Site icon Ayurvedam

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ..

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે.  ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે.

છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી વધારે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. શિંગોડા પાણીમાં થતો એક છોડ છે, જે પાણીમાં વેલાની જેમ પથરાયેલો હોય છે. તેના પાન જલકુંભી જેવા હોય છે. તેનું બહારનું કવચ કાળા રંગનું કઠણ હોય છે અને અંદર સફેદ રંગનું ફળ હોય છે.

જો કોઈને શરીરમાં કોઈપણ સોજાવા કે દુખાવાની ફરિયાદ હોય તો શિંગોડામાં એનાલ્જેસિક અને એન્ટી ઇન્ફ્લેમરી ગુણો હોય છે, જે રાહત આપે છે.હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે શિંગોડા ઔષધનું કામ કરે છે. તેમાં પોટેશિયમ આવેલું હોવાથી લોહીની નસોને આરામ મળે છે.

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કારણે હૃદયની બીમારીઓ થાય છે. જેને નિયંત્રિત કરવા માટે શિંગોડા મદદરૂપ થઇ શકે છે.લોહીમાં વધારે સુગરને કારણે ડાયાબીટિઝની સમસ્યા થઇ શકે છે. શિંગોડામાં પોનિફિનોલ્સ નામનું તત્વ લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

શિંગોડામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી કેન્સર ગુણો ઉપલબ્ધ છે. જે કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.વધતા વજન અને મોટાપાની સમસ્યા અસંખ્ય બીમારીઓ સાથે લાવે છે. શિંગોડા વજન નિયંત્રિત રાખવામાં કંઈક અંશે મદદરૂપ થઇ શકે છે. ગર્ભાવસ્થામાં શિંગોડા ખાવાથી ભ્રુણને પોષણ મળે છે. છતાં ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરોની સલાહ બાદ શિંગોડાનું સેવન કરવું જોઈએ.

જે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યા થવા પર કાચા શિંગોડા નિયમિત ખાવાથી પરેશાની દૂર થશે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.

શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એનાથી દુખાવામાં આરામ મળે છે. નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. જો માંસપેશિઓ નબળી છે અથવા વીકનેસ છે તો શિંગોડા ખાવ. શિંગોડા પિત્ત અને ખફનો નાશ કરે છે.

ગળામાં ઇન્ફેક્શન થવા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવનથી આંખોની રોશની વધે છે.

અસ્થમાના રોગિઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. શિંગોડા પીરિયડની સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિંગોડા ખાવાથી ફાટેલ પગની ઘૂંટીઓ પણ ઠીક થાય છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો આવે છે તો આ પેસ્ટને શરીર પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

કેલ્શિયમથી ભરપૂર શિંગોડા તમારા હાડકામાં જીવ પુરવાનું કામ કરે છે. આગળ જઈને તેનાથી ઑસ્ટોપરોસિસની સમસ્યા પણ નથી થતી. હાડકા સિવાય આ તમારા દાંત અને આંખો માટે પણ ફાયદાકારક છે. શરીરના બ્લડ સર્કુલેશન માટે પણ શિંગોડાને સારા માનવામાં આવે છે. યૂરીન સાથે જોડાયેલા રોગોમાં પણ તેના ચમત્કારી ફાય છે. આ થાઈરૉઈડ અને દસ્ત જેવી સમસ્યાઓમાં પણ ખુબ જ કારગર છે.

શિંગોડા ફાટેલી એડિઓને પણ સરખી કરવામાં મદદગાર છે. શરીરના કોઈ ભાગમાં દુખાવો કે સોજાથી રાહત મેળવવા માટે તમે તેની પેસ્ટ બનાવીને તે જગ્યાએ લગાવી શકો છો. શિંગોડામાં આયોડિન પણ મળી આવે છે જે ગળા સંબંધી રોગો સામે રક્ષણ કરે છે. તદ્દપરાંત તેમાં મળી આવતા પૉલિફેનલ્સ અને ફ્લેવોનૉઈડ જેવા એન્ટી ઑક્સીડેન્ટ એન્ટી-વાયરલ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી કેન્સર અને એન્ટી ફંગલ ફુડ માનવામાં આવે છે.

Exit mobile version