હવે ઘરે જ બનાવો આયુર્વેદિક દવા, માત્ર 1 જ દિવસમાં શરદી, તાવ, ઉધરસ અને કળતરને કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારની ઋતુ એવી છે કે મોટાભાગના લોકોને શરદી, તાવ, કફ અને ખાંસી થયેલી હોય છે. બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ, એલર્જી અને શરદીનું કારણ બની શકે છે. આવિન સમસ્યાઓમાં આપણે ડૉક્ટરની દવા લઈએ તેના કરતાં ઘરે જ આયુર્વેદિક ઉપચારો અજમાવીએ એ સારું રહે છે. ડોક્ટરની દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ થતો નથી.

જો આવી સમસ્યાઓમાં આપણે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવે તો શરદી, તાવ, કફ અને ખાંસી આવા રોગથી બચી શકાય છે અને કફને બહાર કાઢી શકાય છે. આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી ચીજો હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ શરદી, ઉધરસ, તાવ, કફને દૂર કરવા માટેનો નુસકો.

આજે આપણે જાણીશું આયુર્વેદિક દવા બનાવવાની રીત: સામગ્રી :  દેશી ગોળ – ૨૫૦ ગ્રામ, હળદર પાવડર – ૫૦ ગ્રામ, સૂંઠ પાવડર – ૫૦ ગ્રામ,  કાળામરી પાવડર – ૨૦ ગ્રામ.

ઔષધ બનાવવાની રીત : સૌથી પહેલા દેશી ગોળ લઇને ઍક વાસણમાં ગરમ કરવા મૂકો. ગોળ ઓગળી જાય એટલે તેમાં સૂંઠ, કાળામરી અને હળદર આ ત્રણેયનો પાવડર ઉમેરવો. ત્યાર પછી એને બરાબર હલાવીને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને થોડું ઠંડુ થવા મૂકી દો. આ વધારે ઠંડુ ના થઈ જાય એ વાતનું ધ્યાન ખાસ રાખવુ. કારણ કે જો વધારે ઠંડુ થઈ જશે તો તે સરખું બનશે નહિ. ત્યાર પછી થોડો થોડો ગોળ લઇને તેનીનાની નાની ગોળીઓ બનાવવી. આ આપની આયુર્વેદિક ઔષધ તૈયાર છે.

હવે અમે તમને જણાવીશું આ આયુર્વેદિક દવાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે. જ્યારે તમને વાયરલ તાવ, કફ, શરદી જેવી અનેક તકલીફ થતી હોય ત્યારે દર ૨ – ૩ કલાકે ૨ – ૨ ગોળી હુંફાળા પાણી સાથે લેવી જોઈએ. આ ગોળી લેવાથી માત્ર ૩ દિવસમાં શરીરમાં થતું કળતર, વાયરલ કફ, શરદી જેવી કોઈપણ સમસ્યા તરત જ દૂર થઈ જશે.

આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top