Site icon Ayurvedam

શરદપૂર્ણિમા પર કરો ખડી સાકરનો આ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ, અદભૂત મેડિકલ ફાયદા જરૂર તમે નહી જાણતા હોય..

જો આપણે આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાળવણી માટે એટલું ચોક્કસ કરીએ. કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. શ્રીકૃષ્ણમાં આવા સોળે ગુણ ખીલેલા હતા. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે.

ચંદ્રના કિરણો શરદ પૂનમે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે. ભારતમાં પરાપૂર્વથી શરદપૂનમે રાત્રે દૂધ,સાકર અને ચોખાની ખીર કે દૂધપૌંઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે.પછી ચીજ પ્રસાદ બની જાય છે.

ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર મહાપ્રસાદ બની જાય છે.આજે મૂળ વાત કરવી છે લીલાધરાનંદને ખડીસાકરની! શરદ-પૂનમેં આપણે જો ખડીસાકરને ખુલ્લામાં મૂકીએ તો આખી રાત્રિ ચંદ્ર સોળેકળાએ ખીલેલો હોવાથી એના કિરણો આ ખડીસાકરમાં પ્રવેશે છે.શરદપૂનમેં ચંદ્રમાંથી એવા કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ દે છે.

ખડીસાકરમાં ચંદ્રની ઠંડી અસર પ્રવેશે છે.ચોમાસું અને શિયાળો વચ્ચેનો જે સમય સંધિકાળ છે એ છે શરદઋતુ. એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ “શતમ જીવ શરદ:” તેવું કહીએ કે 100 વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો. દુકાનેથી 5 કિલો જેટલી ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ 31મી ઓક્ટોબર શનિવારે 2020ની રાત્રે અગાસીમાં સફેદ લૂગડે ઢાંકીને મુકજો.

સવાર સુધીમાં ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર સાકરમાં આવી જશે.સવારે પછી એને કાચની બરણીમાં ભરીને રાખજો.જ્યારે એસિડિટી,પેટમાં દુઃખે,માથું દુઃખે ત્યારે આ ખડીસાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે.ઉત્તમ પિત્તશમન થશે.વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ દવા કે અન્ય ઔષધ લેતી વખતે એની સાથે ખડીસાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે.

ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. આ સાકરનું સેવન કરવાથી તરત નાકમાંથી લોહી નીકળવું બંધ થઈ જાય છે. ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં આ ચંદ્ર ની ઉર્જા વાળી  સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી અને શરદી માં રાહત મળશે.

થોડોક સમય કાઢીને આપણે જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ કે ગરબે ઘૂમીએ આપણાં તન-મન ઉપર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ.નવા વર્ષે આપણે ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુકતરી,બરફી કે મીઠાઈથી મીઠું કરાવવાને બદલે આવી ખડીસાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે આપ ઈચ્છો તો ખડીસાકરનાં નાના પેકેટ આપના સ્વજનોને ભેટમાં દઈ શકો.

શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે.શાંતિથી યથાશક્તિ ખડી સાકર ખરીદીને સાકર લાવજો અને અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ જરૂર લેજો.દેખાડાની ખોટી ગિફ્ટ આપવી એના કરતાં જીવનમાં કંઈક તબિયત સુધારે તેવું અપાય એવી લીલાધરાનંદની અરજ છે.

મોલ કે ક્યાંયથી પણ તમે નકામી મોંઘી ચોકલેટગિફ્ટ કે રેડીમેડ મીઠાઈ પેકેટ કોઈને પણ દીધાં એટલે ગાંઠના રૂપિયા ખર્ચીને બીજાને માંદગી આવે તેવું આપ્યા બરોબર ગણાય.કોરોના કાળમાં સાચવવું. આવું કુદરતના ખોળે જીવવા પ્રયત્ન કરશો તો માંદગી આપના આંગણે શું,ઘરની બારીમાં ડોકિયું કરવા પણ નહીં આવશે.બસ,થોડી જીવનશૈલી બદલાવો.લીમડા વાવજો,કરંજ વાવજો તો ઉનાળે એને છાંયે બેસી શીતળતા અનુભવી શકશો.

Exit mobile version