શિયાળામાં આ એક વસ્તુ પાણીમાં નાખી પિય લ્યો, કડકડતી ઠંડીમાં શરીર રહેશે અંદરથી ગરમ, વજન, પાચન, ગેસની સમસ્યા 100% જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુંઠ એ દરેક ઘરની એક ઉપયોગી વસ્તુ છે. સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધની ઉપમા આપવામાં આવી છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ સૂંઠથી આપણાં શરીરથી થતાં ફાયદાઓ વિશે.

જો રોજ સવારે અડધી ચમચી સૂંઠને ગરમ પાણીની સાથે લેવામાં આવે તો એનાથી પાચનક્રિયા દુરુસ્ત થાય છે.શિયાળામાં આ પાણી પીવાથી શરીર અંદરથી ગરમ રહી શરદી-ઉધરસ અને કફ થતો નાથી. આ ઉપરાંત  સરળતાથી આપણા શરીરનું વજન ઓછું થવા લાગે છે. સૂંઠને જો દૂધમાં ઉકાળીને, ઠંડું કરીને પીવામાં આવે તો એનાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે. સાથે જ જો પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવામાં આવે તો પાંસળીઓમાં દુખાવો રહેતો નથી.

સૂંઠનો ઉપયોગ મોટાભાગના લોકો દ્વારા શરદીના ઘરેલુ ઉપાયમાં કરવામાં આવે છે. સૂંઠ ના ફાયદા શરદી અને સળેખમ થી રાહત આપવામાં મદદ કરે છે. શરદી હોય ત્યારે આદુ અથવા સૂંઠ ચા અથવા દૂધ તરીકે પીવામાં આવે છે. આવું કરવાથી શરદી અને શરદીમાં ઝડપથી રાહત મળે છે. હળવા તાવના કિસ્સામાં મધ સૂંઠ સાથે ખાઈ શકાય છે. આ કરવાથી શરીરનું તાપમાન વધે છે, જેનાથી પરસેવો આવે છે અને તાવ ઓછું કરવામાં પણ મદદ મળે છે.

સૂંઠના ફાયદા માથાનો દુખાવો દૂર કરવા માટે પણ જાણીતા છે. જ્યારે માથાના કોષોમાં બળતરા થાય છે, અથવા વધારે તાણને લીધે, માથાનો દુખાવો શરૂ થાય છે. જો તમને માથાનો દુખાવો ઓછો હોય તો તમે દવા પહેલા ઘરેલું ઉપાય વાપરી શકો છો. ઘરેલું ઉપાયમાં સૂંઠ ખાવાથી થતા ફાયદા માથાનો દુખાવો મટાડવામાં મદદ કરી શકે છે. સૂંઠના ગુણધર્મો માથાના કોષોમાં થતી સોજો ઘટાડવામાં મદદ કરે છે જે માથાનો દુખાવો દૂર કરી શકે છે.

સૂંઠ-ગોળ અને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે. સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.સૂંઠ, આમળા અને ખડી સાકરના બારીક ચૂર્ણ કરીને લેવાથી અમ્લપિત્ત મટે છે, સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે, પૈશાબમાં જતી ધાતુ પણ બંધ થાય છે.

સૂંઠ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સ્થિતિમાં સૂંઠ ખાવાના ફાયદામાં સ્વસ્થ પાચનમાં મદદ કરે છે. આ સાથે સુકા આદુની મદદથી પેટમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે સ્વસ્થ રીતે સંપૂર્ણ પાચનમાં મદદ કરે છે. ગેસની સમસ્યા રહેતા લોકો માટે સૂંઠ રામબાણ સમાન છે. જો સૂંઠ, હીંગ અને મરી આ ત્રણેય મિક્સ કરવામાં આવે તો ગેસની સમસ્યામાં લાભ થાય છે.

સુંઠ અર્ધો તોલો અને જૂનો ગોળ અર્ધો તોલો લઈ ચોળી તેને રોજ સવારમાં ખાવાથી અજીર્ણ આમાતિસાર અને ગેસ મટે છે.સૂંઠ અને વાળો પાણીમાં નાખી, ઉકાળી, પીવાથી ઝાડા મટે છે. રોજ ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી કે સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.

એક ચમચી સૂંઠનું ચૂર્ણની સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે. સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું. સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી પણ દૂર થાય છે.

હાડકામાં થતા જુના સાંધાના દુખાવામાં સુંઠ અને દિવેલનું તેલ મિશ્ર કરીને લગાવાથી ફાયદો થાય છે. તે ઉપરાંત સૂંઠના ચૂર્ણને દિવેલ સાથે લેવાથી કફ, વાયુ, વીર્યમાં વધારો, મળબંધ થઈ જવો, હદય રોગ, ઉધરસ, વાયુ, હરસ, હાથીપગો, આફરો અને પેટના દર્દોમાં રાહત થાય છે.સુંઠને પાણીમાં ઉકારી તેને ઠંડુ પાણી તે પાણીનો ઉપયોગ કરવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે જેમકે જે લોકોને ઊંઘ ન આવતી હોય તેવા લોકોએ આ પાણી પીવાથી ફાયદો થાય છે તથા શરદી, ઉધરસ, તાવ, કફ અને વાયુના દર્દોમાં આ પાણી પીવાથી ફાયદો થાય છે અને આરામ મળે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top