આ દિવ્ય છોડના ઉપયોગથી જીવો ત્યાં સુધી નહીં જાવું પડે દવાખાને, કિડનીની ખરાબી, જૂની ધાધર, સફેદ કોઢમાં તો છે 100% અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના સોજા પર, ચરબીની ગાંઠો પર કે ખરજવા પર કરવાથી ફાયદો થાય છે.

આ છોડ ત્રણ-ચાર ફુટ ઉંચા થાય છે. શીયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈંચની શીંગો આવે છે. ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકુળ આવે છે. સફેદ અને લાલ ફુલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે. સફેદ ફુલવાળા છોડ ખુબ જ ઓછા જોવા મળે છે.શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે.

શરપંખો ખાડાવાળી જગ્યાએ ઊગે છે અને જલદી ઊખડતો નથી. પાન નાનાં અને કિંચિત લાંબા હોય છે, તેની શીંગો લાલ રંગની હોય છે અને ચપટી હોય છે. તેમાંથી ચારથી છ વટાણાજેવા દાણા નીકળે છે. આના સૂકવેલા છોડવા બજારમાં વેચાતા મળે છે. શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમી, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો, આફરો, ગોળો, વ્રણ, વીષ, ઉધરસ, લોહીવીકાર, દમ અને તાવ મટાડે છે. શરપંખાનો આખો છોડ મુળ સાથે ઉખેડી, ધોઈ, સુકવી, ખાંડીને બારીક ચુર્ણ કરવું.

મૅલેરીયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દીવસ લેવાથી બરોળના રોગો મટી જાય છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં શરપંખા 10-20 ગ્રામ બીજ પલાળીને , તેને છૂંદો કરીને ગાળીને પીવાથી શરીરનો તાવ અને તાવ ઓછો થાય છે. શરપંખા ના 10-30 મિલિલીટરમાં ક્વાથમાં લવિંગના 1-2 ટુકડા મૂકી અને દિવસમાં 3-4 વખત પીવાથી અતિસાર ઓછું થાય છે. ઉંદર કરડી ગયો હોય ત્યારે તેના પર શરપંખા ના બીજ છાશ માં નાખીને પીવાથી ફાયદો થાય છે. શરપંખા ના રસનો ઉપયોગ કરવાથી લોહી સાફ રહે છે . અને ત્વચાની તમામ પ્રકારની સસ્યાઓ દૂર થાય છે.

શરપંખાના મુળનો ઉકાળો મરી નાખી પીવાથી પ્રમેહમાં ફાયદો થાય છે.શરપંખાના મુળને ચોખાના ધોવાણમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ મટે છે. શરપંખાના પંચાંગનું અડધીથી એક ચમચી ચુર્ણ કફમાં મધ સાથે, પીત્તમાં ઘી સાથે અને વાયુમાં છાસ સાથે લેવું.શરપંખાના પંચાંગને મોટા મોટા કાપીને પીસી લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને સવાર-સાંજ પીવો. તે યકૃત કાર્યને સુધારે છે. યકૃત, કિડની અને બરોળમાં કોઈપણ પ્રકારની અવરોધ દૂર કરે છે. તૂટેલા અંગના લોહીને રોકવા માટે, તેના મૂળને દાંતથી ચાવવું એ આશ્ચર્યકારક કામ કરે છે.

શરપંખા ના રસથી દાંત ધોવાથી દાંતના કૃમિ દૂર થાય છે. અને દુખાવો દૂર થાય છે. લોહી બનાવવા માટે, શરપંખાના 10-20 ગ્રામ ઉકાળા માં 2 ચમચી મધ મિક્ષ કરીને ખાલી પેટ સવારે અને સાંજે નિયમિત પીવાથી લોહી શુદ્ધ થાય છે. 250-500 મિલિગ્રામ શેકેલી હીંગને 10-20 મિલી શરપંખાના ઉકાળામાં ભેળવીને સવારે પીવાથી અફરામાં ફાયદો થાય છે. શરપંખાના મૂળિયાને 15-20 ગ્રામ પાણીમાં પીસી લો, તેમાં 2 ચમચી મધ મેળવીને ઘા પર લગાડો, તે ઘાને મટાડે છે. શરપંખાના ધૂમડા ની દુર્ગંધ થી સુકી ઉધરસ માટે છે.

શરપંખાના પાનની ગોળી કરી સવારે સાંજે પાણી સાથે લેવાથી કોઢ સારો થાય છે. ગમે તેવા હઠીલા ખરજવા ઉપર શરપંખાના બિયાનું તેલ લગાડવાથી ખરજવું મટે છે. ગંડમાળા છોડના મૂળનું ચૂર્ણ કરી પા તોલો પાણી સાથે દિવસમાં 2 વાર લેવું અને મૂળ ઘસીને ગાંઠ ઉપર લેપ કરવો. શરપંખાના પંચાંગનું અડધીથી એક ચમચી ચુર્ણ કફમાં મધ સાથે, પીત્તમાં ઘી સાથે અને વાયુમાં છાસ સાથે લેવાથી ફાયદો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top