આયુર્વેદમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે. આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થોને દૂર કરે છે.
રોજ ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. આ રસાહારનો કોર્ષ કરવાથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.
રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા નાખશો નહીં. એવું કરવાથી શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શાકભાજીનો રસ સ્વાદમાં સારો ન લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી શકો છો.
જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ:
ઘઉંના જવારાના રસ થી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે. લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.
કોથમીર નો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે. પાલક નો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે. ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
સફેદ ડુંગળી ના રસ માં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે. ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
ટમેટા ના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે. એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.
બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે. કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
ચોળીની શિંગ થી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે. લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.
આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે. સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.
લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે. આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.
તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે. નારંગી નો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.
પપૈયા નો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે. પાઇનેપલ નો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે. લીલા અંજીર થી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે. જાંબુનો રસ માં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.