ડોક્ટરના વેઈટિંગ રૂમની લાઈનમાં ઊભા ન રહેવું હોય તો ખાસ અજમાવો શિયાળાની આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. ધીમે- ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે. આ મૌસમમાં સ્વાસ્થય ના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલી વધારે શકય હોય તમારા હાથ ધુઓ જેથી કીટાણુ પગ ન પસાર શકે. આ કીટાણુ મૌસમના રોગોને જન્મ આપી તીવ્રતાથી ફેલાવે છે. તો હાથથી જ વધારે ફેલે છે.

વધારે તનાવ લેવાથી બચવું . કારણકે આ તમારા શરીરના રોગો અને સંક્રમણ ને લડવાને ક્ષમતા છે એમાં મુશ્કેલી ઉભી કરે છે.દરરોજ આશરે અડધા કલાક વ્યાયામ જરૂર કરો. એનાથી શરીરના રોગોથી લડવાની ક્ષમતા મજબૂત થશે અને શરીરમાં ગર્મી બની રહેશે.

ડીપ ફ્રાય ઓછુ કરો. મોટે ભાગે વાનગીને ગ્રીલ કરવા/ બેક કરવા, બાફવા અથવા ઉકાળીને બનાવવા વધુ પ્રયાસ કરો.રસોઇ કરવા અથવા વઘારમાં તેલ ઓછું વાપરો. ઓછા સેચ્યુરેટેડ તેલને પસંદ કરો, ઓલિવ અને રાઈસ બ્રાનના તેલ છે, જેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી સારા પ્રમાણમાં છે તેનો ઉપયોગ કરો.ફાસ્ટ ફૂડ ટાળો. તેમાં ચરબી વધારે હોય છે.

ડેરીના લો-ફેટ ઉત્પાદનો વાપરો જેમ કે મલાઈ કાઢી લીધેલું અથવા 1 ટકા દૂધ, ઓછી ચરબીવાળું ચીઝ, ઓછી ચરબીવાળું દહીં, અથવા હળવો આઈસ્ક્રીમ લો. તમને તો પણ પોષક તત્વો અને સ્વાદ મળશે જ, પરંતુ ચરબીની માત્રા અડધી થઇ જશે.

આ ઋતુમાં શરદી-ઉધરસ થવાનો ભય વધુ રહે છે. એવામાં પોતાની શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં કુદરતી એન્ટિઓક્સિડન્ટ ઉમેરવા ખુબ જ જરૂરી છે, જેવાકે આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળો જેવા કે લીંબુ, જામફળ, કીવી, વગેરે….

તલ અને ગોળના લાડુ ઠંડીથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય મનાય છે.એટલે શિયાળામાં અને ખાસ કરીને મકર સંક્રાંતિ પર તલ અને સિંગની ચીક્કી ખાવામાં આવે છે.શિયાળામાં સૂકા મેવાનું સેવન લાભ દાયી છે,તેના પલાળીને કે દૂધ માં મેળવીને પ્રોટીન સેક બનાવી શકાય.

શિયાળામાં ઘઉં ના બદલે બાજરીનો ઉપયોગ કરી શકાય જે શરીરને ગરમી આપે છે તેથી શિયાળામાં બાજરીના રોટલા અવશ્ય ખાવા તેમાં ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગુણો હોય છે બીજા ધાન્યોની  સરખામણીમાં બાજરીમાં વધુ પ્રોટીન, મેગ્નેશ્યમ, કૅલ્શિયમ, મેંગેનીઝ, ટ્રીપ્ટોફેન ,ફાયબર, વિટામિન બી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

આદુ આમ બારેમાસ સારું ,પણ ઠંડીમાં વધુ સારું માનવામાં આવે છે જેનો ઉપયોગ ચામાં અથવાતો ખોરાક માં કરી શકાય જેથી શરીરને ગરમી મળે, પાચન પણ સારું થાય. શરીરને સ્વસ્થ, નિરોગી ઉર્જાવાન રાખવા મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે દરેક ઋતુમાં મધ ગુણકારી છે પણ ઠંડીમાં વધુ લાભ દાયી છે જેનાથી પાચન સારું રહેશે રોગપ્રતિકારક શક્તિ વધશે, મેટાબોલીસમ ઝડપી થતું હોવાથી શરીરની વધારાની ચરબી ઓગળશે.

મગફળીનો ઉપયોગ પણ અવસ્ય કરવો જેમાં પ્રોટીન ચરબી ખનીજતત્વો, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ વધુ હોય છે ગરીબો માટે મગફળી બદામ સમાન ગણી શકાય એક મુઠી મગફળી પલાળીને તમારા ડાયટમાં અવશ્ય ઉમેરો.

શિયાળામાં શાકભાજી સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે તો શા માટે ન ખાવા ? શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે,સાથે વિટામિન મિનરલ્સ અને ફાઇબર્સ ભરપૂર માત્રામાં હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે પોતાના ડાયેટમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ વધુ કરવો,કેમકે તેમાં સોલ્યુબલ  અને ઇનસૉલ્યુબલ ફાઇબર્સ વધુ હોય છે. જે લોકો શરીર ઉતારવા માંગતા હોય આ લોકો માટે ફળો સલાડ વધુ ફાયદાકારક છે.કેમકે કેલેરી ઓછી હોય અને પાણીનું પ્રમાણ વધારે હોય છે જેથી પેટ જલ્દીથી ભરાય જાય છે અને જંક ફૂડ અને અને કેલેરી યુક્ત ખોરાક ઓછો લેવાય છે, ખોરાકનો સંતોષ પણ મળે છે, આથી મેથી, પાલક, બીટ, કેબેજ, ગાજર, તાંદળજો, મૂળા, ટામેટા, જેવા શાકભાજી વધુ લેવા.

આ દિવસોમાં રસીલા ફળો જેવાકે સંતરા, મોસંબીનું સેવન ઓછું કરવું.તે શરીરને ઠંડક આપે છે,જેથી શરદી થવાની શક્યતા રહેલી છે.આ દરમિયાન સફરજન, કેળા, પપૈયા, આંબળા, સીતાફળ ઉપયોગ કરી શકાય. શિયાળામાં આંબળા, આદુ,લીલી હળદર-અંબામોર, અને શાકભાજીના રસ લઈ શકાય.જેનાથી લોહીનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે.

ફળોના રસ કરતા આખા ફળ લેવા વધુ ફાયદાકારક છે.ફળોના રસમાં કેલેરીનું પ્રમાણ વધુ,ફાઇબર્સ નહિવત હોય છે જેનાથી વજન વધી શકે છે,દિવસમાં બે ફળ અવસ્ય લેવા.દિવસમાં બે ત્રણ કલાકના અંતરે ખોરાક લેતા રહેવો, હળવી કસરત કરવી,અને એકટીવ લાઈફ રાખવી.જેથી શરીરની તંદુરસ્તી જાળવી શકાય.

તંદુરસ્ત સ્વાસ્થ્યનો મુખ્ય આધાર ખોરાક છે.અને શિયાળા દરિમયાન ગુજરાતમાં શાકભાજીથી લઈને વસાણાં સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ હોય છે.શિયાળામાં મેથીપાક, અડદિયાપાક, ગુંદરપાક, તલસાંકળી જેવા વસાણાં સ્વસ્થ વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ બની રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top