લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.
દરરોજ સવારે ભૂખ્યાં પેટે એક ચમચી મધમાં એક ચમચી હળદર ભેળવીને તેનું સેવન કરો. એક મહિના સુધી જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સંભોગ કરવાની ક્ષમતામાં દસ ગણો વધારો થશે અને શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થશે.
4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સે-ક્સ શક્તિને ઝડપથી વધારે છે.
100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સે-ક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.
200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંધ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.
રોજ નાહતા પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે ઇન્દ્રિય પર મસાજ કરવો. એમ કરવાથી સ્પર્શ-સંવેદના ઘટશે. વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે.
સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સે-ક્સ કરવાની ઈચ્છા જગાડે છે.
એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.
એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સે-ક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.
અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.
2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સે-ક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.
ચાર-પાંચ ખારેક, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સે-ક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.
અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.
100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.
15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.
15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.