોગા અને કસરત કરવાથી પણ બ્લડ શુગર નિયંત્રિત રહે છે.

એક સામાન્ય શુગરના દર્દીને ધ્યાનમાં રાખવું જોઈએ કે થોડી થોડી વારે કાઈ ખાતા રહેવું જોઈએ. બે કે અઢી કલાકમાં કાઈક ખાવું જોઈએ. એક સમયે વધુ ખાવાનું ન ખાવું જોઈએ. શુગરના દર્દીને હમેશા પોતાની સાથે કોઈ ગળી વસ્તુ જેવી કે ગ્લુકોઝ, સાકર, ચોકલટે રાખવી જોઈએ. જો હાયપોગ્લાઇસીમિયા ના લક્ષણ જોવા મળે તો તરત તેનું સેવન કરવું જોઈએ.

મધુમેહના રોગી એ ફળ- ફળોમાં જાંબુ, લીંબુ, આંબળા, ટમેટા, પપૈયું, સીંઘોડા, ખરબુજા, કાચા અમરુદ, સંતરા, મોસંબી, કાકડી, બીટ, મીઠો લીમડો, બેલના ફૂલ, જામફળ અને નાસપતીનું સેવન કરવું . કેરી, પાકા કેળા, સફરજન, ખજુર અને દ્રાક્ષમાં શુગર હોય છે, પણ કેમ કે ફળોમાં ફાઈબર વધુ હોય છે તેથી તે સારા શુગરની ગણતરીમાં આવે છે. જેમને હાઈ લેવલ શુગર નથી તે તેને ઓછા પ્રમાણમાં લઇ શકે છે. તેનું જ્યુસ બિલકુલ ન પીવું કેમ કે તેમાંથી ફાઈબર નીકળી જાય છે. વધુ પાકેલા ફળોમાં વધુ શુગર હોય છે તેથી કાચા ફળોનું સેવન વધુ કરવું.

Exit mobile version