Site icon Ayurvedam

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે. ખીજડાનું વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઊનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો, ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇપણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને ત્યાંના લોકો લૂંગ કહે છે.

તેનાં ફૂલને મીંઝર કહેવામાં આવે છે. તેના ફળને સાંગરી અથવા સંઘરા કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાય જાય ત્યારે તેને ખોખા કહેવાય છે, જે સૂકા મેવા તરીકે વપરાય છે.

સંઘરાનું શાક ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધે છે. તેમાંથી મેગ્નેશિયમની વધુ માત્રા મળે છે. જે ઇમ્યુનિટીને મજબુત બનાવે છે. સંઘરા હાડકાને મજબુત કરે છે. જુના સમયથી જ ગ્રામીણ વિસ્તારોમાં તેનું સેવન કરવામાં આવતું હતું.

કોલેસ્ટ્રોલ આજના સમયની ઘણી બીમારીઓનું કારણ છે. તેવામાં રાજસ્થાનની આ લોકપ્રિય સબ્જી શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. જેનાથી હૃદય રોગ વધવાની આશંકા પણ ઓછી થઈ જાય છે. સંઘરા માત્ર કોલેસ્ટ્રોલ જ નહિ પણ હૃદયની કાર્યશક્તિને પણ સંતુલિત કરે છે. તેમાં મળતું સિરેનીન સી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઘટવાથી વજન વધારાથી બચી શકાય છે.

સંઘરા પેટના બધા જ રોગોથી છુટકારો અપાવે છે.સંઘરામાં પ્રોટીનની સાથે ફાઈબર પણ રહેલ છે. તેમાં રહેલ ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને ખોરાકને આસાનીથી પચાવે છે. ફાઈબરમળને ભારે બનાવીને તેને ત્યાગવામાં મદદ કરે છે. સાથે તેમાં મેગ્નેશિયમ પણ મળે છે, જે કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે. સંઘરાની સબ્જી ખાવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી તમને ઓછી ભૂખ લાગે છે અને વજન પણ ઓછું થાય છે.

Exit mobile version