શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં છાલ વાળા અને છાલ વગર એમ બે જાતના ચણા ઉપલબ્ધ હોય છે. છાલ વાળા ચણાને ચાવીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, નમી, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે. એક સ્વસ્થ વ્યક્તિને પ્રતિદિન 50 થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઈએ. જે તેના સ્વાસ્થ માટે ફાયદાકારક છે.
રોજ નાસ્તામાં કે બપોરના ભોજન પહેલા 50 ગ્રામ શેકેલા ચણા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક કક્ષમતામાં વધારો થાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ બદલાતી સીઝનમાં થતી શારીરિક મુશ્કેલીઓમાંથી પણ છુટકારો મળે છે.
વજન ઘટાડવામાં પ્રોબ્લેમ થઇ રહી છે. તો શેકેલા ચણા ખૂબ ફાયદા કારક છે. રોજ શેકેલા ચણા ખાવાથી મોટાપાની સમસ્યાથી રાહત મળે છે. શેકેલા ચણાનું સેવન શરીરમાંથી વધારાની ચરબી ઓગાળમાં મદદ કરે છે.
કબજિયાતની સમસ્યા હોય તેમને દરરોજના ૫૦ ગ્રામ સેકેલા ચણા ખાવવાથી તેને ઘણી રાહત મળે છે. અને આ કબજિયાત શરીરમા ઘણી બીમારીઓનુ કારણ પણ બને છે. કબજિયાતની સમસ્યા હોય તો રોજ ચણાના સેવનથી આ સમસ્યા દૂર થઇ શકે છે. ચણા પાચન શક્તિને તંદુરસ્ત કરે છે અને યાદ શક્તિ વધારે છે. ચણાથી રક્ત સાફ થાય છે જેનાથી ત્વચામાં નિખાર આવે છે. ચણામાં ફોસ્ફોરસ હોય છે જે હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડની માંથી એક્સ્ટ્રા સોલ્ટ નીકળી લે છે.
શેકલા ચણા ખાવાથી ડાયાબીટીસમાં પણ લાભ થાય છે. ચણા ગ્લુકોઝની માત્ર શોષી લે છે, જેનાથી ડાયાબીટીસ નિયત્રણમાં રહે છે. શેકેલા ચણાને રાત્રે સુતા પહેલા ચાવીને ખાઈ ગરમ દૂધ પીવાથી શ્વાસનળીના અનેક રોગ દૂર થાય છે.
શેકેલા ચણાનું સેવન કરવાથી પેશાબથી સંબંધિત બીમારીઓથી છૂટકારો મળી શકે છે. જેમને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તેમણે દરરોજ ગોળની સાથે ચણાનું સેવન કરવું જોઇએ. તેનાથી થોડા જ દિવસોમાં તમને આરામ મળવા લાગશે. પેશાબ સંબંધી રોગથી છુટકારો મળશે.
શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી સ્પર્મની પાતળાપણું દૂર થાય છે. અને ગોળ સાથે ખાવા થી વીર્ય જાડુ થાય છે. જો કોઇ પુરૂષનું વીર્ય પાતળું હોય તો ચણા ખાવાથી રાહત મળશે. શેકેલા ચણાને મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે. અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે. આનાથી કુષ્ઠ રોમમાં પણ રાહત મળે છે.
ગોળ અને ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના સેવનથી માંસપેશીઓ મજબૂત હોય છે. આ બન્ને વસ્તુઓમાં જિંક હોય છે. જેના કારણે ચેહરાની ચમક વધવામાં મદદ કરે છે. ગોળ અને ચણાને એક સાથે સેવન ચેહરાની સુંદરતા વધારે છે.
શેકેલા ચણા અને ગોળને મિક્સ કરી ખાવાથી શરીર ગર્મ રહે છે. તેમાં પોટેશિયમ હોય છે જેના કારણે આ હાર્ટ અટેક જેવા દિલના રોગથી બચવામાં મદદ કરે છે. શેકેલા ચણા ઉત્તમ કફનાશક છે. રાત્રે સૂતી વખતે એક-બે મુઠ્ઠી શેકેલા ચણા ખાઈ ઉપર એક કપ દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે. રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી શરદી-ઉધરસ મટે છે. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અથવા ગોળ સાથે ચણા ખાવાથી બેસી ગયેલો સ્વર ઊઘડે છે.
ગોળ અને શેકેલા ચણા હિમોગ્લોબિન વધારવામાં સારી રીતે કામ કરે છે. જોકે શેકેલા ચણા અને ગોળ લોહી વધારવામાં એટલુ મદદગર નથી પરંતુ તેના ખાવાના ફાયદા છે. દાંત ની પણ કોઈ પણ બિમારીઓમાં કારગત સાબિત થાય છે. તેની સૌથી મહત્વની વાત છે કે ગોળ અને શેકેલા ચણા બંને સાથે ખાશો તો ફાયદારૂપ સાબિત થશે.
શેકેલા ચણા માં કેલ્શિયમ અને વિટામિન જ નહીં પરંતુ ફોસ્ફરસ, પ્રોટીન અને આર્યન માટેનો પણ સારો સ્ત્રોત છે. એટલે કે ચણા ખાવાથી શરીરની કેટલીક બિમારીઓને સરળતાથી દૂર કરી શકાય છે. શેકેલા ચણા કિડની માટે પણ લાભકારક છે.
શેકેલા ચણા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી હાડકા માટે પણ લાભદાયી છે. જ્યારે ચણા અને ગોળ સાથે ખાવામાં આવે તો તે શરીરને પોષક તત્વો મળે છે. એટલે ચણા અને ગોળ માત્ર એનીમિયા માટે નહી પરંતુ ઘણી બિમારીઓ માટે ફાયદારૂપ છે.