Site icon Ayurvedam

શું તમે જાણો છો શંખ વગાડવાથી થતાં સ્વાસ્થયલક્ષી આ લાભો ? 10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

શંખ રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્વ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે. શંખને લક્ષ્મીજીનું સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.

શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તૂટેલા, ઘસાયેલા, ખરાબ અવાજવાળા શંખનો ઉપયોગ કરવો નહીં અને તેને નદીમાં પધરાવી દેવા જોઈએ.

શંખનાદથી સકારાત્મક ઊર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપુર માત્રા હોય છે. દરરોજ શંખ ફૂંકનારા લોકોને ગળા અને ફેફસાને લગતા રોગ નથી થઇ શકતા. એટલું જ નહીં, શંખથી તમામ રોગોનો નાશ થાય છે.

શંખ વગાડવાથી ચહેરા, શ્વસનતંત્ર, શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે. તો વળી શંખવાદનથી સ્મરણશક્તિ પણ વધે છે. શંખ વગાડવાથી આત્મબળમાં વૃદ્ધિ, ફેફ્સાનું વ્યાયામ, સ્મરણશક્તિ, ધ્વનિ, ખાંસી, દમ, કમળો, બ્લ્ડપ્રેશર વગેરે જેવી બીમારીમાં રાહત મળે છે.

શંખ ને વગાડવા થી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસ થી જોડાયેલ સમસ્યા દુર થાય છે અને આપને આંતરિક રૂપ થી ખુબ ફાયદો થાય છે. રોજે શંખ વગાડવાથી તમારો તણાવ દૂર થાય છે કારણ કે આનાથી તમારા મગજમાં લોહીનો સંચાર બરાબર થાય છે અને સ્ટ્રેસ લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ મગજ પણ શાંત રહે છે.

શંખ વગાડવા થી રેકટલ મસલ્સ સંકોચાય ને ફેલાય છે તેનાથી એક્સરસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દુર થાય છે. સાંજના સમયે શંખનાદ કરવાથી વાતાવરણમાં રહેલા જીવાણુંઓ નાશ થાય છે. શંખનો અવાજ જ્યાં સુધી સંભળાય છે ત્યાંથી થોડીક દૂર સુધી ખરાબ અસર રહેતી નથી. શંખ વગાડનારના સ્નાયુ તંત્રમાં કોઇપણ પ્રકારની ગડબડી રહેતી નથી.

પ્રોસ્ટેટ મસલ્સ ની એક્સરસાઈઝ તો થાય જ છે તેને વગાડવા થી તેમાં સોજો નથી આવતો. યુરીનરી બ્લૈડર ની એક્સરસાઈઝ પણ થાય છે, તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે. શંખ વગાડવા થી મસલ્સ ની એક્સરસાઈઝ થાય છે અને ચેસ્ટ ની ટોનીંગ પણ થાય છે. તેના સિવાય વોકલ કાર્ડ અને થાઈરોઈડ થી જોડાયેલ સમસ્યા માં પણ ફાયદો મળે છે.

સ્નાન કર્યા પછી જો આપ શંખ ને આપની સ્કીન પર હળવું હળવું રફ કરશો તો આપની સ્કીન ગ્લો કરવા લાગશે. તેનાથી આપ શંખ ને આપના દૈનિક રૂપથી કરવા લાગશો. આખી રાત શંખ ને પાણી માં રાખી દેવો અને પછી તે પાણી થી આંખો ને સાફ કરવી તેનાથી આપની આંખ તંદુરસ્ત રહશે.

શંખમાં પાણી ભરીને પૂજામાં રાખી તે પાણીમાં ઘરમાં છાંટવાથી જીવાણુંઓનો નાશ થાય છે. શંખમાં કેલ્શ્યિમ, ફોસ્ફરસ, ગંધકનું પ્રમાણ હોય છે. તેના અંશ પણ પાણીમાં આવી જાય છે. જેથી શંખના પાણીને છાંટવા અને પીવાથી સ્વાસ્થ્ય સારું થઇ જાય છે. શંખ રક્ષક હોય છે તે શત્રુઓનો નાશ પણ કરે છે.

આર્યુવેદ ના અનુસાર, શંખોદક ના ભસ્મ ના ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલ ઘણી બીમારીઓ જેવી કે પથરી, પીલીયા અને પાચન શક્તિ બધું સારું થઇ જાય છે. જોકે આનો ઉપયોગ કરતા પહેલા કોઈ એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી.

વૈજ્ઞાનિક આધારો મુજબ શંખના તીક્ષ્ણ અવાજથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા ઘટી જાય છે. જે લોકો શંખ વગાડે છે તેમને શ્વાસ સંબંધી રોગ થતા નથી. માન્યતા છે કે શંખ વગાડવામાં આવે તે ઘરોમાં દેવતાઓનો વાસ હોય છે. રોજ પાંચથી 10 મીનિટ સુધી શંખ વગાડવાથી શ્વાસની ગતિ વધુ સ્વાભાવિક થાય છે અને મનુષ્યનું આયુષ્ય વધે છે. શંખવાદન સ્ત્રી અને પુરૂષ બંને કરી શકે છે.

Exit mobile version