માત્ર 10 જ મિનિટમાં વગર ખર્ચે શરદી, કફ, ઉધરસને જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે શરદી-ઉધરસ, ખાંસી અને તાવનો કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. તો આજે અમે જણાવીશું શરદી, ખાંસી, તાવ માટેના ઘરેલુ ઉપચાર વિશે વિગતવાર.

ડાબા હાથના અંગુઠો સીધો ઉભો કરી જમણા હાથથી ડાબા હાથની આંગળીઓ એકબીજા સાથે ફીટ કરીને બન્ને પંજાને એવી રીતે જોડો કે જમણા અંગુઠા ડાબા અંગુઠાને બહારથી કવર કરી લે, આવી રીતે જે મુદ્રા બનશે તેને અંગુષ્ટ મુદ્રા કહેવાય. અંગુઠામાં અગ્નિ તત્વ હોય છે. આ મુદ્રા કરવાથી શરીરમાં ગરમી વધવા લાગે છે. શરીરમાં જામેલો કફ સુકાઈને નાશ થઇ જાય છે. શરદી, તાવ, ખાંસી વગેરે રોગોમાં આ મુદ્રા ખુબ ફાયદાકારક સભીત થાય છે. ક્યારેક જો ઠંડા પ્રકોપમાં આવી જાવ અને શરીરમાં ઠંડીથી ધ્રુજારી થવા લાગે તો આ મુદ્રા કારવઠું કહું ફાયદો મળે છે.

રોજ દસ મિનીટ આ મુદ્રા કરવાથી ખુબ કફ થવા ઉપર રાહત મળે છે. કફ તરત જ સુકાઈ જાય છે. સાથે જ થોડું સિંધા મીઠું ધીમે ધીમે ચૂસવાથી ફાયદો થાય છે. સવારે કોમળ સૂર્યકિરણોમાં બેસીને જમણા નાકથી શ્વાસ લઈને સવા મિનીટ રોકો અને ડાબી બાજુથી છોડો. આવું ૩-૪ વખત કરો. તેનાથી કફ ની તકલીફ દુર થશે.

જ્યારે નાક બંધ થઇ જાય કે શરદી થઈ જાય ત્યારે અજમા ને અધકચરો પીસી ને એક કપડા મા બાંધી ને સુંઘો. આ ઉપરાંત જો શરદી દરમિયાન વધુ પડતી ઠંડી લાગે તો થોડો અજમા ને મોં મા રાખી સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી જાઓ. જો ખૂબ શરદી હોય તો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો. તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે. લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.

છાતી, ગળા અને નાકમાંથી કફ કાઢવા માટે બાફ જરૂર લો. કફને મટાડવાનો આ ઉપાય ઘણો સરળ અને ફાયદાકારક છે. બીજો એક ઉપાય એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેના કોગળા કરો. દિવસમાં બે થી ત્રણ વાર ઉપાય કરવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ બહાર નીકળે છે.

એક કપ પાણીમાં લસણની ચાર-પાંચ કળીઓ નાંખીને તેને ઉકાળો, તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ નાંખો. દિવસમાં બે-ત્રણ વાર આ પાણી પીઓ. ત્રણ-ચાર દિવસ આમ કરવાથી તમને શરદી-ખાંસીમાંથી છૂટકારો મળશે. તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તેમાં થોડીક ખાંડ નાંખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઇએ. આ સુકી ખાંસી માટેનો રામબાણ ઇલાજ છે. જો કફની સાથે લાળ પણ હોય તો દેશી ઘી સાથે અડધી ચમચી કાળા મરી નાખી ખાવી.

સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો. આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો. આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો.

પાણી ગરમ કરી એમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એ પાણી પી જાવ આ ઉપાયથી તમારું ગળું સાફ થશે કારણ કે લીંબુ કફને કાપવાનું કામ કરશે અને મધથી ગળાને આરામ મળશે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેળવી સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top