સરગવા વિશે તો લગભગ બધા જાણતા જ હશો. સરગવો સ્વાદિષ્ટ હોય છે. લગભગ લોકોને તેનો સ્વાદ ગમતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, એમીનો એસીડ, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલીક હોય છે. તેને તાજો તથા પાવડર રૂપે પણ લેવાય છે. સરગવાના છોડના મૂળથી લઈને તેના ફૂલ અને પાંદડા સુધી સરગવો ગુણોથી ભરેલો છે.
સરગવો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના ઉપરી અને હિમાલય પ્રદેશનો મુખ્ય નિવાસી છે. તેના ફાયદા અને પોષ્ટિકતાના કારણે આફ્રિકામાં પણ સરગવાની ખેતી કરવામાં આવે છે. સરગવાના ઝાડના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. જેનાથી ઘણા પ્રકારના રોગો નિવારવામાં સરગવો ફાયદાકારક નીવડે છે.
સરગવાના ચમત્કારી ફાયદાઓ
સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે. સરગવો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોએ તેના પાંદડાનો રસ કાઢી તેના કાવો બનાવી પીવાથી રાહત મળે છે. આ સાથે તેનાથી બનાવેલ કાવો પીવાથી ચક્કર, ગભરાહટ અને ઉલ્ટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
પાતળા થવા માટે સરગવાનું ખુબ મહત્વ છે. શરીરમાં જમા થયેલી વધારની ચરબી દુર કરવા માટે સરગવો સર્વોત્તમ ઔષધી ગણી શકાય છે. તેમાં ફોસ્ફરનું પ્રમાણ હોય છે. જે શરીરની વધારાની કેલેરી ઓછી કરે છે. તેમજ ચરબી ઘટાડી પાતળા બનાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના રસનું સેવન કરવાથી વજન ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને આપણે સરગવાની જેમ પાતળા થઇ શકીએ છે.
જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે. જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે. સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.
સરગવાના પાંદડાનો 1 ચમચી રસ લો, તેમાં 1 ચમચી મધ અને નારીયેળ પાણી ઉમેરી લો. આ પ્રમાણે પ્રયોગ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે. આ સાથે તેનું શાક કીડની તેમજ મૂત્રાશયમાં જામેલી પથરી ઓગળીને કાઢવામાં મદદ કરે છે.
સરગવાના પાંદડાનો રસ કાઢી તેને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો સરળતાથી દુર થાય છે.દાંતની સમસ્યા જેવી કે મો માં રહેલા કીટાણું તેમજ પાયોરિયા જેવી સમસ્યામાં તેના પાંદડા ચાવવાથી રાહત મળે છે. બાળકોને સરગવાના ફૂલ આપવાથી પેટની અંદર રહેલા કૃમિ ઘટાડે છે. તેમજ તે પિત્ત અને કફ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.
સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે. જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.
સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે. સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે, કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.
સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.