તાવ-ઉધરસ અને ફેફસામાં ચોંટી ગયેલા કફને તત્કાલ દૂર કરવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના ઉપાયો આજે અમે તમને જણાવીશું, જે બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ ઉપયોગી છે.

મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આંચ પર થી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.

બીજોરાના ફળનો રસ કાઢીને સવાર, બપોર અને સાંજે પીવાથી તાવમાં રાહત મળે છે. જેના પાંદડાનો રગડો પણ તાવમાં રાહત કરે છે. 10 થી 20 ml બીજોરાના મૂળની છાલમાંથી બનાવેલો રગડો દિવસમાં ત્રણ વખત પીવાથી તાવમાં આરામ મળે છે. બીજોરામાંથી કળીઓ કાઢીને, મધ અને સેંધવ મીઠું એક સાથે વાટીને કપાળ પર લેપ કરવાથી શરીરમાંથી બળતરા દુર થાય છે. વૃક્ષના પાંદડાનો ઉકાળો બનાવીને 15 થી 20 ml માત્રામાં પીવાથી તાવમાં આરામ મળે છે.

લસણમાં અદભુત ગુણો સમાયેલા છે. લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે અને લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. જ્યારે આ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જાય છે. તેના માટે એક કપ પાણી ઉકાળી લેવું અને તેમાં ત્રણ લીંબૂનો રસ નાખવો. તેમાં થોડુંક વાટેલું લસણ નાખવું અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી એક ચપટી મીઠું નાખવું. આ બધાંને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પીવું. આનું સેવન કરવાથી કફની સમસ્યા છૂમંતર થઈ જશે.

બહેડા અને જ્વાસાના, અજમાના પાંદ,તુલસી ના પાંદ  40 થી 60 મિલી ઉકાળામાં 1 ચમચી ઘી ભેળવીને તેને દિવસમાં ત્રણ પીવાથી પિત્ત અને કફ વિકારથી થયેલો તાવ મટે છે. બહેડાના મજ્જા ને વાટીને શરીર પર લેપ કરવાથી પિત્તથી થયેલા તાવમાં થતી બળતરા ઓછી થાય છે.બહેડાના 40 થી 60 ગ્રામ ઉકાળાનું સવારે અને સાંજે પીવાથી પિત્ત, કફ વગેરેમાં ફાયદો થાય છે.

ગાજરમાં એવા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને કફની સમસ્યામાં ઝડપથી આરામ પહોંચાડે છે. તેના માટે તમારે 3-4 તાજા ગાજર લઈ તેનો રસ કાઢી લેવો. તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણના સરખું મિક્ષ કરી લેવું. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. છાતી અને ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top