ઘરમાં રહેલી આ વસ્તુ ખાવાથી કડકડતી ઠંડીમાં પણ શરીર એકદમ ગરમ રહી તાવ, શરદી-ઉધરસ થઈ જશે કાયમી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળો આવતા જ હાથ અને પગ ઠંડીથી જામી જાય છે. ઘણી વખત ઠંડી લાગવાને કારણે લોકોને તાવ અને શરદી થઈ જાય છે. કારણ કે કોરોના હજુ સરખી રીતે ગયો નથી, તમારે તમારી ઇમ્યુનિટી અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ. તેવામાં તમે શિયાળામાં આ ફૂડ આઇટમ્સને પોતાના ડાયેટમાં સમાવેશ કરીને ઠંડીમાં રાહત મેળવી શકો છો.

જો કે ઘી વિશે આપણા વડીલો એવું કહેતા કે ‘દેવું કરીને પણ ઘી પીવું જોઈએ’ શિયાળામાં ઘી ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. ઘીમાં મળતા હેલ્થી ફેટ શિયાળામાં તમારા શરીરને ગરમ રાખે છે, જેનાથી ઠંડીમાં રાહત મળે છે. આ સિવાય શિયાળામાં ઘી ખાવાથી ત્વચાને નમી મળે છે, જેના કારણે સ્કીન પર ડ્રાયનેસની પ્રોબ્લેમ થતી નથી. તમે ઘી ને રોટલી, દાળ કે શાકભાજીમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

હળદર વાળું દૂધ તો તમે બધાએ પીધું જ હશે. ઘરમાં હળદર ઘણી નાની-મોટી બીમારીની પહેલી દવા હોય છે, જે તમને ઠંડી અને વાયરલ ઇન્ફેકશનથી બચાવવામાં ઘણી મદદરૂપ હોય છે. શિયાળામાં ગરમ દૂધ સાથે હળદર રોજ પીવી જોઈએ. ગોળ એ હેલ્દી ખોરાકના રૂપમાં ગણવામાં આવે છે. ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેને શિયાળામાં ખાવાના બીજા ઘણા જ ફાયદા છે, તમને જાણવી દઈએ કે ગોળની તાસીર ગરમ હોય છે, તેના કારણે તે શરીરમાં ગરમી પહોંચાડે છે.

ગોળ તમારા પાચન માટે પણ ખુબ ફાયદાકારક છે. તમે ચાહો તો ગોળ અને સૂંઠના લાડુ બનાવીને રાખી શકો છો, જે શિયાળા માટે ખુબ જ હેલ્થી ગણાય છે. શિયાળામાં મધના ફાયદા તો તમને બધાને ખબર જ હશે. મધ માં એવા ઘણા પોષકતત્વો જોવા મળે છે, જેનાથી તમારા શરીરને ચૂસ્તી અને સ્ફૂર્તિ મળે છે. તે નેચરલ રીતે મીઠું હોય છે. માટે તમે તેને ખાંડની જગ્યાએ પણ ઉપયોગમાં લઈ શકો છો. શિયાળામાં રોજ રાત્રે તેને દૂધ સાથે લેવાથી તમારા શરીરને ગરમી મળે છે.

ડ્રાયફ્રુટ્સએ શિયાળામાં ગરમી આપવાનું કામ કરે છે. આથી શિયાળામાં બદામ, કિશમિશ અને અંજીર સાથે બધા જ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ. આ બધા જ ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન જોવા મળે છે. ડ્રાય ફ્રૂટ્સને તમે ગરમ દૂધ, હલવો કે મીઠાઇ જેવી વસ્તુઓ સાથે ખાઈ શકો છો.

શિયાળામાં ડુંગળી આપણાં શરીરને ગરમી આપે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તો તમે કાચી ડુંગળી સિવાય ડુંગળીના પરોઠા અને ડુંગળીની કચોરી બનાવીને પણ ખાઈ શકો છો. ભારતમાં સૌથી વધુ મસાલા જોવા મળે છે. જેનો ઉપયોગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરવામાં આવે છે. આયુર્વેદ માને છે કે, શિયાળામાં એલચી, લવિંગ, હળદર અને આદુનો ઉપયોગ તમારા માટે ખુબ જ ફાયદાકારક રહે છે. શિયાળામાં આ મસાલા તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top