આ ફળ ખાવાથી આંખ, પાચન અને ગરમીથી થતાં દરેક રોગને પલભરમાં કરી દે છે ગાયબ,જરૂર જાણી લ્યો આશ્ચર્યજનક ફાયદા

શેતૂરનાં ઝાડ મધ્યમ કદનાં હોય છે. તેના ઝાડની છાલ ઘેરા બદામી રંગની, ખરબચડી અને ઊભા ચીરાવાળી હોય છે. શેતૂરને કાંપવાળી કે નદીકાંઠાની ગોરાડુ જમીન માફક આવે છે. કાંપની જમીનમાં શેતૂર ખૂબ સારી ફાલે છે. શેતૂરના ઝાડને સીધી સોટા જેવી ડાળીઓ હોય છે. શેતૂર નાં પાન અંજીરનાં પાનની જેમ ત્રણ-ત્રણ કાંગરીવાળાં તથા લીમડાનાં પાનની માફક ચારે બાજુએ કાકરવાળાં હોય છે.

સારી રીતે ફાલેલા મોટા શેતૂરનાં પાન અઢી ઇંચ લાંબાં, દોઢ ઇચ પહોળાં અને ઝૂમખાદાર હોય છે. શેતૂરનાં ફૂલ કદમાં નાનાં, લીલાશ પડતાં ને ગુચ્છાદાર હોય છે. નર અને માદા શેતૂર અલગ અલગ ઊગે છે. કેરી, જમરૂખ વગેરેની માફક શેતૂરને ફળ કહી શકાય નહીં, કેમકે શેતૂર એ કંઈ એક જ ફૂલમાંથી થયેલ ફળ નથી પણ ફૂલના ગુચ્છામાંથી બનેલો માવા સાથેનો બીજ નો સમૂહ છે, જેમાં બાજરી જેવા નાના નાના દાણા લાગેલા હોય છે.

શેતૂર અડધા થી એક ઇંચ લાંબાં, ચીકણાં અને દૂરથી જોતાં લીલી કે લાલ મોટી ઇયળ જેવા દેખાય છે. એ શેતૂર, શેતૂરાં કે તૂવમેવાને નામે ઓળખાય છે. કાળા અને રાતા શેતૂરને ચોમાસામાં આવે છે. શેતૂરને વાવ્યા પછી પાંચેક વર્ષે શેતૂર આવવા માંડે છે અને ચાળી પચાસ વર્ષ સુધી એ રહે છે.

કાળી, ધોળી અને રાતી એમ ત્રણ જાતની શેતૂરી થાય છે. કાળી અને ધોળી એ બે જાતનાં શેતૂરનાં ઝાડ રેશમના કીડા ઉછેરવા માટે ઉપયોગી ગણાય છે. રેશમના કીડા એ શેતૂરીનાં પાંદડાં ખાઈને ઊછરે છે અને રેશમ પેદા કરે છે. ચીનમાં શેતૂરીનાં ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી ચીનમાં રેશમ પણ ઘણું ઉત્પન્ન થાય છે..

શેતૂર ખાવાથી લોહીથી જોડાયેલી દરેક સમસ્યાઓથી આરામ મળે છે. શેતૂર, દ્રાક્ષ, અને ગુલાબની પાંખડીઓથી બનેલા રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી લોહી સાફ થાય છે ગરમીના દિવસમાં લૂ થી બચવા માટે શેતૂરનો ખૂબ ઉપયોગ કરવો જોઇએ. હર્બલ નિષ્ણાંત ગરમીમાં શેતૂરના રસમાં ખાંડ મીક્સ કરીને પીવાની સલાહ આપે છે. શેતૂરની તાસીર ઠંડી હોય છે. જેથી તે ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે.

શેતૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન અને પોટેશિયમ હોય છે. બાળકોને તેનો જરૂરથી ઉપયોગ કરવો જોઇએ. કારણકે તેમા ન્યુટ્રિએન્ટ મળે છે. તે પેટમાં રહેલા જીવાણુંઓને પણ દૂર રાખવાનું કામ કરે છે. ગરમીમાં ખૂબ તરસ લાગે છે. એવામાં શેતૂર ખાવાથી તરસ ઓછી લાગે છે. પહાડોમાં ટ્રેકિંગ દરમિયાન શેતૂર ખાવાથી થાક પણ ઓછો લાગે છે. શેતૂર આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેનો રસ પીવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.

શેતૂરના ૬ કુણા પાંદડાને ચાવીને પાણી સાથે સેવન કરવાથી અપચો (ભોજન ન પચવું) ના રોગમાં લાભ થાય છે. શેતૂર ને પકાવીને સરબત બનાવી લો પછી તેમાં નાની પીપરનું ચૂર્ણ ભેળવીને પિવાથી લાભ થાય છે. શેતૂરના ઝાડની છાલની રાબ બનાવીને પીવાથી પેટની જીવાત દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ શેતૂર ખાવાથી પણ પેટની જીવાત દુર થઈ જાય છે.

પેટમાં કિડા કે કૃમિ થવાથી ભૂખ ઓછી લાગે છે. સ્વાસ્થ્ય બગડે છે. આવામાં શેતૂર થી લાભ થઇ શકે છે. તેમાં 91 ટકા પાણી હોવાથી તેના સેવનથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે છે. શેતુર કૃમિને નષ્ટ કરીને પાચનશક્તિ વધારે છે. તેમાં પાણી વધારે હોવાથી તરસ લાગે ત્યારે શેતુર ખાઈ શકાય છે. આ ફળનુ સેવન ખરજવાની સમસ્યામા પણ રાહત અપાવે છે.

ગરમીમાં શેતૂરનું સાકરવાળું શરબત ગરમીથી રક્ષણ આપે છે અને લૂ લાગવા દેતું નથી. શેતૂરમાં રહેલાં બી આંતરડાંની સ્વાભાવિક ગતિને ખૂબ વધારી દે છે. તેથી કબજિયાતના રોગીઓ માટે શેતૂર ઉત્તમ ગણાય છે. શેતૂરનું લાકડું ખૂબ મજબૂત હોય છે. ફોડલી થતી હોય તેને શેતૂર ના પાંદડા વાટીને ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે. અને તેનો લેપ કરવાથી ધાધર અને ખરજવામાં પણ લાભ થાય છે.

ઘણા લોકોને પેશાબનો રંગ પીળો આવતો હોય છે તો તેવા લોકો એ સેતુરના રસમાં ખાંડ ભેળવીને પીવાથી રંગ ચોખ્ખો થઇ જાય છે. શેતૂર ખાવાથી પાચનશક્તિ માં પણ વધારો થાય છે. તેની અંદર વિટામીન-A, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વધૂ પ્રમાણમાં મળે છે. જેના કારણે તે જુકામ અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!