શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તી વધારે છે તથા બળપ્રદ છે.
પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વરુપ), થીયામીન(વીટામીન બી૧), રીબોફ્લેવીન(વીટામીન બી૨) જેવાં તત્ત્વો સારી માત્રામાં રહેલાં છે.
સેતુરનું સરબત બળતરાને શાંત કરે છે, તરત દુર કરે છે અને કફનાશક હોય છે. એક નાનું અને ખટમીઠું ફળ છે સેતુર, જેમાં સમાયેલ છે આરોગ્યના અનમોલ ફાયદા. શેતૂર ખાવાના કારણે શરીર ના ખરાબ લોહી દૂર થાઈ છે અને શુદ્ધ લોહી ઉત્પન્ન કરે છે, ઉપરાંત તે પાચનશક્તિ પણ વધારે છે. તેની અંદર વિટામીન-A, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વહુ પ્રમાણમાં મળે છે. જેના કારણે તે જુકામ અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.
જે લોકો ને કિડનીની નબળાઈ હોય, થાક લાગતો હોય અને લોહીની ઉણપ હોય કે પછી અચાનક વાળ સફેદ થઈ જતાં હોય તેના માટે સેતુરને દવા તરીકે લઈ શકાઇ છે. તેનો બીજો ફાયદો પેશાબના રોગ અને કબજિયાત દુર કરવામાં થાઈ છે. અલબત તે આંખોની દ્રષ્ટિ પણ વધારે છે.
સાથે જ તેમાં અનેક પ્રકારના ખનીજતત્વો અને ફાઈબર પણ હોય છે. ઉનાળામાં તેના સેવનથી લૂ લાગવાનું જોખમ ઘટે છે. આંખોનું તેજ વધે છે અને વધતી વયના ચિહ્નો ચહેરા પર જલદી દેખાતા નથી. જે લોકોને રાતે માંકડ નો પ્રોબ્લેમ હોય તેને ખાટલા ઉપર સેતુરના પાંદડા પાથરી દેવાથી માંકડ ભાગી જાય છે.
જે લોકો ને ફોડલી થતી હોય તેને સેતુરના પાંદડા વાટીઅને ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે. અને તેનો લેપ કરવાથી ધાધર અને ખરજવામાં પણ લાભ થાય છે.
ઘણા લોકોને પેશાબનો રંગ પીળો આવતો હોય છે તો તેવા લોકો એ સેતુરના રસમાં ખાંડ ભેળવીને પીવાથી રંગ ચોખ્ખો થઇ જાય છે. તથા તેના રસમાં કલમીશોરાને વાટીને નીચે લેપ કરવાથી પેશાબમાં ધાતુ આવવું બંધ થઇ જાય છે.
જો પેટમાં જીવાત રહેલી હોય તો સેતુરની છાલની રાબ બનાવીને ૫૦ મી.લિ. ના પ્રમાણમાં સવારે અને સાંજે સેવન કરવાથી પેટની અંદર રહેલ જીવાત દુર થઇ જાય છે. સેતુરની છાલની રાબ બનાવીને પીવાથી પેટ સાફ થઇ જાય છે.
એક ચમચી સેતુરનો રસ કાઢીને તેને એક કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા અને છાલા ઠીક થઇ જાય છે. સેતુરનો રસ બનાવીને પીવાથી અવાજ ઠીક થઇ જાય છે, ગળું પણ સાફ થઇ જાય છે અને ગળાના ઘણા રોગ પણ ઠીક થઇ જાય છે.
સેતુરનો ઉપયોગ જેમ, જેલી, સોસ, વાઈન અને મીઠા પદાર્થો બનાવવામાં થાય છે. જો કે તેના વિશિષ્ટ ગુણોને લીધે તેનું સેવન શરીરના વિકારો દૂર કરવા માટે પણ થાય છે. તેમાં રહેલું એલ્કેલૉયડ તત્વ મૈક્રોફેજેજને સક્રિય કરે છે.
શેતુરી વ્યક્તિની ઇમ્યૂન સ્સિટમને સારી બનાવે છે. સેતુરમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવે છે. સેતુર ને મીઠા ની સાથે સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. એને સિંઘવ મીઠા ની સાથે ખાવાથી એનો સ્વાદ ઘણો વધી જાય છે.
ગરમીમાં લુ થી બચવા માટે રોજ સેતુરનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટ, કીડની અને પેશાબની બળતરા પણ દુર થઇ જાય છે. આતરડાના ઘા અને લીવર રોગ પણ સારા થાય છે સાથે જ રોજ સેવન કરવાથી માથાને મજબુતી મળે છે. આ ફળ નું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થી પણ બચી શકાય છે.